Close

May 5, 2013

Press Note Guj Dt:05/05/2013 on Narmada

Click here to view / download press note.

Encl : —    Agenda for The 85th Meeting of Narmada Control Authority.

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય,

 ગાંધીનગર

અખબારી યાદી.                                                                                                                                                                              તા. ૦૫-૦૫-ર૦૧૩

 

  • નર્મદા યોજના માટે ભૂતકાળની તમામ સરકારો બધાજ રાજકીય પક્ષોને સાથે રાખતી હતી.
  • નર્મદાનું સરપ્લસ પાણી ગુજરાત ન વાપરી શકે તેવો વાંધો મધ્ય પ્રદેશના ભાજપના મુખ્યમંત્રીએ ૮૪ની NCA ની મીટીંગમાં ઉઠાવીને ગુજરાતને નુકશાન કર્યું.
  • તા. ૦૮-૦૯-૨૦૦૫ના રોજ સિધ્ધપુર ખાતે મુખ્યમંત્રીએ લાખોના ખર્ચે સમારંભ કરીને કહ્યું હતું કે નર્મદાનું પાણી સિધ્ધપુરના પાદર સુધી સરસ્વતીમાં બારે માસ ભરેલું રહેશે અમે તે પછી ક્યારેય પાણી આવ્યું જ નથી.
  • નર્મદા યોજનામાં પોતે કરેલી ગુન્‍હાહિત બેદરકારીને ઢાંકવા માટે અન્‍ય પક્ષોને દૂર રાખીને જુઠ્ઠાણાના સહારે નાટક ચાલુ કરેલ છે.
  • ગુજરાત સરકાર અસરગ્રસતોને સમજાવી અને પુનઃવસન કરતી નથી અને બીજુ કામ મધ્‍યપ્રદેશની ભાજપની સરકાર કરતી નથી તેથી ગુજરાતના ડેમના દરવાજા બંધ કરવાની મંજૂરી ટ્રિબ્‍યુનલના ચૂકાદાથી બનેલી કમિટી આપતી નથી.
  •  આ મંજૂરી કેન્‍દ્ર સરકારે નથી આપવાની. આમ છતાં મુખ્‍યમંત્રી સદંતર જુઠ્ઠાણા ફેંકે  છે.
  • ગુજરાતના ખેડૂતો માટેની નર્મદા યોજનાનો લાભ અતિ જરૂરિયાતમંદ ખેડૂતોને આપવાના બદલે મુખ્‍યમંત્રીશ્રીએ પોતાના માનીતા ઉદ્યોગપતિઓને આપવાનું ચાલુ કરેલ છે.
  • નર્મદાનો કમાન્‍ડ એરીયા ટ્રિબ્‍યુનલના ચૂકાદા આધારિત નક્કી થયેલ છે. આ કમાન્‍ડ એરિયામાં મનસ્‍વી છેડછાડ કરવાથી ભવિષ્‍યમાં નર્મદા યોજનાને ખૂબ જ મોટુ નુકશાન થઈ શકે છે.
  • NGOના આયોજીત કાર્યક્રમમાં કેમ અન્‍ય રાજકીય પક્ષના નેતાઓને પ્રવચન આપવા ન બોલાવાયા? મુખ્‍યમંત્રી નર્મદા યોજનાની એક જાહેર મંચ પર ચર્ચા કરે.
  • આજે જ્યારે પૂરતું પાણી છે ત્‍યારે કેનાલ પ્રવર્તમાન સરકાર કે જે ૧ર વર્ષથી શાસન કરે છે તેણે પૂર્ણ કરી નથી તેથી જનતા મુશ્‍કેલીમાં છે. મુખ્‍યમંત્રી જાહેર મંચ પર ચર્ચા કરે અને તેમની નિષ્‍ફળતા સાબીત કરી આપીશું.

 

      નર્મદા યોજના એ ગુજરાતની જીવાદોરી છે. ભૂતકાળમાં તમામ રાજકીય પક્ષો સાથે મળીને નર્મદા યોજના માટે રાજકીય પક્ષાપક્ષથી ઉપર ઉઠીને સાથે મળીને લડતા હતાં. કમનસીબે પ્રવર્તમાન મુખ્‍યમંત્રીશ્રીએ આ પરંપરા તોડી છે. અને નર્મદા યોજનામાં પોતે કરેલી ગુન્‍હાહિત બેદરકારીને ઢાંકવા માટે અન્‍ય પક્ષોને દૂર રાખીને જુઠ્ઠાણાના સહારે નાટક ચાલુ કરેલ છે. હકીકતમાં ગુજરાતના ભાગે આવતા નવ એકર મિલિયન ફીટ પાણી કરતાં પણ વધારે પાણી ગુજરાતને ઉપલબ્‍ધ છે. અને સરપ્‍લસ પાણી વાપરવા માટે આયોજન કરવામાં પ્રવર્તમાન મુખ્‍યમંત્રીશ્રી નિષ્‍ફળ રહ્યા છે. તેથી છતા પાણીએ લોકો પાણીની હાડમારી ભોગવે છે. ગુજરાત સરપ્‍લસ પાણીનો ઉપયોગ કરી શકે છે અને તે અંગેનો સ્‍પષ્‍ટ ચૂકાદો (NWDT) ટ્રિબ્‍યુનલ મારફત અપાઇ ગયેલ છે. આમ છતાં મધ્‍ય પ્રદેશની ભાજપની સરકારે ગુજરાતના  સરપ્‍લસ પાણી પરના અધિકાર, નવી પદ્વતિથી પ્રવાહની ગણતરી, સ્‍ટોરેજ અને કેરી ઓવર સ્‍ટોરેજ અંગેના વાંધાઓ નર્મદા માટેની N.C.A    (નર્મદા કંટ્રોલ ઓથોરીટી) અને S.S.R.R.C.ની કમિટી સમક્ષ ઉભા કરેલ છે. N.C.A ની ૮૪મી મીટીંગમાં મધ્‍યપ્રદેશ દ્વારા જે મુદ્દાઓ ગુજરાત વિરુદ્વના ઉભા કરવામાં આવેલ હતા તેની નોંધ મિનિટ્સમાં છે. જે મિનિટ્સની નકલ કોંગ્રેસના વરિષ્‍ઠ આગેવાન શ્રી શક્તિસિંહ ગોહિલે પ્રેસ અને મિડિયાને આપીને જણાવ્‍યું હતું કે, જુઠ્ઠાણા ફેંકવાના બદલે ગુજરાતના મુખ્‍યમંત્રી પ્રથમ તેમની જ પાર્ટીના મધ્‍ય પ્રદેશના મુખ્‍યમંત્રીને ગુજરાતનું અહિત કરતા રોકે.

            ગુજરાતના મુખ્‍યમંત્રીએ તા. ૦૮-૦૯-૨૦૦૫ના રોજ વિશાળ મેદની ભેગી કરીને પાટણ જિલ્‍લાના સિધ્‍ધપુર ખાતે નર્મદા નીર સરસ્‍વતી સન્‍માનના નામે મોટો તાયફો કર્યો હતો. રાજ્યના અગ્રગણ્ય સંતોને ઉપસ્‍થિત રાખવામાં આવ્‍યા હતાં. મુખ્ય મંત્રીશ્રીના તે દિવસના પ્રવચનના અક્ષર સહ પ્રસીધ્ધ થયેલ અંશોને રજુ કરીને શક્તિસિંહે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે સરસ્વતી નદીના પટમાં ચેકડેમ છે તેમાં રોજના ૭૦ થી ૮૦ ક્યુસેકસ પાણી કેનાલ અને પાઈપ લાઈન મારફત છોડીને નદીમાં વહેવડાવવામાં આવશે. બારે માસ સિધ્ધપુરના  સિમાડા સુધી પાણી ભરેલું રહેશે. ઋષિ પંચમીના દિવસે સરસ્વતીમાં નર્મદાનું પાણી વહેવડાવીને મે મિત્રો મહાસંગમનું સર્જન કરેલ છે. ૨૦૦૫ માં લાખો રૂપિયા પ્રજાની તિજોરીના વેડફીને ૨૦૦૦ જેટલી બસો રોકી રાખીને કરાયેલ તાયફા પછી બારે માસ સિધ્ધપુરના પાદર સુધી પાણી ભરેલું રહેવાનું જુઠ્ઠાણું ફેકનાર મુખ્યમંત્રીને આજે એ નદીના પટમાં ક્રિકેટ રમતા છોકરાઓને નીહાળવા જોઈએ. સિધ્ધપુરની નદીમાં ૨૦૦૫ ના મુખ્યમંત્રીના બણગા પછી એક વખત પણ નર્મદાનું પાણી ભરાયું નથી. પોતાના જુઠ્ઠાણા માટે ૧૫૦ સાધુ સંતોને મુખ્યમંત્રીએ સિધ્ધપુર હાજર રાખ્યા હતાં આ સાધુ સંતો સિધ્ધપુરની સરસ્વતી નદીના તટમાં જઇને જુએ તો ખબર પડશે કે મુખ્યમંત્રી કેટલા      મોટા ફેંકુ છે. ગુજરાતમાંથી પૂજ્ય મહાત્‍મા ગાંધીએ સત્‍યનો સંદેશ આપીને ગુજરાતીઓનું ગૌરવ વધાર્યુ હતું. હવે જ્યારે ગુજરાતના મુખ્‍યમંત્રી સદંતર જુઠ્ઠાણા ફેંકે છે અને તેથી ગુજરાતના મુખ્‍યમંત્રીને દુનિયામાં લોકો ફેંકુ કહે છે ત્‍યારે દરેક ગુજરાતીને શરમ આવે છે. ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી ગુજરાતની અસ્‍મિતા માટે જુ્ઠ્ઠાણા ફેંકવાનું બંધ કરે.

       નર્મદાના દરવાજા બંધ કરવા અને પીયર્સના બાંધકામ માટે જરૂરી પુનઃવસનનું કામ મધ્‍યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્‍ટ્રે કરવાનું છે. તેમાં મહારાષ્‍ટ્રના ૩ર૩ અસરગ્રસ્‍ત પરિવારના પુખ્તવયના દિકરા દિકરીઓને વધારાની એક હેકટર જમીન આપવાની છે તે અસરગ્રસ્‍ત પરિવાર ગુજરાતમાં જમીન લેવા તૈયાર થયા હોવાથી N.C.A ની ટાસ્‍કફોર્સ  કમિટીની રરમી મીટીંગ  કે જે તા. ૦૮-૦૧-ર૦૧રના રોજ મળેલી તેમાં નક્કી થયેલ કે ગુજરાત સરકાર સરકારી જમીન સિવાયની સારી ખેતીની જમીન ખરીદ કરીને અસરગ્રસ્‍ત પરિવારોનું પુનઃવસન કરશે. આજે આ વાતને મહિનાઓ થયા છતાં ગુજરાત સરકાર અસરગ્રસતોને સમજાવી અને પુનઃવસન કરતી નથી અને બીજુ કામ મધ્‍યપ્રદેશની ભાજપની સરકાર કરતી નથી તેથી ગુજરાતના ડેમના દરવાજા બંધ કરવાની મંજૂરી ટ્રિબ્‍યુનલના ચૂકાદાથી બનેલી કમિટી આપતી નથી. આ મંજૂરી કેન્‍દ્ર સરકારે નથી આપવાની. આમ છતાં મુખ્‍યમંત્રી સદંતર જુઠ્ઠાણા ફેંકે છે. હકીકતમાં દરવાજા બંધ કર્યા વગર પણ આપણને પૂરતું પાણી મળે છે પરંતુ તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. નર્મદા કેનાલનું સંપૂર્ણ કામ પૂરૂ કર્યા પછી નવ એકર મિલિયન ફીટ પાણી ગુજરાતને મળવાનું છે.  અને તેના માટેનો કમાન્‍ડ એરીયા ફીક્સ છે. સરપ્‍લસ પાણી સામે મધ્યપ્રદેશ  વાંધો ઉઠાવે છે. તો ગુજરાતના મુખ્‍યમંત્રી સૌરાષ્‍ટ્રના ડેમો કેવી રીતે ભરશે? તે ગુજરાતની જનતાને જણાવે? ટ્રિબ્‍યુનલની ગણતરી મુજબ હાલ ગુજરાતમાં ૧૧ થી ૧ર મિલીયન એકર ફીટ પાણી આવે અને જ્યારે ઉપરની મધ્યપ્રદેશની તમામ યોજના પૂર્ણ થશે પછી ૯ એકર મિલીયન ફીટ પાણી ગુજરાતમાં આવશે.

       ગુજરાતના ખેડૂતો માટેની નર્મદા યોજનાનો લાભ અતિ જરૂરિયાતમંદ ખેડૂતોને આપવાના બદલે મુખ્‍યમંત્રીશ્રીએ પોતાના માનીતા ઉદ્યોગપતિઓને આપવાનું ચાલુ કરેલ છે. ભાલના ખેડૂતોને તથા કચ્‍છને માટે નર્મદા યોજના જરૂરી છે. તેવી દલીલ ગુજરાત સરકારે સુપ્રિમ કોર્ટ પાસે કરી હતી અને આજે ભાલના ખેડૂતો નર્મદાના કમાન્‍ડ એરીયામાંથી ર૮૦૦૦ હેક્ટર જમીન ડીનોટીફાઇડ કરી નાખવામાં આવી છે. અને ત્‍યાં ધોલેરા S.I.R બનશે. એજ રીતે સાણંદ વિસ્‍તારના ખેડૂતોને જ્યાં લાભ મળવાનો હતો ત્‍યાંની ૧૩૦૦૦ હેક્ટર જમીન ખેડૂતોની સિંચાઇ માટેના નર્મદા કમાન્‍ડ એરીયામાંથી રદ કરીને S.I.R તથા G.I.D.C ને આપી દેવાનું સરકારે નક્કી કર્યુ છે. વાગરા તાલુકાના ૩૩ ગામો અને ભરૂચ તાલુકાના ૧૧ ગામોની ૪પરપ૯ હેક્ટર જમીન પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ S.I.R માટે, અલિયાબેટ વિસ્‍તારની ૧૬૮૦૦ હેક્ટર જમીન એન્‍ટરટ્રેઇનમેન્‍ટ S.I.R માટે, સાંતલપુર તાલુકાના ર૦ ગામ અને ૩ ગામ રાધનપુર તાલુકાના મળીને ૧૮૬૭૪ હેક્ટર જમીન સાંતલપુર S.I.R માટે તેમજ હાલોલ, કાલોલ અને સાવલી તાલુકાની ૧રરર૯ હેક્ટર જમીન હાલોલ-સાવલી S.I.R માટે નોટીફાઇડ કરી નાખવામાં આવી છે. આ પૈકીની મોટા ભાગની જમીન નર્મદા કમાન્‍ડ એરિયાની છે. આ ઉપરાંત ૧૧ S.I.R ની રાજ્ય સરકારની દરખાસ્‍ત સાણંદ, બાવળા, અંજાર, ભચાઉ, ભુજ, માળીયા, માંડલ, સમી, બહુચરાજી, ડભોઇ, તીલકવાડાના હજારો હેક્ટર જમીન ધરાવતા અને મોટા ભાગના નર્મદા કમાન્‍ડ એરીયામાં આવતા ખેડૂતો જમીન વિહોણા બની જશે. રાજ્ય સરકારની ૩૧૯૬૬.૮૬ હેક્ટર (૩૧૯.૭૮ ચો. કિ.મી.) જમીનની SEZ માટે દરખાસ્‍ત છે. નર્મદાના કમાન્‍ડ એરીયામાંથી ડોનોટીફાઇડ જમીન કરવાની સરકારની કોઇ પોલીસી જ નથી. સરકારને મન પડે ત્‍યાં અને મન પડે ત્‍યારે ખેડૂતને પાયમાલ કરે તે રીતે પિયતમાંથી ડીનોટીફાઇડ જમીન થાય છે. હકીકતમાં નર્મદાનો કમાન્‍ડ એરીયા ટ્રિબ્‍યુનલના ચૂકાદા આધારિત નક્કી થયેલ છે. આ કમાન્‍ડ એરિયામાં મનસ્‍વી છેડછાડ કરવાથી ભવિષ્‍યમાં નર્મદા યોજનાને ખૂબ જ મોટુ નુકશાન થઈ શકે છે.      

       ગોંડલ નજીક દેવડા ગામ પાસે ભાદર નદીમાં મુખ્યમંત્રીએ આજે રવિવારે જુઠ્ઠાણા ફેંકવાની પરાકાષ્ટા પાર કરી હતી. સૌરાષ્ટ્રના તમામ ડેમો અને નદીઓને ચાર લીંક પાઈપલાઈનોથી જોડીને પાણીથી હું છલકાવી દઈશ. ખરેખર આવી જ જાહેરાત ૨૦૦૬માં મુખ્યમંત્રીએ કરી હતી. ૨૦૦૬માં કહ્યું હતું કે નર્મદાનું ૧ એકર મિલિયન ફીટ પાણી હું સૌરાષ્ટ્રને ફાળવું છું અને તમામ ડેમો તથા નદીઓમાં હું નર્મદાનું પાણી વહેવાડીશ. આ વાતને આજે સાત વર્ષ થયા પરંતુ એક ટીપું પાણી કોઈ ડેમમાં આવ્યું નથી. હવે આજે મુખ્યમંત્રીએ કહ્યું કે ચાર લીંક કેનાલ બનાવવામાં આવશે જેનો ખર્ચ રૂ. ૧૦,૮૧૬ કરોડ રૂપિયા થશે. હવે આ વરસના બજેટમાં માત્ર એક હજાર કરોડ રૂપિયા જ ફાળવ્યા છે અને તે રીતે જોઈએ તો આ યોજનાને અગિયાર વરસ લાગે. હવે અગિયાર વરસ દરમ્યાન નર્મદાની ઉપરની યોજનાઓ બની જશે પછી ગુજરાતને સરપ્લસ પાણી મળવાનું જ નથી. આ પછી તો ગુજરાતને પોતાના હિસ્સાનું નવ એકર મિલિયન ફીટ પાણી જ મળવાનું છે તે વાત ટ્રીબ્યુનલના ચુકાદાથી સ્પષ્ટ છે. આ નવ એકર મિલિયન ફીટ પાણી માટે ૧૮.૦૬ લાખ હેક્ટરનો કમાન્ડ અરિયા નિશ્ચિત છે તો પછી સૌરાષ્ટ્રને પાણી ક્યાંથી મળશે? હકીકતમાં છેલ્લા બાર વર્ષમાં નર્મદાનું કેનાલનું અને પાઈપ લાઈનનું કામ પૂર્ણ કરી દેવું જોઈતું હતું તે કર્યું નથી અને તે પાપને ઢાંકવા મુખ્યમંત્રી જુઠ્ઠાણા ફેંકે છે અને નાટક કરે છે.  

       રાજસ્‍થાનને માત્ર ૦.પ મિલિયન એકર ફીટ જ પાણી મળવાનુ છે અને તે પાણીથી રાજસ્‍થાનનો કમાન્‍ડ એરીયા ૭પ૦૦૦ હેક્ટરનો હતો. અદ્યતન ટેકનોલોજી અને કંટ્રોલ ઇરીગેશનનો સદ્દઉપયોગ કરી રાજસ્‍થાને આજે તેનો કમાન્‍ડ એરીયા ૭પ૦૦૦ હેક્ટરમાંથી વધારી ર.રપ લાખ હેક્ટર કરી નાખ્‍યો છે. જ્યારે બીજી તરફ સરદાર સરોવર યોજનાના પાણીમાં સૌથી વધારે હિસ્‍સો ગુજરાતને મળે છે. એટલે કે, નવ લાખ એકર મિલિયન ફીટ આ પાણીમાંથી ગુજરાતની ૧૮.૦૬ લાખ હેક્ટર જમીનને કમાન્‍ડ એરીયા જાહેર કરી હતી. આજે આ કમાન્‍ડ એરીયામાંથી એક પણ વિસ્‍તારનો વધારો ગુજરાતે કર્યો નથી. ૧૮ લાખ હેક્ટર કમાન્‍ડ એરીયામાંથી ગુજરાત સરકારે માત્ર પાંચ જ લાખ હેક્ટરમાં કેનાલનું કામ કર્યુ છે. ચાલુ વર્ષે પણ આયોજન મુજબનું કામ થતું નથી.  હયાત કમાન્‍ડ એરીયાનું કામ પણ પૂરૂ નહીં કરનાર ગુજરાતના મુખ્‍યમંત્રી ક્યા મોઢે વાણી વિલાસ કરે છે?

       ગુજરાતની નર્મદા યોજનાની સંપૂર્ણ વિગતો વિરોધપક્ષને અને નર્મદા વિભાગના માજી મંત્રીઓને આપવામાં આવતી હતી. સર્વપક્ષીય મિટીંગો મળતી હતી. આ બધી જ પ્રથા પ્રવર્તમાન મુખ્‍યમંત્રીશ્રીએ શા માટે બંધ કરી છે? NGOના આયોજીત કાર્યક્રમમાં કેમ અન્‍ય રાજકીય પક્ષના નેતાઓને પ્રવચન આપવા ન બોલાવાયા? મુખ્‍યમંત્રી નર્મદા યોજનાની એક જાહેર મંચ પર ચર્ચા કરે તેવી માંગણી શ્રી શક્તિસિંહ ગોહિલે કરી હતી, અને જણાવ્‍યું હતું કે, ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાને આગળ ધપાવવા ગુજરાતના તમામ લોકોએ સાથે મળીને ખૂબ જ સંઘર્ષ કર્યો હતો. આજે જ્યારે પૂરતું પાણી છે ત્‍યારે કેનાલ પ્રવર્તમાન સરકાર કે જે ૧ર વર્ષથી શાસન કરે છે તેણે પૂર્ણ કરી નથી તેથી જનતા મુશ્‍કેલીમાં છે. મુખ્‍યમંત્રી જાહેર મંચ પર ચર્ચા કરે અને તેમની નિષ્‍ફળતા સાબીત કરી આપીશું અને સાથો સાથ યોજનામાં જ્યાં કંઇ પણ જરૂર પડે ત્‍યાં કોંગ્રેસપક્ષ પૂર્ણ સાથ આપશે. 

—————————————————————————————-