Press Note Guj Dt:02/01/2019 શક્તિસિંહ વિરુદ્ધ મેં કોઈ સમાચારો પ્રસિદ્ધ કર્યા કે કરાવ્યા નથી. અને તેમની પ્રતિષ્ઠાના ખંડનનો મારો કોઈ ઈરાદો ન હતો. – વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી
શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય
પ્રભારી- બિહાર અને રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી
અખબારીયાદી તા.૦૨.૦૧.૨૦૧૯
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કોંગ્રેસપક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા અને બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલ દ્વારા અપાયેલ નોટીસનો પ્રત્યુત્તર પાતાના વકીલ મારફતે આપતા જણાવ્યું છે કે શક્તિસિંહ વિરુદ્ધ પ્રસિદ્ધ થયેલ સમાચારો તેઓએ પ્રસિદ્ધ કર્યા નથી, કે કરાવ્યા નથી. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સુચનાથી તેમના વકીલ દ્વારા શક્તિસિંહને અપાયેલ પ્રત્યુત્તરમાં એમ પણ લખવામાં આવ્યું છે કે, “અમારા અસીલ મારફતે તમારી પ્રતિષ્ઠાને હાની પહોચે તેવો કોઈ ઈરાદો ન હતો “
અગાઉ તા :૧૬/૧૦/૨૦૮ના રોજ ગુજરાત વર્તમાનપત્ર તથા અંગ્રેજી વર્તમાનપત્રમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નામથી સમાચારો પ્રસિદ્ધ થયેલ જેમાં બિહારના કોંગ્રેસનાં પ્રભારી શક્તિસિંહ ગોહિલનું નામ ગુજરાતમાં બનેલી ઉત્તર ભારતીયો સામેની ઘટના સાથે જોડવામાં આવ્યું હતું. જેના સંદર્ભમાં શક્તિસિંહ ગોહિલે તા:૧૮/૧૦/૨૦૧૮નાં પ્રાથમિક લીગલ નોટીસ અને તા:૧૦/૧૨/૨૦૧૮ની ફાઈનલ લીગલ નોટીસ આપી મુખ્યમંત્રીને ખુલાસો કરવા જણાવ્યું હતું અને જો ખુલાસો ન કરે તો મુખ્યમંત્રીશ્રી સામે દીવાની તથા ફોજદારી કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી તેમજ ઉત્તર ભારતીયો પર હુમલા માટે ભાજપના ધારાસભ્યો અને કાર્યકર્તાઓ જવાબદાર છે તેના પુરાવા આપ્યા હતા.
શક્તિસિંહની લીગલ નોટીસનો પ્રત્યુત્તર મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના વકીલ દ્વારા તેમના અસીલની સુચના મુજબ આપવામાં આવ્યો છે. અને તેમાં સમાચારો મુખ્યમંત્રીએ આપ્યા કે અપાવ્યા નથી અને મુખ્યમંત્રીનો ઈરાદો શક્તિસિંહની પ્રતિષ્ઠાને હાની પહોચે તેવો ન હતો તેવો ખુલાસો વ્યક્ત કરાતા પ્રકરણ નો અંત આવેલ છે.
————————————————————————————–
નોંધ:- શ્રી વિજયભાઈ રૂપાણી ને લખેલ પત્રની નકલ આ સાથે સામેલ છે.