Close

February 29, 2016

Press Note Guj Dt: 29/02/2016 રાજ્યપાલશ્રીનું પ્રવચન

Click here to view/download press note.

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

 

અખબારીયાદી                                                         તા. ૨૯.૦૨.૨૦૧૬

આ સાથે વિધાનસભામાં માન. રાજ્યપાલશ્રીના પ્રવચન ઉપરની ચર્ચામાં ભાગ લેતા     શ્રી શક્તિસિંહજી ગોહિલ જે બોલ્યા હતા તેની ટ્રાન્સસ્ક્રીપ્ટ તથા હાઈલાઈટના મુખ્ય મુદ્દાઓ સામેલ છે.

—————————————————————————————————

પ્રેસનોટ

  • રાજ્યપાલશ્રીના પ્રવચનમાં આમ ગુજરાતીના ફાયદાની કોઈ વાત નથી.
  • કનૈયાને જેલમાં નાખવાથી કંસનું શાસન સલામત નહોતું રહ્યું તેમ ભાજપ પણ નિર્દોષ લોકોને જેલમાં નાખી સલામત નથી રહી શકે.
  • બહેન મુખ્ય મંત્રી છે તેને જોખમ આ ભાઈ( નીતિનભાઈ) અને પેલા ભાઈ (અમિતભાઈ શાહ) નું જોખમ છે. કોંગ્રેસ બહેનને વચ્ચેથી ડીસ્ટર્બ નહીં કરે પરંતુ ૨૦૧૭માં લોકોના આશીર્વાદ થી કોંગ્રેસ સત્તા મેળવશે.
  • આદિવાસીને વનસંપતી ઉપર અધિકારનો કાયદો હોવા છતા પુરતી જમીન કે અધિકાર નહીં. દલિત, બક્ષીપંચ અને ખેત મજૂરને સાંથણી જમીન નહીં પરંતુ માનીતા સગાવહાલાંને કરોડોની જમીનની લહાણી.
  • બનાસકાંઠા જીલ્લામાં ૯૨૨ શાળાઓમાં ૧ ઓરડામાં એક કરતા વધારે વર્ગો.
  • સરકારી એન્જિનિયરીંગ કોલેજોમાં પ્રિન્સિપાલની ૫૦ ટકા જગ્યાઓ રાજ્યમાં ખાલી છે.
  • ફિક્સ પગાર યુવાનોનું શોષણ છે.
  • કોમ્પ્યુટરો ધૂળ ખાય છે પરંતુ કોમ્પ્યુટરના શિક્ષકો શાળામાં નથી.
  • નાના ઉદ્યોગો માટે કોંગ્રેસ શાસનમાં GIDC હતા જેમાંથી વિશ્વકર્મા સમાજના લોકોને અને નાના ઉદ્યોગોને મદદ મળતી હતી તે સરકારે બંધ કરી છે.
  • જામનગર મેડીકલ કોલેજમાં વર્ગ-૧ ની મંજુર ૧૮૫ છે તેમાંથી માત્ર ૫૩ જ ભરેલી છે. ભાવનગર મેડીકલ કોલેજમાં વર્ગ-૧ની મંજુર જગ્યા ૨૧૧ છે તેમાંથી માત્ર ૩૩ જ જગ્યા ભરલી છે.
  • સરકારના કરતૂતોને સાંકળીને શક્તિસિંહ એ શાયરી સંભળાવી હતી કે,

મુશ્કીલે ઔર બઢતી રહી

કોઈ હલ નહીં મીલા,

તેરે આનેકે બાદ પ્યાસ બઢી

કિન્તુ જલ નહીં મિલા,

ભ્રષ્ટ્રાચાર ઇતના બઢાકી,

ભ્રષ્ટ્રાચારીઓકી હી ખેતી ચલી,

બૈચેન રહી જનતા

કી બરસતા બાદલ નહીં મિલા,

  • અફઝલ ગુરુ શહીદ છે તેમ કહેનાર રાજકીય પક્ષ સાથે હાથ મિલાવીને કાશ્મીરમાં ભાજપને સત્તા મેળવતા શરમ ન આવી.
  • આ એ જ ભાજપ છે જે આતંકવાદીને કાંધાર મૂકી આવી હતી.
  • ભાજપ સાંસદ અને ભાજપના નેતાઓના વકીલ રામ જેઠમલાણી એ કહ્યું હતું કે અફઝલ ગુરુને ફાંસી ખોટી આપી છે ત્યારે કેમ રાષ્ટ્રદોહ ન બન્યો.
  • ઇશરત જહાં પોલીસના હાથમાં હતી અને તેનું નકલી એન્કાઉન્ટર થયું હતું તેમ કહેનાર રાજ્યના જ્યુડીશયલ મેજીસ્ટ્રેટ હતા એટલું જ નહીં પરંતુ બે ગુજરાતના IPS જેમાંથી એક સરકારના પસંદ કરેલ હતા તેવા અધિકારીઓ પણ કહ્યું હતું.
  • આતંકવાદીઓ માટે રેકી કરનાર અને આતંકવાદી ને મદદ કરનાર આતંકવાદી હેડલી એ કહ્યું માટે ભાજપને મન રામબાણ થઇ ગયુ જે કદાચ સાચું હોય તો ગંભીરતા વધારે છે. કારણ કે આતંકવાદી જ હોય તો તે પોલીસના પાસે જીવતા હાથમાં હતા. તેમના નકલી રીતે એન્કાઉન્ટરમાં મારી નાખવાના બદલે રજુ કર્યા હોત તો ઘણી માહિતી મળી શકી હોત અને તે પછી અદાલતે તેમને ફાંસી આપી હોત.

Speech_29-2-2016_Page_1

 

Speech_29-2-2016_Page_2

 

Speech_29-2-2016_Page_3

Speech_29-2-2016_Page_4

 

Speech_29-2-2016_Page_5

 

Speech_29-2-2016_Page_6

 

Speech_29-2-2016_Page_7