Close

February 4, 2013

Press Note Guj Dt:04/02/2013 on Lokayukta

Click here to view / download press note.

 Encl :-  Click here to view / download Gujarat Lokayukta Review Petition Documents

પૂર્વ વિરોધપક્ષના નેતાશ્રીનું કાર્યાલય
ગાંધીનગર

અખબારી યાદી                                           તા. ૦૪-૦૨-ર૦૧૩

 

કેન્દ્રની યુ.પી.એ સરકારની કેબીનેટે તાજેતરમાં મંજુર કરેલા લોકપાલના વિધેયકનો ખુબજ વિરોધ રાષ્ટ્રીય સ્તરે ભાજપ કરે છે. જયારે બીજી તરફ ભાજપની જ ગુજરાત ની સરકારના મુખ્ય મંત્રીએ કેન્દ્ર સરકારની કેબીનેટે પાસ કરેલા વિધેયકને સંપૂર્ણ વ્યાજબી ઠેરવતી લેખીત રજૂઆતો પોતાની રીવ્યુ પીટીશનમાં કરી છે. ભાજપના બેવડા અને સ્વાર્થી માપદંડોનો પર્દાફાશ કરતા વિરોધપક્ષના પૂર્વ નેતાશ્રી શકિતસિંહ ગોહિલે પ્રેસ અને મીડિયા સમક્ષ ગુજરાત સરકારે લોકાયુક્તની નિમણુંકને વિલંબમાં નાખવા જે  રીવ્યુ પીટીશન કરી છે તેની નકલ રજુ કરી હતી અને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના જે લોકપાલ વિધેયકનો રાષ્ટ્રીય સ્તરે ભાજપ વિરોધ કરે છે તેજ લોકપાલ વિધયકનો સંપુર્ણ બચાવ કરતી અને લોકપાલની નિમણુંકની પ્રકિયાને વ્યાજબી ઠેરવતી લેખીત રજુઆત ગુજરાતના મુખ્ય મંત્રીએ સિવિલ અપીલ ૮૮૧૪ – ૮૮૧૫ / ૨૦૧૨  ની રીવ્યુ  પીટીશનમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ કરી છે. રીવ્યુ પીટીશનના ગ્રાઉન્ડ (f) માં કેન્દ્ર સરકારની કેબીનેટ અને સિલેક્ટ કમિટી એ તૈયાર કરેલા લોકપાલ વિધેયક તેમજ લોકપાલની નિયુક્તિની જોગવાઈ કરતી કલમ ૪ ને સંપુર્ણ વ્યાજબી ઠેરવી છે. કેન્દ્ર સરકાર દ્વ્રારા જુદી જુદી ઓથોરીટીની જે નિયુક્તિઓ કરાય  છે તેનો વિરોધ ભાજપ રાષ્ટ્રીય સ્તરે કરે છે  પરંતુ ગુજરાતના મુખ્ય મંત્રીએ દાખલ કરેલી રીવ્યુ પીટીશનના ગ્રાઉન્ડ (g) માં ગુજરાતના મુખ્ય મંત્રીએ જણાવ્યું છેકે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ (કેગ), ઈલેકશન કમિશ્નર, યુ.પી.એસ.સી વિગેરેમાં કેન્દ્ર સરકાર જે નિમણુંકો કરે છે તે વ્યાજબી છે. આવી નિમણુંકોનો ચુંટાયેલી સરકાર અને વડાપ્રધાનનો અધિકાર છે. ઉચ્ચ ઓથોરીટીમાં નિમણુંકની પ્રકિયામાં વડાપ્રધાનનો મહત્વનો રોલ છે. અને તેથી નિમણુંક પામનાર ઉચ્ચ ઓથોરીટી તટસ્થતાથી કામ નહીં કરે તેમ માનવું વ્યાજબી નથી. રીવ્યુ પીટીશનમાં આવી દલીલ કરનાર ગુજરાતના મુખ્ય મંત્રી અને ભાજપ ક્યાં મોઢે સી.બી.આઈ ની ટીકા કરે છે?

        રીવ્યુ પીટીશનમાં કોઈ નવું કે મજબુત ગ્રાઉન્ડ નથી પરંતુ કોઈ પણ સંજોગોમાં ગુજરાતના મુખ્ય મંત્રી લોકાયુક્તની નિમણુંકને વિલંબમાં નાંખવા માંગે છે તેથી જ  યેનકેન પ્રકારે રોડાઓ નાખવામાં આવે છે. લોકાયુક્તની નિમણુંક વિલંબથી થવાના કારણે ઇન રીપેરેબલ લોસ (ન ભરી શકાય તેવું નુકશાન) ગુજરાતની જનતાને થઈ રહ્યું છે. લોકાયુક્તના કાયદા મુજબ પાંચ વર્ષ કરતાં જૂની ફરિયાદ લોકાયુક્ત તપાસી શકતા નથી અને તેથી એક એક દિવસનો વિલંબ એ ગુજરાતની જનતાને લોકાયુક્તને ભ્રષ્ટાચાર વિરુધ ફરિયાદ કરવાનો અધિકાર છીનવાઈ રહ્યો છે. ગુજરાતમાં લોકાયુક્તનો કાયદો હોવા છતાં છેલ્લા ૯ વર્ષથી ગુજરાતમાં લોકાયુક્તની નિયુક્તિ ગુજરાતના મુખ્ય મંત્રી થવા દેતા નથી. મુખ્ય મંત્રી જો સ્વચ્છ વહીવટ કરતા હોયતો લોકાયુક્તથી શા માટે ડરે છે? પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે જે કાનુની લડત મુખ્ય મંત્રીએ કરી છે તેમાં પ્રજાની તીજોરીના કરોડો રૂપિયા વેડફાયા છે.

————————————————————————————–