Close

March 7, 2014

Press Note Guj Dt:07/03/2014 on Malnourished

Click here to view/download press note.

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી

 

અખબારીયાદી                                                                                              તા. ૦૭.૦૩.૨૦૧૪  

 

  • ગુજરાતમાં કુપોષણથી પીડાતા અતિભયંકર ઝોન એટલેકે રેડ ઝોન માં માત્ર ૦.૬૫% બાળકો હતા તે વધીને ૪.૬૬% થઈ ગયા છે.
  • ગુજરાત સરકારની આદિવાસી વિરોધી નીતિના કારણે આદિવાસી વિસ્તારોમાં કુપોષણથી પીડાતા મોડરેટ બાળકોની સંખ્યામાં ૪૪%નો વધારો થયો છે. અતિભયંકર રીતે પીડાતા બાળકોની ટકાવારીમાં ૫%નો વધારો.
  • ગુજરાત વર્ષોથી વિકસિત રાજ્ય છે પરંતુ છેલ્લા ૧૨ વર્ષથી ભાજપ સરકારની ગરીબ વિરોધી નીતિ અને ભષ્ટાચારના કારણે ગુજરાતમાં અસમતુલીત વિકાસ થયો છે.
  • સુપ્રિમ કોર્ટે ઓકટોબર ૨૦૦૪માં હુકમ કર્યો હોવા છતાં ગુજરાતમાં ૬૩.૩૭ લાખ બાળકોને ભાજપની સરકાર સપ્લીમેન્ટરી ન્યુટ્રીશન આપતી નથી.
  • ગુજરાતમાં દર ત્રીજુ બાળક કુપોષીત છે. દર બીજી કિશોરી ઓછું વજન ધરાવે છે અને દર ત્રીજી સ્ત્રી પણ કુપોષીત છે.
  • બાળકો અને મહિલાઓના કલ્યાણ માટેના પૈસા ભષ્ટાચારથી ભાજપના મળતીયાઓ ખાય છે.
  • મહિલાના કલ્યાણ માટેના ૫૦૦ લાખ રૂપિયાની બરબાદી ગુજરાતના મુખ્યમંત્રીએ પોતાના રાજકીય ભાષણોના મહિલા સંમેલનોમા કરી.
  • ગુજરાતમાં ૭૫૪૮૦ આંગણવાડીની જરૂરિયાત સામે માત્ર ૫૦,૨૨૫ આંગણવાડીઓ કાર્ય કરે છે.
  • નાબાર્ડ દ્રારા ૩,૩૩૩ આંગણવાડીના મકાન બનાવવા મંજુરી મળી છતા ગુજરાત સરકારે માત્ર ૧,૯૭૯ આંગણવાડીઓ ના મકાન બનાવ્યા.
  • બાળકોને પુરતો પોષણક્ષમ ખોરાક આપવા માટે અપાયેલા નાણા આયુર્વેદીક બિસ્કિટના નામે ભાજપના મળતીયાઓ ખાય જાય છે.

   ગુજરાત રાજ્ય વર્ષોથી વિકસિત રાજ્ય છે. ભૂતકાળની તમામ સરકારોએ ગુજરાતના વિકાસની જ માત્ર નહીં પરંતુ સમતુલિત વિકાસ થાય એ માટેની સતત ચિંતા કરી હતી. કમનસીબે છેલ્લા બાર વર્ષથી ગુજરાતમાં શાસન કરતી ભાજપની સરકારે માત્ર મોટા ઉદ્યોગપતિઓ ને જ માલામાલ કર્યા છે માટે ગુજરાતમાં અસમતુલીત વિકાસ ઉભો થયો છે. શ્રીમંત અને ગરીબ વચ્ચેનું અંતર ખૂબજ વધી ગયુ છે અને પરિણામે બાળકો અને મહિલાઓમાં  કુપોષણ ભયંકર રીતે વધી રહ્યું છે.

   કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકારનાજ કેટલાક આધારભૂત દસ્તાવેજો પ્રેસ અને મીડિયા સમક્ષ રજુ કરીને જણાવ્યું હતુ કે ગુજરાતમાં કુપોષણથી પીડાતા અતિભયંકર ઝોન એટલેકે રેડ ઝોનના બાળકો ૨૦૦૭ -૨૦૦૮ માં માત્ર ૦.૬૫ ટકા હતા જે વધીને ૨૦૧૦-૨૦૧૧માં ૪.૬૬ ટકા થઈ ગયા છે. ગુજરાતમાં દર ત્રીજુ બાળક એ કુપોષીત છે. દર બીજી કિશોરી એ ઓછું વજન ધરાવે છે. દર ત્રીજી સ્ત્રીએ કુપોષીત છે.

   રાજ્ય સરકારની આદિવાસી વિરોધી નીતિના કારણે જ્યાં ૮૦ આદિવાસી પ્રોજેક્ટ ચાલે છે તેવા ૧૧ જીલ્લાઓમાં જો નજર કરીએ તો  ૨૦૧૧-૨૦૦૧૨ ખરેખર કુપોષીત બાળકોની ટકાવારી ઘટવી જોઈએ તેના બદલે કુપોષણવાળા બાળકો ૨૦૧૧-૨૦૧૨માં મોડરેટ એટલેકે સામાન્ય કુપોષણથી પીડાતા બાળકોની ટકાવારી ૪૪ ટકા વધી ગઈ છે. જયારે અત્યંત ખરાબ એટલેકે વસ્ટ કુપોષીત બાળકો આ જ જીલ્લાઓમાં ૫ ટકા વધી જ્યાં છે. કમ્પ્ટ્રોલર અને ઓડીટર જનરલ (CAG) દ્વ્રારા પણ આદિવાસી જીલ્લાઓ માં રાજ્ય સરકારે જે દુર્લક્ષ સેવા છે અને તેના કારણે કુપોષણવાળા બાળકોનો ગ્રાફ ટકાવારીનો ખૂબ ઉચ્ચો ગયો છે તેની સખ્ત શબ્દોમાં ટીકા કરી છે. હક્કિતમાં કેન્દ્ર સરકાર દ્રારા આવતા કરોડો રૂપિયા કે જે બાળકલ્યાણ અમે મહિલાઓના કલ્યાણ માટે વાપરવા જોઈએ તે રૂપિયા ગુજરાત સરકાર પોતાની પ્રસિદ્ધિ અને માનીતાઓના ભ્રષ્ટાચાર માટે વાપરી રહી છે અને પરિણામે ગુજરાતમાં કુપોષણથી પીડાતા બાળકો અને મહિલાઓની ટકાવારી ઘટવાના બદલે ખૂબ મોટાપાયે વધી રહી છે. માનીતા ઉદ્યોગપતિઓની પાછળ ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાત સરકાર સતત વ્યસ્ત રહે છે અને રાજ્યના ગરીબ પરિવારો પ્રતે સતત દુર્લક્ષ સેવામાં આવી રહ્યું છે.

   નામદાર સુપ્રિમ કોર્ટે ઓક્ટોબર ૨૦૦૪માં સ્પષ્ટ હુકમ કર્યો કે દરેક આગણવાડીમાં લાયકાત ધરાવતા લાભાર્થીઓ ને પૂરેપૂરું સપ્લીમેન્ટરી ન્યુટ્રીશન સરકારે પુરુ પાડવું આમ સ્પષ્ટ હુકમ તમામ લાભાર્થીઓનો હોવા છતાં ગુજરાતમાં લાયક લાભાર્થી બાળકો કે જે ૬ મહિનાથી ૩ વર્ષના હોય તેવા ૨૨૩.૧૬ લાખ ૨૦૦૭ થી ૨૦૧૨ દરમ્યાન નોધાયેલ હતા જે ના સામે માત્ર ૧૭૦.૩૨ લાખ લાભાર્થીઓ ને ગુજરાત સરકારે ટારગેટ ઘણીને પસંદ કર્યા હતા અને આમાંથી માત્ર ૧૫૯.૭૯ લાખ નેજ ખરેખર લાભ આપવામાં આવ્યો હતો એટલેકે ૬૩.૩૭ લાખ જે સુપ્રિમ કોર્ટ ના હુકમ મુજબ લાભ લેવા અધિકૃત હતા તેમને ગુજરાત સરકારની બેદરકારીથી લાભથી વંચિત રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત સપ્લીમેન્ટરી ન્યુટ્રીશન મહિનામાં ૨૫ દિવસ સુધી અને વર્ષમાં ૩૦૦ દિવસ સુધી પુરુપાડવાની સ્પષ્ટ જોગવાઈ હોવા છતા રાજ્ય સરકારની બેદરકારીના કારણે આ પ્રકારનું સપ્લીમેન્ટરી ન્યુટ્રીશન ૯૬ – ૯૬ દિવસ સૂધી ઓછું અપાયાના દાખલાઓ પ્રાપ્ત થયા છે.     

   નક્કી થયેલા ધોરણ (AS PAR PRESCRIBED NORMS) કુપોષીત બાળક તરીકે જેમને શોધી કાઢવામાં આવ્યા હોય તેમને ૮૦૦ કેલેરી અને ૨૦ થી ૨૫ ગ્રામ પ્રોટીન આપવાનું ફરજીયાત છે. પરંતુ ગુજરાતમાં રાજ્ય સરકારની ગુનાહિત બેદરકારી અને ભ્રષ્ટાચારના કારણે કુપોષણથી પીડાતા ગુજરાતના બાળકોને આ લાભ મળી શક્યો નથી. કેગ દ્રારા આઠ જીલ્લામાં તપાસ કરવામાં આવી તો ગ્રેડ ત્રણ ના કુપોષીત બાળકોની નોધણી માર્ચ ૨૦૦૮ થી ૨૦૧૨ સુધીમાં જે કરવામાં આવી હતી તેમાં નોધાયેલ કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યા ૬૯,૪૫૩ હતી. આ બાળકોને ચોક્કસ નિર્ધારિત ન્યુટ્રીશન (પોષણ યુક્ત ખોરાક)  તમામને પુરુ પાડવાના બદલે માત્ર ૩૭ ટકા બાળકોને જ એટલે કે ૨૫,૬૭૩ બાળકોને જ ન્યુટ્રીશન આપવામાં આવેલ હતુ અને તે પણ નિર્ધારિત ધોરણો કરતા અત્યંત ઓછું હતુ. ૮૦૦ કેલેરીની જગ્યાએ  માત્ર ૫૦૦ કેલેરી ૨૫ થી ૨૫ ગ્રામ પ્રોટીનની જગ્યા એ માત્ર ૧૨ થી ૧૫ ગ્રામ પ્રોટીન અપાયેલું હતુ.

   જાન્યુઆરી ૨૦૦૬માં ભારત સરકારે ૫૦ ટકા રકમ ગુજરાતને ફાળવી હતી અને જણાવ્યું હતુ કે માઈક્રોન્‍યુટ્રીઅન્‍ટ (Micronutrients)  ના ધોરણો મુજબ ૬ વર્ષના બાળકો, સગર્ભા સ્ત્રીઓ, ધાતી માતાઓ  અને કિશોરીઓ ને તથા અન્ય જરૂરિયાત મંદ ને ૮૦ ગ્રામ સપ્લીમેન્ટરી ખોરાક આપવાનો હતો. ભારત સરકારમાં થી ૫૦ ટકા રકમ મળી હોવા છતા ગુજરાત સરકારે આ યોજનાનો બિલકુલ અમલ કરેલો જ નથી. પરિણામે ગુજરાતમાં કુપોષણવાળા બાળકો અને ઓછું વજન ધરાવતી મહિલાઓની સંખ્યામાં અક્ષમ્ય વધારો થયો છે.

   કેગ દ્રારા કરાયેલા ઓડીટમાં પણ ગુજરાત સરકારે બાળકો અને મહિલાઓ માટે જે ગંભીર બેદરકારીઓ રાખી છે તેને ઉજાગર કરવામાં આવી છે. ગુજરાતમાં ૭૫,૪૮૦ આંગણવાડી સેન્ટરની જરૂરિયાતની સામે માત્ર ૫૦,૨૨૫ આંગણવાડી સેન્ટર કામ કરી રહ્યા છે. ગુજરાતમાં નાબાર્ડ દ્રારા ૩,૩૩૩ આંગણવાડીઓ બાંધવા માટેની લોન આપવામાં આવેલી હતી જેના સામે માત્ર ૧,૯૭૯ આંગણવાડીઓ બાંધવામાં આવેલી છે.

   ગુજરાતમાં મહિલા કલ્યાણ અને બાળકોના કલ્યાણ માટે ફાળવવામાં આવેલ નાણાનો ભયંકર દુરપયોગ કરવામાં આવે છે. ગુજરાતમાં કુપોષણથી પીડાતા બાળકોને ખરા અર્થમાં જે પોષણ યુક્ત આહાર પૂરો પાડવો જોઈએ તેના બદલે કોઈ પણ જાતના ટેન્ડરની પ્રકિયા વગર આયુર્વેદીક બિસ્કિટના નામે તો કોઈક વખત ફોર્ટીફાઈડ આટાના નામે કે અન્ય રીતે માનીતાઓ પાસેથી હલકી ક્ક્ષાની સામગ્રી ખરીદીને ખૂબ મોટાપાયે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે અને તેથી કુપોષણથી પીડાતા બાળકોની ટકાવારીમાં સતત ખૂબજ મોટો વધારો થઈ રહ્યો છે.

   ગુજરાતમાં મહિલાઓના કલ્યાણ માટે આવેલા ૫૦૦ લાખ રૂપિયા ગુજરાતના મુખ્યમંત્રીએ પોતાના રાજયકીય ભાષણો કરવા માટેના મહિલા સંમેલનોમા બરબાદ કરી નાખ્યા હતા અને જેના પરિણામે ગુજરાતમાં મહિલાઓના કલ્યાણ માટે અને આરોગ્ય માટે વપરાવા જોઈતા નાણા વપરાયા નથી અને તેથી ગુજરાતમાં દર ત્રીજી મહિલાએ ઓછા વજનની તકલીફથી પીડાય છે.

——————————————————————————————–

 Photograph of Malnourished child - Press Note 07.03.2014

 

first page - press note 07.03.2014 page 45 - Press note 07.03.2014 Page 57 - press note 07.03.2014 page 59 - press note 07.03.2014