Close

May 4, 2014

Press Note Guj Dt:04/05/2014

Click here to view/download press note.

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી

 

અખબારી યાદી                                                              તા.૦૪.૦૫.૨૦૧૪

        લખપત અને અબડાસા વિસ્તારના ગામોમાં અર્ધ અછત સરકારે જાહેર કરવાનો નિર્ણય કરેલો છે તેની સામે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે મેં અબડાસા વિધાનસભા વિસ્તાર માંથી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું ત્યારેજ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને અંગત પત્ર લખીને જણાવ્યું હતુ કે સમગ્ર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ લખપત, અબડાસા અને નખત્રાણા તાલુકામાં પડ્યો છે. માટે તાત્કાલિક આ ત્રણે તાલુકાના તમામ ગામોમાં અછત જાહેર કરવી જોઈએ અને તાત્કાલિક પીવાનું પાણી, માલ ઢોર માટેનું પીવાનું પાણી, પુરતો ધાસચારો, રાહત કામો અને ઢોરવાડા શરૂ કરી દેવા જોઈએ. ચુંટણી કમિશ્નરશ્રીને પણ આ અંગેની જાણ કરવામાં આવી હતી. હવે સરકારે અછત જાહેર કરવાના બદલે અર્ધ અછત અને તે પણ લખપત તાલુકાના ૮૫ અને અબડાસા તાલુકાના ૨૧ જ ગામોમાં જાહેર કરી છે. અર્ધ અછત જાહેર કરેલા ગામોમાં થોડી રાહત જરૂર થશે પરંતુ હકીકતમાં છેલ્લા ત્રણ વર્ષથી આ વિસ્તારમાં અપૂરતો વરસાદ પડ્યો છે અને ગત વર્ષેતો આનાવારીના આંકડા જોઈએ તો પણ અત્યંત ઓછો વરસાદ થયો છે અને માટે આ તમામ ગામોમાં અર્ધ અછત નહી પરંતુ પૂર્ણ રીતે અછત જાહેર કરવી જોઈએ. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે મેં આજે ફરી બીજો પત્ર ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને લખીને માંગણી કરી છે કે લખપત, અબડાસા અને નખત્રાણામાં વિસ્તારને પૂર્ણ રીતે અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે અને તાત્કાલિક આ વિસ્તારોમાં પુરતું પીવાનું પાણી, ધાસચારો, માલ ઢોર માટેના પાણીની વ્યવસ્થા તેમજ ઢોરવાડા અને રાહતના કામો તાત્કાલિક શરૂ કરવામાં આવે. શ્રી ગોહિલે આશા વ્યક્ત કરી હતી કે સરકાર રાજકીય સમીકરણોને જોયા વગર પોતની જવાબદારીને ધ્યાને લઈને માનવતાની રીતે તાત્કાલિક રાહતની  કામગીરી શરૂ કરશે. આ વિસ્તારમાં અત્યંત મુશ્કેલ ભરી પરિસ્થિતિમાં લોકો અને માલ ઢોર જીવી રહ્યા છે ત્યારે સ્કેરસીટી મેન્યુઅલ મુજબ પણ સરકારની એ જવાબદારી બને છે કે રાહતની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવે અને લોકોને રાહત પૂરી પાડવામાં આવે. જરૂરી લોકોને રોકડ સહાય (કેશ ડોલ્સ) ની ચુકવણી પણ તાત્કાલિક શરૂ કરવી જોઈએ. અછત જાહેર થાય ત્યાર થી વ્યાજ માફી અને મહેસુલી બાકી લેણાંની ઉધરાણી સ્થગિત કરવાની જોગવાઈનો રાજ્ય સરકાર અમલ કરે તે જરૂરી છે.       

     ————————————————————————————