Close

August 14, 2013

Press Note Guj Dt:15/08/2013 For Narendra Modi, August 15 is the Republic Day of India!!!

Click here to view / download press note.

પૂર્વ વિરોધપક્ષના નેતાશ્રીનું કાર્યાલય

 ગાંધીનગર

અખબારી યાદી                                                      તા. ૧૫.૦૮.૨૦૧૩

 

       વડાપ્રધાનને ચેલેન્જ કરનાર ગુજરાતના મુખ્યમંત્રીને સ્વાતંત્ર પર્વ અને પ્રજાસત્તાક પર્વની વચ્ચેના તફાવતની પણ ખબર નથી. કચ્છમાં સ્વાતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ સંબોધન કરતા ગુજરાતના મુખ્યમંત્રી એ કહ્યું કે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ આપણે મળ્યા છીએ.” મુખ્યમંત્રીના આ પ્રવચનને યુટ્યુબ પર મુકીને (લીંક : http://www.youtube.com/watch?v=B56LaqZMS7k) કોંગ્રેસના વરિષ્ઠ નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ગુજરાતનો ઉજવળ ઈતિહાસ એવો રહ્યો છે કે રાષ્ટ્રીય તહેવારો ને ભૂતકાળના તમામ મુખ્યમંત્રીઓએ રાજકારણથી પર ઉઠીને રાષ્ટ્રીય ભાવના સાથે ઉજવ્યા હતાં. પરંતુ પ્રવર્તમાન મુખ્યમંત્રી રાષ્ટ્રીય તહેવારના દિવસે પણ સ્વાર્થી રાજકારણમાં મસ્ત રહે છે તેથી તેમને દેશ તા. ૧૫ ઓગસ્ટના આઝાદ થયો અને આ દિવસે સ્વાતંત્ર્ય દિવસ તરીકે મનાવાય છે. તેમજ આપણા બંધારણનો સ્વિકાર ૨૬ જાન્યુઆરીના થયો તેથી તે દિવસને પ્રજાસત્તાક પર્વ તરીકે ઉજવાય છે તેટલી પણ ખબર નથી. તા. ૧૫ ઓગસ્ટની પૂર્વ સંધ્યાને પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યા કહીને ગુજરાતના મુખ્યમંત્રીએ તેમની સ્વાર્થી વૃતિ અને દેશના ઈતિહાસ પ્રત્યેની ઉપેક્ષા છતી કરી છે.

        રાષ્ટ્રીય તહેવારના દિવસે પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને દેશમાં તથા રાજ્યોમાં તમામ રાજકીય પક્ષના નેતાઓ એક સાથે મળીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરતા હોય છે. આ પ્રકારની રાજકીય એકતા રાષ્ટ્ર માટે દર્શાવવાથી દુશ્મન દેશો સામે લડતા આપણા સૈનિકોનું પણ મનોબળ મજબુત બનતું હોય છે. આ પરંપરાને ગુજરાતના મુખ્યમંત્રીએ તોડી છે. પ્રજાના પૈસાના અઢળક ખર્ચ પછી રાષ્ટ્રીય તહેવારને તેઓ રાજકીય પ્લેટફોર્મ બનાવે છે. દેશના વડાપ્રધાનને ચેલેન્જ કરવાનો આ દિવસ ન હોઈ શકે. આજે જયારે આપણી સરહદો ઉપર તંગદીલી છે ત્યારે રાષ્ટ્રના હિતમાં રાષ્ટ્રીય તહેવારના દિવસે એકતાના દર્શન કરાવવા જોઈએ. ભાજપની આગેવાની વાળી NDAની સરકારના સમયમાં પાકિસ્તાનનું સૈન્ય આપણી સરહદમાં ધુસી ગયુ હતું (૧૯૯૯) કે એ જ સરકારના સમયમાં ૧૨ BSFના જવાનોને બાંગ્લાદેશની સરહદે મારી નાખવામાં આવ્યા હતાં (૨૦૦૧) ત્યારે કોંગ્રેસે રાજકીય લાભ લેવાનો પ્રયત્ન કર્યો ન હતો પરંતુ રાષ્ટ્રના હિતમાં એકતાના દર્શન કરાવ્યા હતાં. જ્યારે આજે કિસ્તાનની સરહદો પર તંગદીલી વચ્ચે આપણા જવાનો લડે છે તે સમયે કચ્છમાં જઇને રાષ્ટ્રીય તહેવારે રાજકારણ ગુજરાતના મુખ્યમંત્રી કરે છે તેનાથી દેશને નુકશાન થાય છે.

————————————————————————————–