Close

March 30, 2011

Press Note Guj Dt: 30/03/2011 ST Student Stipend

Click here to view / download press note.

EnclGR

                                                       વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

અખબારીયાદી                                                                              તા.૩૦-૩-ર૦૧૧

     ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી શકિતસિંહ ગોહિલે આજે જણાવ્‍યું હતું કે, વિધાનસભામાં આજના પ્રશ્ન ક્રમાંક ૬-માં એ વાતનો પર્દાફાશ થતો હતો કે, આદિવાસી વિદ્યાર્થીઓ માટે પોસ્‍ટ મેટ્રિક શિષ્‍યવૃતિ કેન્‍દ્ર સરકારે આપવાનો નિર્ણય કરેલો હતો અને તા.૩.૭.ર૦૦૭નો પરિપત્ર કરીને સન-ર૦૦૮-૦૯થી ગુજરાતના આદિવાસી વિદ્યાર્થિઓને લાભ મળવાનો હતો પરંતુ ઉદ્યોગપતિઓ માટે વાયબ્રન્‍ટ થનારી ગુજરાતની સરકાર આદિવાસીઓની ઉપેક્ષા કરે છે અને તેથીજ સંપૂર્ણપણે કેન્‍દ્રની યોજના કે જેનો લાભ ર૦૦૮-૦૯માં મળવાનો હતો તે ગુજરાતના આદિવાસી વિદ્યાર્થિઓને ગુજરાતની સરકારની ગુન્‍હાઇત બેદરકારીના કારણે મળ્યો નથી. ગુજરાત વિધાનસભામાં સદંતર એવું જુઠ્ઠાણું ચલાવ્‍યું કે, કેન્‍દ્ર સરકારનો પરિપત્ર મોડો મળ્યો હતો અને જેની સામે કોંગ્રેસના આદિવાસી ધારાસભ્‍યશ્રીઓએ ગુજરાત સરકારનો પરિપત્ર લઇને ગૃહમાં ઉભા થઇ ગયા હતાં કે, મંત્રીશ્રીનો જવાબ સદંતર ખોટો છે કારણ કે, ગુજરાત સરકારના પરિપત્રમાં સ્‍વીકારાયું છે કે, કેન્‍દ્રનો પરિપત્ર મળી ગયો હતો અને ગુજરાત સરકારના તા.૧૧/૧૧/ર૦૦૯ના પરિપત્રમાં તા.૧/૮/ર૦૦૯ થી વર્ષ-ર૦૦૮-૦૯માં અમલી કરાશે તેવું લખાયું હતું. ત્‍યારબાદ ગુજરાત સરકારે તા.૧૯.ર.ર૦૧૧ના રોજ ઠરાવ ક્રમાંક-સફક/ર૦ર૦૦૮/ ન.બા.૩૯/ગ.થી ર૦૦૮-૦૯ને બદલે વર્ષ-ર૦૦૯-૧૦થી અમલી બનશે તેવો સુધારો કરીને એક વર્ષનો કેન્‍દ્ર સરકાર દ્વારા મળતો આદિવાસી વિદ્યાર્થિઓનો લાભ છીનવી લીધો. કેન્‍દ્ર સરકારની યોજના પોતાના નામે ચડાવીને ગુજરાતની સરકાર મતોનું રાજકારણ ખેલે છે અને આદિવાસીને અન્‍યાય કરે છે. આજે આ બન્‍ને પરિપત્રોની નકલ પ્રેસ અને મિડિયાને કોંગ્રેસ પક્ષે આપીને સત્‍ય ઉજાગર કરેલ છે.

     વધુમાં ગુજરાત વિધાનસભાના કોંગ્રેસપક્ષના ઉપનેતા અને જાહેર હિસાબ સમિતિના ચેરમેનશ્રી મોહનસિંહ રાઠવાએ જણાવ્‍યું હતું કે, તેમણે સદર બાબતે ભારત સરકારના વિવિધ મંત્રાલયોમાં આ અંગેની રજૂઆત કરી છે. જેમ કે, માનવ અધિકાર પંચ, ટ્રાયબલ કમિશન, રીજીયોનલ ડાયરેકટરશ્રી જયપુર અને ભારતના માન. વડાપ્રધાનશ્રી, નાણાં પ્રધાનશ્રી અને ટ્રાયબલ વિભાગના મંત્રીશ્રીને પણ રજુઆત કરેલ છે.

 ————————————————————————————————-