Close

March 28, 2014

Press Note Guj Dt: 28/03/2014 on Women in SRP

Click here to view/download press note.

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી

અખબારી યાદી                                                                                      તા.૨૮.૦૩.૨૦૧૪ 

  • બાળકોને પગ નીચે ચગદીને ભાજપના ઉમેદવાર ચાલે અને ભાજપની સરકાર બાળક માતાનું મોઢું ન જોઈ શકે તેવા ઓર્ડર  કરે.
  • એસ.આર.પી પોલીસ કોન્સ્ટેબલ માતાનું બાળક પોતાની માતાનું દૂધ પણ ન પામી શકે તેવો અમાનવીય હુકમ.
  • એસ.આર.પી પોલીસમાં મહિલા હોવું એ જાણેકે ગુન્હો છે.
  • એસ.આર.પી મહિલાઓ ને ફરજીયાત કાયદો અને વ્યવસ્થા જાળવવા હેડ ક્વાટરની બહાર જ રહેવાનું.
  • હેડ ક્વાટરમાં માત્ર પુરુષોજ રહી શકે તેવા સરકારના સ્ટેન્ડિંગ ઓર્ડર .
  • સ્ત્રી-પુરુષની સમાનતાના બદલે ગુજરાતમાં સ્ત્રી પોલીસ કોન્સ્ટેબલની સ્થિતિ દયાજનક.
  • મુખ્યમંત્રીને વારંવાર રજૂઆત છતા ગુજરાતની મહિલા પોલીસ કોન્સ્ટેબલો માટે કોઈ મદદ કરવાની ઈચ્છા કે સમય જ મુખ્યમંત્રી પાસે નથી.
  • ન છુટકે હાઈકોર્ટ પાસે ન્યાયની માંગ કરતી અરજીમાં ગુજરાતની મહિલા કોન્સ્ટેબલો ને ન્યાય માટે નામદાર હાઈકોર્ટની આજે જ ગુજરાત સરકારને નોટીસ.

             ગુજરાતની ભાજપની સરકારે સ્ટેટ રીઝર્વ પોલીસ (SRP)માં કામ કરતી મહિલાઓને સ્ત્રી-પુરુષ જાતિની સમાનતા નેવે મૂકીને અતિદારુણ પરિસ્થિતિમાં મૂકી દીધી છે. એસ.આર.પીમાં કામ કરતી મહિલા પોલીસ કોન્સ્ટેબલનું બાળક પોતાની માતાનું દૂધ પણ ન પામી શકે કે  માતાની હૂંફ પણ ન મેળવી શકે તેવી અમાનવીય પરિસ્થિતિ પેદા કરતો સ્ટેન્ડિંગ ઓર્ડર  ગુજરાતની ભાજપની સરકારે કરેલો છે. ગુજરાતના મુખ્યમંત્રીને વારંવાર રજુઆતો છતા એસ.આર.પી માં ગુજરાતની મહિલાઓ માટે જાણેકે મહિલા હોવું તે કોઈ ગુન્હો હોય તે રીતે જે ભેદભાવ પૂર્ણ રીતે જે હેરાનગતિ કરવામાં આવે છે. રજૂઆત કરવા છતા કોઈ જ સંવેદના કે મદદ સુધા ગુજરાતના મુખ્યમંત્રીએ કરી નથી. બંધારણના આર્ટિકલ ૧૫ અને ૧૬માં જાતિ આધારીત ભેદભાવ ન કરવા જણાવાયું છે. સમાનતાનો અધિકાર એ આપણા બંધારણમાં મૂળભૂત અધિકાર છે. આમ છતાં ગુજરાતમાં એસ.આર.પી માં જાણેકે મહિલાઓને ખાસ સજા કરવાની હોય તે રીતે સ્ટેન્ડિંગ ઓર્ડર આપીને હુકમ કરવામાં આવ્યો છે કે એસ.આર.પીના મહિલા કોન્સ્ટેબલને ફરજીયાતપણે એક્ટીવ કંપનીમાં જ કાયદો અને વ્યવસ્થાની જાણવણીના પોઈન્ટ ઉપર જ મુકવાના. એસ.આર.પીના હેડ કવાટર્સમાં એક પણ મહિલા કોન્સ્ટેબલ નહીં મુકવા માટેનો સ્ટેન્ડિંગ ઓર્ડર  ગુજરાતના એસ.આર.પી મહિલા કોન્સ્ટેબલો માટે આપવામાં આવ્યો છે. હેડ ક્વાટરમાં કોમ્પ્યુટર, ટેલીફોન અને ટેબલ વર્ક કે અન્ય એવી કામગીરી કે જે મહિલાઓ સારી રીતે નિભાવી શકે અને થોડી હળવા પ્રકારની મહિલાને અનુરૂપ કામગીરી હોય છે ત્યાં એક પણ મહિલાને ન મુકવાનો આદેશ એ ગુજરાતની મહિલાઓ માટે અપમાન કરતા અને ભેદભાવ પૂર્ણ છે. ખરેખર મહિલાઓને હેડ કવાટરમાં જ નોકરી આપવી જોઈએ કે જે થી મહિલા સારી રીતે કામગીરી બજાવી શકે અને પોતાની માતા તરીકેની ફરજો તેમજ કૌટુંબીક જવાબદારીઓને આસાનીથી નિભાવી શકે. મહિલાઓને હેડ ક્વાટરમાં નહીં જ મુકવા માટેનો આદેશ કોઈ જ વ્યાજબી કારણ વગરનો છે. મહિલાને સગર્ભા હોય ત્યારે માત્ર થોડો સમય માટે અને બાળકના જન્મ પછી માત્ર થોડો સમય માટે જ  હેડ ક્વાટરમાં રહેવા દઈ ને પછી તુરંતજ કાયદો અને વ્યવસ્થાની જાણવણી ના નામે એક્ટીવ પોઈન્ટ ઉપર ફરજીયાત મુકવાનો નિર્ણય મહિલાઓ પ્રત્યે ક્રુરતા દર્શાવે છે.

             નામદાર સુપ્રિમ કોર્ટે મહિલાઓની નોકરીની જગ્યાઓએ મહિલાની માનભેર નોકરી થઈ શકે તે માટેની વિશાખા ગાઈડ લાઈન આપેલી છે. પરંતુ ગુજરાત એસ.આર.પીમાં નામદાર સુપ્રિમ કોર્ટ દ્વ્રારા આપાયેલી આ ગાઈડ લાઈન નું સદંતર ઉલંઘન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં એસ.આર.પીમાં એક પણ મહિલા કોન્સ્ટેબલ નથી. આ કારણોસર સ્પષ્ટ ગાઈડ લાઈન હોવા છતાં પોઇન્ટ ઉપર એક સાથે માત્ર મહિલાઓ જ હોવી જોઈએ તેના બદલે મહિલાઓની સાથે ફરજીયાતપણે હેડ કોન્સ્ટેબલ એ પુરુષ મુકવામાં આવે છે. સુપ્રિમ કોર્ટની સૂચનાઓનું સદંતર ઉલંઘન થાય છે. મહિલાઓનું શારીરિક શોષણ ગુજરાત સરકારમાં મહિલા હેડ કોન્સ્ટેબલ એસ.આર.પી માં નહી હોવાના કારણે થઈ રહ્યું છે. આ અંગેની વારંવાર રજુઆત ગુજરાતના મુખ્યમંત્રી કે જે ઓ ગૃહ વિભાગ પણ ધરાવે છે તેમને કરવા છતા ગુજરાતના મુખ્યમંત્રીએ મહિલાઓ અંગેની સહેજ પણ ચિંતા ક્યારે દર્શાવી નથી.

            હેડ ક્વાટરમાં કામ કરવા માટેની ટોટલ ૧૭૦ જગ્યાઓ કોન્સ્ટેબલ માટેની મંજુર થયેલ છે પરંતુ ગુજરાતના એસ.આર.પીના હેડ ક્વાટરમાં એક પણ મહિલા કોન્સ્ટેબલને નિમણુંક આપવામાં આવતી નથી અને મહિલાઓ પ્રત્યે સદંતર ભેદભાવ ભર્યું વલણ ગુજરાત સરકાર દાખવી રહી છે. ગુજરાત સરકારના વિવિધ પરિપત્રો કે જેમાં મહિલાઓને જાણેકે મહિલા હોવું તે ગુન્હો હોય તે રીતે ખરાબ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. મહિલાઓ પ્રત્યે ભેદભાવ રાખતા  ઓફિસીયલી સ્ટેન્ડિંગ ઓર્ડર  તા. ૮.૧૧.૨૦૧૧,  તા.  ૨.૦૫.૨૦૧૨ અને તારીખ ૧૦.૦૫.૨૦૧૩ કરવામાં આવેલા છે. મહિલાઓના સુવિધા માટેના ઉલ્લેખ પણ આ પરિપત્રોમાં છે પરંતુ તેનો લેશ માત્ર પણ મહિલાઓના હિતમાં ઉપયોગ થતો નથી અને માત્ર મહિલાઓના પ્રત્યેના દુરવ્યવહારના ભાગ રૂપે હેડ ક્વાટરમાં એસ.આર.પીના એક પણ મહિલા કોન્સ્ટેબલ ન રહે તેનો કડક અમલ થઈ રહ્યો છે. કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે ગુજરાતના મુખ્યમંત્રી બહાર જઈ ને સુશાસનની વાતો કરે છે જયારે હક્કિતમાં તેમના રાજ્યમાં એક લોકસભાના ઉમેદવાર નિર્દોષ નાજુક બાળકો ઉપર ચાલવાનો પ્રયોગ કરે છે તો બીજી તરફ રાજ્યની સુરક્ષા માટે કામ કરતી મહિલાઓ ના  કુમળા બાળકો પોતાની માતાનું દૂધ પણ ન પામી શકે તે પ્રકારના સ્ટેન્ડિંગ ઓર્ડર  ગુજરાતમાં થાય છે.આ અમાનવીય કામો સામે ગુજરાતના મુખ્યમંત્રીને માનવતા દર્શાવવાનો સહેજ પણ સમય નથી અને તેથી ન છુટકે નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ એસ.આર.પીની મહિલા કોન્સ્ટેબલોના ન્યાય માટે પીટીશન દાખલ થતા આજે જ નામદાર ગુજરાત હાઈકોર્ટે રાજ્ય  સરકારને નોટીસ ઇસ્યુ કરી છે અને ગુજરાતની મહિલા પોલીસ કોન્સ્ટેબલો માટે મોટું આશાનું કિરણ ઉભું થયું છે.

          ખરેખર મહિલાઓ માટે એ જરૂરી છે કે તેમને સન્માન પૂર્વક નોકરી કરવાનું વાતાવરણ અને અનુકુળત પૂરી થાય. એસ.આર.પી મહિલા કોન્સ્ટેબલો ને જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી હેડ ક્વાટરમાં જ નોકરી આપવી જોઈએ અને જયારે કાયદો અને વ્યવસ્થાની જરૂરીયાત માટે ફિલ્ડ માં પોસ્ટીંગ આપવામાં આવે ત્યારે તેમના સાથે મહિલાઓ જ રહે તેવી ગોઠવણ કરવી જોઈએ અને ફિલ્ડ પરની જરૂરિયાત પૂરી થયા કે તુરતજ  મહિલા એસ.આર.પી કોન્સ્ટેબલને પરત  હેડ ક્વાટરમાં મુકવા જોઈએ કે જેથી જે મહિલાઓને બાળકો હોય અને જે ધાત્રી   માતાઓ હોય તે પોતાના બાળકોનું પોષણ પણ બરાબર કરી શકે અને એક સન્માન પૂર્વક નોકરી કરવાનું વાતાવરણ પણ તેમને પ્રાપ્ત થઈ શકે. ચોથી નેશનલ કોન્ફરન્સ ફોર વિમેન્સ કે જે ભુવનેશ્વર ખાતે તા. ૧૫ થી ૧૭ સપ્ટેમ્બર, ૨૦૧૦ ના રોજ મળેલી હતી તેમાં સ્પષ્ટ રીતે ભલામણો મહિલા પોલીસ માટે કરવામાં આવેલી છે તેનું પાલન કરવાની જવાબદારી ગુજરાત સરકારની છે. આમ છતા આ ભલામણોથી વિપરીત સ્ટેન્ડિંગ ઓર્ડર કરીને ગુજરાત એસ.આર.પીમાં મહિલાઓ માટે ભેદભાવપૂર્ણ વલણ અપનાવવામાં આવી રહ્યું  છે તેને દુર કરવાની કોંગ્રેસ પક્ષે માગણી કરી છે.  

 —————————————————————————————–