Close

February 28, 2013

Press Note Guj Dt: 28/02/2013 on Central Budget

Click here to view / download press note.

શ્રી શક્તિસિંહ ગોહિલ નું કાર્યાલય

 ગાંધીનગર

અખબારી યાદી                                                                            તા. ૨૮-૦૨-ર૦૧૩

 

        કેન્દ્ર સરકાર દ્વ્રારા રજુ થયેલા બજેટ ઉપર પ્રતિક્રિયા આપતા કોંગેસના વરિષ્ઠ  નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે દેશમાં સમતુલિત અને પ્રગતિશિલ દિશાઓ પૂરી પાડનારું વિકસલક્ષી બજેટ યુ.પી.એ. સરકારે આજે રજુ કર્યું છે. કોંગેસની આગેવાનીવાળી કેન્દ્ર સરકારની વહીવટી કુશળતાના કારણે વૈશ્વિક મંદીના વાતાવરણમાં પણ દેશને વિકાસના માર્ગે આગળ લઈ જઈ શકાયો છે. સમગ્ર વિશ્વમાં વિકાસ અને પ્રગતિમાં આપણો દેશ ત્રીજા ક્રમ પર છે. માત્ર ચાયના અને ઇન્ડોનેશિયાજ આપણા થી આગળ છે. દેશની પ્રગતિની આગેકૂચ જોતા ૨૦૧૪-૧૫માં આપણો દેશ ચાઈનાથી પણ આગળ જઈ શકશે.

       અન્ન પરના દરેકના અધિકારની એક માનવીય યોજનાની શ્રીમતી સોનિયા ગાંધીએ કલ્પના કરી હતી. ગરીબો માટેની આ મહત્વકાંક્ષીય યોજના માટે કેન્દ્ર સરકારના બજેટમાં ૧૦,૦૦૦ કરોડ રૂપિયાની ફાળવણી એ પ્રશનીય પગલું છે.

        કેન્દ્ર સરકારે ગુજરાતના વિકાસ માં પુરક બળ મળે તેવી કેટલીક મહત્વની જાહેરાતો પણ કરી છે. દિલ્હી-મુંબઈ કોરિડોરમાં સાત નવા શહેરોનો ઉમેરો કરાયો છે જેમાં ગુજરાતના ધોલેરાનો સમાવેશ કરવામાં આવેલો છે. મોટા રસ્તાઓ માટેનો મહત્વકાક્ષી મોટો પ્રોજેક્ટ જે આજે બજેટના પ્રવચન દરમીયાન નાણા મંત્રીશ્રીએ જે જાહેર કર્યો છે તે પ્રોજેક્ટના પાંચ રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ કરવામાં આવ્યો છે. મોટી શિપ અને વેસલમાં ડ્યુટીની રાહતની જાહેરાત ગુજરાતના લાભમાં રહેવાની છે. હિરા,અકીક અને પથ્થરની કારીગરીમાં ટેક્ષની રાહતથી પણ ગુજરાતને ફાયદો પ્રાપ્ત થવાનો છે.     મનરેગા, JnNURM, National Rural Health Mission , PMGSY, વગેરે યોજનાઓમાં નાણાની ફાળવણીનો મહત્મ લાભ પણ ગુજરાતને વિશેષ રીતે પ્રાપ્ત થશે.

       આદિવાસી, દલિત , લઘુમતીઓ માટેની યોજનાઓમાં ખુબજ મોટી રકમનો વધારો આવકારદાયક છે. આ સતાઓ માટે કેન્દ્ર સરકારથી પ્રાપ્ત થયેલી રકમ જરૂરિયાતમંદો સુધી પહોચાડવાની જવાબદારી રાજ્ય સરકારની છે. અને તે નાણા ગુજરાતમાં અન્ય જગ્યાએ ન વપરાય તે માટેની  તાકીદ પણ જરૂરી છે. કેન્દ્ર સરકારના બજેટમાં પ્લાન ખર્ચ માટે  ૨૯.૪ % જેટલો રાખવામાં આવ્યો છે અને જેનાથી એક નક્કર વિકાસ દેશને પ્રાપ્ત થશે. ૨ લાખ થી ૫ લાખ સુધીની આવક ધરાવતા લોકોને ટેક્ષ ક્રેડિટ તરીકે રાહત પ્રાપ્ત થશે. ૨ લાખ થી ૫ લાખ સુધીની આવકવાળા કરદાતાને ૨૦૦૦ રૂપિયાનો કરદાતાદીઠ લાભ મળશે.આવા કુલ કરદાતાઓની સંખ્યા ૧ કરોડ 86 લાખથી પણ વધારે છે. ૭૭૨૩૬ હજાર કરોડ રૂપિયા બાળકોના કલ્યાણ માટે કેન્દ્રીય બજેટમાં ફાળવવામાં આવ્યા છે. વિકલાંગ વ્યક્તિઓ માટે ખાસ ૧૧૧ કરોડ રૂપિયાની આવકારદાયક ફાળવણી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના બજેટમાં શિક્ષણ, આરોગ્ય, ગ્રામીણ વિકાસ, ઇન્ફાસ્ટ્રકચરને માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.

       માળખાકીય સુવિધાઓ માટે પી.પી.પી. નોંધ અને સરકારી યોજનાઓ બન્નેના સમન્વય સાથે દેશમાં ખુબજ મોટું માળખાકીય સુવિધાઓનું  અભયાન ચાલુ થી શકે તે માટેની બજેટમાં સંપૂર્ણ જોગવાઈઓ આવકારદાયક છે . માળખાકીય સુવિધાઓ દ્વ્રારા દેશનો વિકાસ વિશ્વમાં પ્રથમ હરોળે આપણા દેશને લઈ જવા માટે કામયાબ બનશે.

       કૃષિ માટે થઈ ને વધારાના ૩૦૦૦ હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ખેડૂતો માટે ગોડાઉન , કોલ્ડ સ્ટોરેજ વિગેરેને માટે ૫૦૦૦ હાજર કરોડ રૂપિયાની વિશિષ્ઠ જોગવાઈ પણ કેન્દ્ર સરકારના બજેટમાં કરવામાં આવી છે.

       શહેરી વિસ્તારોમાં આવાસની મુશ્કેલી ભોગવતા પરિવારજનોની ખાસ ચિંતા કેન્દ્ર સરકારના બજેટમાં કરવામાં આવી છે. ૨૫ લાખ રૂપિયા સુધીની ઘર માટેની લોન લેનાર વ્યક્તિને વિશિષ્ઠ ફાયદો મળે તે માટેની જાહેરાત પણ નાણા મંત્રીશ્રીએ કરી છે. નાના ઉદ્યોગો, હેન્ડલુમ, ખાદી તેમજ દેશના પરંપરાગત ઉદ્યોગોને ખાસ પ્રોત્સાહન મળે તે માટેની યોજના કેન્દ્ર સરકારના બજેટમાં કરવામાં આવી છે.

       વિદ્યાથીઓ અને યુવાનોના કલ્યાણ માટેની આવકારદાયક યોજનાઓ બજેટમાં છે. મહિલાઓ અને તેમાં ખાસ કરીને વિધવા બહેનો, એકલી રહેતી બહેનો તેમજ જરૂરિયાતમંદ મહિલાઓના કલ્યાણ માટેની ખાસ કાળજી કેન્દ્ર સરકારના બજેટમાં લેવામાં આવી છે. આમ સંપૂર્ણ પણે વિકાસલક્ષી અને આવકારદાયક બજેટ કેન્દ્ર સરકાર દ્વ્રારા આજે રજુ થયું છે જેનાથી દેશના વિકાસ માટેની યશગાથા ખુબજ સારી રીતે આગળ વધી શકશે.

————————————————————————————————–