Close

September 28, 2011

Press Note Guj Dt: 28/09/2011 on ST Buses

Click here to view / download press note.

                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                             

વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

અખબારીયાદી                                                                                      તા.ર૮.૦૯.ર૦૧૧

  • કેન્‍દ્રમાં કોંગ્રેસની સરકાર સત્‍તા પર આવી ત્‍યારથી સરકારે રેલ્‍વેમાં ભાડામાં એકપણ રુપયિનો વધારો કર્યો નથી.
  • મુખ્‍યમંત્રીશ્રીના રાજકીય નાટકોમાં એસ.ટી.ની બસોનો બેફામ ઉપયોગ થાય છે અને તેનું નુકશાન પ્રજાના માથે?
  • રાજકોટથી અમદાવાદ જતી એસ.ટી.બસોના ભાડામાં રુ.૬-૦૦ થી ૧પ સુધીનો ધરખમ વધારો.
  • એસ.ટી.બસોને અપાતા સી.એન.જી.ગેસમાં વચેટીયા તરીકે અદાણી શા માટે ?

ગુજરાત સરકારે આમ ગુજરાતની માટે વાહન વ્‍યવહારમાં ઉપયોગી એવી એસ.ટી.બસોની સેવામાં બેફામ ભાવ વધારો કરેલો છે. મોંઘવારીના નામે કેન્‍દ્ર સરકારને હંમેશા કોઇપણ જાતના વ્‍યાજબી આધાર વગર બદનામ કરનાર ગુજરાતની ભાજપની સરકાર મુસાફર ભાડામાં કેન્‍દ્ર સરકારનો દાખલો કેમ લેતી નથી? દેશભરમાં ટ્રેન દ્વારા વાહન વ્‍યવહાર ચાલે છે અને તે ટ્રેનો મોટા ભાગે ડીઝલથી ચાલે છે. કેન્‍દ્રમાં કોંગ્રેસની આગેવાનીવાળી યુ.પી.એ.ની સરકાર વર્ષ-ર૦૦૪માં સત્તા પર આવી ત્‍યારથી આજદિન સુધી રેલ્‍વેની મુસાફરીના ભાડામાં એકપણ રુપિ‍યાનો વધારો કરેલ નથી. ઉલ્‍ટાનું દરેક રેલ્‍વે બજેટમાં રુ.૧-૦૦નો પેસેન્‍જર ભાડામાં ઘટાડો કરવામાં આવેલ છે. ગુજરાતની એસ.ટી.બસોના ભાડામાં હજુ માત્ર ૧ વર્ષ પહેલાં જ એટલે કે, તા.૧૧.૮.ર૦૧૦ના રોજ એસ.ટી.ના ભાડામાં ગુજરાત સરકારે ભાડે વધારો કર્યો હતો. ફરી વખત માત્ર ૧ વર્ષના જ સમયગાળામાં ખૂબજ મોટો ભાવ વધારો કરીને ગુજરાતીઓને કરોડો રુપિ‍યાનો માર મારેલ છે. રાજકોટથી અમદાવાદ માટે જે ભાડામાં રુ. ૧૦૯-૦૦ હતાં તેના રુ. ૧૧પ-૦૦ અને રુ. ૧ર૩-૦૦ હતાં તેનાં રુ. ૧૩૮-૦૦ થયેલ છે. એટલે કે રુ. ૧પ-૦૦ જેટલો વધારો કરવામાં આવેલ છે, જયારે અમદાવાદથી રાજકોટ લોકલ ટ્રેનનું ભાડું રુ. ૩૪-૦૦ અને એક્સપ્રેસનું ભાડું માત્ર રુ. ૬૩-૦૦ છે.

        એસ.ટી.બસોના બેફામ દુરપયોગ ગુજરાતના મુખ્‍યમંત્રીના રાજકીય નાટકો માટે કરવામાં આવે છે. મુખ્‍યમંત્રીશ્રીનાં ગરીબ મેળા હોય, મહિલા સંમેલનો હોય કે, અન્‍ય સભાઓ હોય તેમાં એસ.ટી.બસોને ગેરકાયદેસર ઉપયોગમાં લેવાતી હોવાથી એસ.ટી.નિગમને મોટી ખોટ થાય છે. મુખ્‍યમંત્રીશ્રીના કારણે એસ.ટી.નિગમને જે નુકશાન થાય છે તેનો બોજ ગુજરાતની આમ જનતા ઉપર નાંખવાનું પાપ ગુજરાતની ભાજપની સરકારે કર્યુ છે.

        એસ.ટી.બસોમાં જે સી.એન.જી. ગેસ વપરાય છે, તે ગુજરાત સરકારના જ જાહેર સાહસ જી.એસ.પી.સી. પાસેથી પ્રાપ્‍ત થાય છે. આમ છતાં અદાણીને વચેટીયા તરીકે રાખીને એસ.ટી.નિગમને ખૂબજ મોટું નુકશાન કરવામાં આવી રહ્યું છે. એસ.ટી.ના કર્મચારીઓને પુરતી સગવડ કે પુરતો પગાર પણ અપાતો નથી, ફિક્સ પગારના કર્મચારીઓ લાંબા સમયથી પરેશાન છે, આશ્રીતોને નોકરી મળતી નથી, અને પ્રાઇવેટાઇઝેશનના નામે નિગમમાં મોટો ભ્રષ્‍ટાચાર ચાલી રહ્યો છે.

 ——————————————————————————————————————-