Close

March 31, 2016

Press note Guj Dt: 31/03/2016 CAG Report

Click here to view/download press note.

    ગુજરાત સરકારના અબજો રૂપિયાના ભ્રષ્ટ્રાચારનો કેગના અહેવાલ

વિધાનસભામાં બજેટ સત્રના છેલ્લા દિવસે વિરોધપક્ષને સસ્પેન્ડ કરીને ભારતીય જનતા પાર્ટીની સરકારે કેગનો અહેવાલ રજુ કર્યો છે. તટસ્થ બંધારણીય સંસ્થા કે જેણે ગુજરાત સરકારનું ઓડીટ કર્યું છે તેના રીપોર્ટમાં ગુજરાતની ભાજપ સરકારના કરોડો રૂપિયાના ભ્રષ્ટ્રાચાર તથા અણઆવડત ઉજાગર થયા છે. ભૂતકાળના અધ્યક્ષ શ્રી નટવરલાલ શાહ સાહેબનું સ્પષ્ટ જજમેન્ટ છે કે, કેગ નો અહેવાલ બજેટની માંગણીઓ પરની ચર્ચા શરુ થાય તે પહેલા વિધાનસભામાં રજુ કરવો જેથી કરીને ભ્રષ્ટ્રાચાર કે અણઆવડતના મુદ્દાઓ ને ધારાસભ્યો વિધાનસભામાં ઉજાગર કરી શકે અને કેગના અહેવાલની ચર્ચા થઈ શકે. ભાજપની સરકાર ભયંકર ભ્રષ્ટ્રાચાર કરતી હોવાથી જૂની ઉત્તમ સંસદીય પ્રણાલિકાને બંધ કરીને વિધાનસભાના છેલ્લા દિવસે જ કેગનો અહેવાલ રજુ કરે છે.

કેગના અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે GSPC (ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન) દ્રારા ૧૯૫૭૬ કરોડ રૂપિયાનું મૂડી રોકાણ કેજી બેસીન માં ઓઈલ અને ગેસ શોધવાના નામે કરી નાખવામાં આવ્યું છે. પરંતુ આજ સુધી વાણિજ્ય ઉત્પાદન એક રૂપિયાનું પણ થઈ શક્યું નથી. રાષ્ટ્રીય પ્રવક્તા અને ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે GSPC માં ભાજપની સરકારે માત્રને માત્ર ભ્રષ્ટ્રાચાર કર્યો છે. કેગના રીપોર્ટમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે ગુજરાત સરકારે ૧૭૫૭.૪૬ કરોડ રૂપિયાનો વિદેશમાં ૧૦ બ્લોક પાછળ ખર્ચ કર્યો હતો અને ત્યાર બાદ આ ખર્ચેલા ૯૯ ટકા રૂપિયા માંડવાલ કરી દેવામાં આવ્યા છે એટલેકે ૧૭૩૪.૧૨ કરોડ રૂપિયા ગુજરાત સરકારે માંડવાળ કરેલા છે. જે માત્ર ને માત્ર ભ્રષ્ટ્રાચાર છે.

 

ઉર્જા વિકાસ નિગમ અને જાહેર ક્ષેત્રના ગેરવહીવટ થી થયેલા ૯૫૩.૯૦ કરોડના ભ્રષ્ટ્રાચારને કેગ દ્રારા પેરેગ્રાફ ૪.૧ થી ૪.૬ માં દર્શાવવામાં આવ્યા છે.

ગુજરાત એ પાકિસ્તાનની સરહદ પર આવેલું રાજ્ય છે અને તેથી પુરતી સુરક્ષા હોવી જરૂરી છે. પરંતુ કેગના રીપોર્ટમાં ઉજાગર થયું છે કે હથીયાર, દારૂગોળો અને પોલીસ જવાનો તથા વાહનોનાં અભાવને કારને સુરક્ષા સામે પ્રશ્નાર્થ થાય છે. ભાજપના નેતાનો પોતાની આજુબાજુ કડક સુરક્ષા રાખીને ગુજરાતની જનતાને આંતકવાદીઓના હવાલે મુકવા માંગતા હોય તેવો અહેસાસ સ્પષ્ટ રીતે થાય છે. આંતકવાદી હુમલો થાય તો પોતે સુરક્ષીત રહે અને નિર્દોષ લોકો મરે પછી તેના નામે પોતાની વોટબેંક મજબુત કરવાની ભાજપની મંછા જણાય છે તેમ શ્રી ગોહિલે જણાવ્યું હતું.

ગુજરાત સરકાર વિકાસના કામોમાં ભ્રષ્ટ્રાચાર કરતી હોવાથી ૮૧૬૦.૮૮ કરોડના વપરાશી પ્રમાણપત્રો જ રજુ નથી થયા તેની ગંભીર નોંધ કેગ દ્રારા લેવામાં આવી છે.

સ્માર્ટસીટીની વાત કરનાર ભાજપ શહેરોની કેવી અણદેખી કરે છે તેની હકીકત પણ કેગના અહેવાલમાં છે. બોપલ તળાવ થી ઘુમા તળાવ સુધી વરસાદી પાણીના નિકાલ માટે કામ કરવાનું હતું તેના કરોડો રૂપિયા ખવાઈ ગયા છે પરંતુ કામ પૂર્ણ થયેલ નથી. તે જ રીતે વડોદરામાં ટીપી યોજનાનો તૈયાર કરવામાં અક્ષ્યમ વિલંબ થયો છે. વધુમાં કેગના અહેવાલમાં નોંધાયું છે કે ગરીબ માણસોના આવાસો માટે નિયમો થી અનામત રાખવાની જમીનોના બદલે વડોદરામાં માત્ર ૨.૬૯ ટકા જમીન ગરીબો માટે અનામત રાખવામાં આવી છે. વડોદરાના વિકાસ માટેના ૧૮૦ કરોડ રૂપિયા વુડા (વડોદરા ડેવલોપમેન્ટ ઓથોરીટી) એ વાપર્યા નથી.

કેગના અહેવાલમાં નોંધાયું છે કે આદિજાતિ વિસ્તારની સંપૂર્ણ ઉપેક્ષા ભાજપની સરકારે કરી છે. ત્રણ ઉચ્ચ સ્તરીય નહેરોની યોજના મારફત આદિજાતિ પ્રજાને સિંચાઈની સુવિધા પૂરી પાડવાના કામનું ખાતમુહૂર્ત ૨૦૦૩માં ભાજપની સરકારે કર્યું હતું આજે ૧૩ વર્ષ પછી ૩૨૯૦૦ હેક્ટરમાં સિંચાઈ થવી જોઈએ તેના બદલે માત્ર ૩૩૬૧ હેકટરમાં જ માંડ માંડ પાણી પહોચ્યું છે.

જયપુરને અમદાવાદ પછી મેટ્રોની મંજુરી મળી હોવા છતાં કોંગ્રેસની શ્રી અશોક ગહેલોત સરકારે જયપુરમાં મેટ્રો દોડતી કરી દીધી છે. જ્યારે અમદાવાદની મેટ્રોમાં ભ્રષ્ટ્રાચાર થી કરોડો રૂપિયા ખવાયા છે અને મેટ્રો ટ્રેનનું ઠેકાણું નથી. ઇન્દ્રોડા, મોટેરા અને ચિલોડા આ ત્રણ સ્થળોએ મેટ્રોનાં માટે ખર્ચાઓ કરીને ૩૭૩.૬૨ કરોડ વેડફી નાખવામાં આવ્યા છે. પરંતુ ઇન્દ્રોડા, મોટેરા અને ચિલોડા ખાતે પરિયોજનાના અહેવાલને મંજુરી ન હતી તેથી ૩૭૩.૬૨ કરોડ નિર્થક ગયા છે જે કેગે લખેલું છે.

કેગના અહેવાલમાં ખુબ ગંભીર ટીંકા નેશનલ સ્કીલ ડેવલોપમેન્ટ પોલીસીમાં ગુજરાત સરકારે યુવાનોને કૌશલ્ય તાલીમ આપવામાં કરેલા ભ્રષ્ટ્રાચાર અને ગેરવહીવટની નોંધ કરી છે. પોલીસી મુજબ દર વર્ષે ૪.૭૫ લાખ યુવાનોને કૌશલ્યની તાલીમ આપવાની હતી. પોલીસી ૨૦૦૯ માં આવી ત્યારથી લઈ ને માર્ચ ૨૦૧૫ સુધીમાં માત્ર ૧૧૮૫ ને જ તાલીમ આપવામાં આવી છે અને તેમાં પણ એક જ વ્યક્તિના નામ એક કરતા વધારે યોજનામાં લખી નાખવામાં આવ્યા છે. આ જ બતાવે છે કે ભાજપની સરકાર યુવાનોને કૌશલ્યની તાલીમ આપવાની વાતો કરે છે પરંતુ હકીકતમાં માત્ર ને માત્ર ભ્રષ્ટ્રાચાર કરે છે.

ગુજરાતની આરોગ્યની સેવામાં ભૂતકાળમાં ઉત્તમ હતી પરંતુ ભાજપના શાસનમાં સરકારી હોસ્પિટલો ખુલ્લી લુંટ ચલાવે છે. કેગના અહેવાલમાં નોંધાયું છે કે જીલ્લા લેવલની હોસ્પિટલોમા તજજ્ઞ ડોક્ટરોની ૭૭ ટકા જેટલી ઘટ જોવા મળી છે. આદિવાસી વિસ્તાર દાહોદ જીલ્લામાં ૪૪૦ પથારીની સામે માત્ર ૧૫૦ પથારી જ સરકારી હોસ્પિટલમાં છે આ દર્શાવે છે કે ભાજપ આદિવાસી વિરુધ્ધી માનસિકતા ધરાવે છે.

આલ્કોક એશડાઉન લિમીટેડ એ સરકારનું જહાજ બાંધવાનું કારખાનું ભાવનગર ખાતે છે. સરકારના અણઘડ વહીવટ અને ભ્રષ્ટ્રાચારના કારણે આલ્કોક એશડાઉન કંપનીને ૪૨ કરોડ ૮૦ લાખનું નુકશાન ગયેલ છે જેની કેગ દ્રારા ગંભીર નોંધ લેવામાં આવેલ છે.

નર્મદાની કેનાલોના કામોમાં ચાલતા કરોડો રૂપિયાના ભ્રષ્ટ્રાચાર અને ગેરવહીવટને પણ કેગ દ્રારા નોંધવામાં આવેલ છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પાણી માટે ટળવળે છે અને સરકાર નર્મદાના કામોમાં ભ્રષ્ટ્રાચાર કરે છે.

——————————————————————————————-