46091
пин ап
пинап
Close

May 8, 2014

Press Note Guj Dt:08/05/2014 on Modi is fake OBC

Click here to view/download press note.

Encl:-     Click here to view/download copy of the circular.

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી

 

અખબારી યાદી                                                  તા. ૮.૫.૨૦૧૪

       નરેન્દ્ર મોદી પછાત જાતિમાં જન્મેલા છે અને ઓ.બી.સી. છે તે સદંતર જૂઠ્ઠાણું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકારના જ તા. ૧-૧-૨૦૦૨ના પરિપત્ર ક્રમાંક – સશપ/૧૧૯૭/આઈ-૪/અ સચિવાલય, ગાંધીનગરની નકલ પ્રેસ અને મીડીયા સમક્ષ રજૂ કરીને જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી મોઢ ઘાંચી જ્ઞાતિના છે અને આ જ્ઞાતિ પછાત વર્ગ કે ઓ.બી.સી.માં આવતી જ ન હતી. ઉલટાનું, ગુજરાતી શબ્દકોષ માટે આધારભૂત પુસ્તક “ભગવદ્‍ગોમંડલ’ના પુરાતન મૂળ શબ્દકોષમાં જોઈએ તો મોઢ શબ્દ એ ચોક્કસ ગામમાં રહેતા ખૂબ જ શ્રીમંત અને અગ્રેસર જ્ઞાતિઓ માટે વપરાતો હતો. જેમ કે, મોઢ બ્રાહ્મણ, મોઢ વાણિયા અને તેલનો મોટાપાયે વેપાર કરનારા મોટા બિઝનેસમેન માટે મોઢ ઘાંચી શબ્દ વપરાતો હતો. આ કારણોસર જ આઝાદી આવ્યા બાદ દેશમાં અને ગુજરાતમાં ક્યારેય પણ કોઈપણ મોઢને પછાત જ્ઞાતિ કે બક્ષીપંચમાં સમાવવામાં આવેલી ન હતી. કેન્દ્રમાં ૨૦૦૦માં એનડીએની સરકાર હતી અને ગુજરાતમાં ભાજપની સરકાર હતી, તેમજ નરેન્દ્ર મોદી રાજકારણમાં સક્રિય અગ્રેસર બન્યા ત્યારે પોતાના રાજકીય લાભ અને પોતાની જ્ઞાતિ તથા પરિવારના આર્થિક લાભ માટે પોતાની જાતિ મોઢ ઘાંચીને ઓ.બી.સી.માં સદંતર ખોટી રીતે દાખલ કરી દીધેલ છે. શ્રી ગોહિલે ગુજરાત સરકારના તા. ૧-૧-૨૦૦૨ના પરિપત્ર પ્રેસ અને મીડીયા સમક્ષ રજૂ કરીને સાબિત કર્યું હતું કે, નરેન્દ્ર મોદીની જાતિ ઓ.બી.સી.માં હતી જ નહીં. જ્યારે ૨૦૦૧માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારબાદ તા. ૧-૧-૨૦૦૨ના પરિપત્રથી ઓ.બી.સી.ની યાદીક્રમાંક-૨૩ કે જેમાં માત્ર ઘાંચી (મુસ્લિમ) હતા, તેમાં મોઢ ઘાંચીનો ઉમેરો કરીને સમગ્ર ઓ.બી.સી. જાતિના અધિકાર ઉપર મોદીએ પોતાના સ્વાર્થ માટે તરાપ મારી છે. પછાત જાતિઓમાં એક વિકસિત અને શ્રીમંત જાતિનો ઉમેરો થવાથી સરકારી નોકરીઓમાં અને અન્ય યોજનાઓમાં લાભ મેળવતી ખરેખર સાચી પછાત જાતિઓને અન્યાય થયો છે. પછાત જાતિઓના અધિકારો ઉપર મોદી દ્વારા અતિક્રમણ થયું છે. આઝાદી આવી ત્યારથી ૨૦૦૨ સુધીમાં કેન્દ્રમાં અને ગુજરાતમાં અનેક સરકારો જુદા જુદા પક્ષની આવી, પરંતુ આટલા લાંબા સમયગાળા સુધી કોઈપણ સરકારે મોઢને પછાત ગણવાનું યોગ્ય માન્યું ન હતું. માત્ર નરેન્દ્ર મોદી પોતાના સ્વાર્થ ખાતર મુખ્યમંત્રી બન્યા પછી ઓ.બી.સી. જ્ઞાતિમાં પોતાની જ્ઞાતિનો સમાવેશ કરે તે શ્રી મોદીની સ્વાર્થી વૃત્તિની પરાકાષ્ઠા છે.

          ગુજરાતના નકલી એન્કાઉન્ટરની જેમ જ ગુજરાતના મુખ્યમંત્રી નકલી ઓ.બી.સી. છે. તેઓ ઉચ્ચ જાતિમાં જન્મેલા છે અને નીચી કક્ષાનું રાજકારણ કરે છે. માણસની માનસિકતાને માણસની જાતિ સાથે કાંઈ લેવાદેવા હોતી નથી. બાબાસાહેબ આંબેડકર એ આ બાબતનું સૌથી મોટું ઉદાહરણ છે. નરેન્દ્ર મોદી નીચી કક્ષાનું હલકું રાજકારણ કરે છે તે બધા જ જાણે છે અને જ્યારે કોઈ તેમની ગંદી હરકતો તરફ આંગળી ચીંધે ત્યારે સમગ્ર જાતિને પોતાના પાપ સાથે મોદી જોડે છે, તે સમગ્ર જાતિનું અપમાન છે. મોદીએ પોતે કરેલી હલકી કક્ષાની રાજનીતિની જવાબદારી સ્વીકારવાને બદલે સમગ્ર જાતિને પોતાની હલકી રાજનીતિના પાપ સાથે જોડીને સમગ્ર જાતિનું અપમાન કરેલ છે. મોદીની માનસિકતા જ ગરીબ, દલિત, બક્ષીપંચ અને લધુમતિની વિરોધી છે.

          પોતે ચા વેચવાવાળા હતા તે પણ સદંતર જૂઠ્ઠાણું છે. હકીકતમાં મોદીએ ક્યારેય ચા વેચી નથી, પરંતુ પોતાના એક સગાના કેન્ટીનના કોન્ટ્રાક્ટરનું કાઉન્ટર ટાઈમપાસ કરવા માટે સંભાળ્યું હતું. જો ખરેખર ગરીબ ચા વેચવાવાળો માણસ ગુજરાતનો મુખ્યમંત્રી બન્યો હોય તો ગાંધીનગરમાં અનેક ચાની લારીવાળાને ડીમોલીશનના નામે ક્યારેય બરબાદ ન કરત ! હકીકતમાં મોદી ગુજરાતમાં માનીતા ઉઘોગપતિઓને મફતના ભાવે હજારો હેક્ટર જમીન આપી ચૂક્યા છે અને સામા પક્ષે કેટલાય ગરીબ ચાની લારીવાળા કે નાના-મોટા ધંધા-રોજગારવાળાને તોડફોડ કરીને ડીમોલીશનના નામે બેકાર બનાવી ચૂક્યા છે. આ જ બતાવે છે કે, મોદીની માનસિકતા ગરીબ વિરોધી અને પોતાના સ્વાર્થથી ભરપૂર છે.

—————————————————————————————

 

One Comment on “Press Note Guj Dt:08/05/2014 on Modi is fake OBC

ranubha sodha
May 8, 2014 at 12:28 pm

good job sir,
and jay mataji shaktisinhji aap aage badho hum aapke sath hai.

Ranubha Sodha
vill:paiya post:kothara
ta abdasa(kutch)

Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

2

2

пинап
пинко