Close

October 16, 2012

Press Note Guj Dt:16/10/2012 Kutch

Click here to view / download press note.

વિરોધપક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિધાનસભા, ગાંધીનગર

અખબારી યાદી                                                  તા. ૧૬-૧૦-ર૦૧ર

  • કચ્છને શાંઘાઈ બનાવવાની વાત કચ્છનું અપમાન છે. શાંઘાઈમાં માનવઆંક દુનિયામાં સૌથી નીચો છે, જ્યારે કચ્છની માનવતા દુનિયામાં સર્વોપરિ છે.
  • કચ્છને નર્મદાનું પાણી સૌથી પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ.
  • કચ્છમાં નર્મદાનું પાણી માનીતા ઉઘોગપતિઓને પહોંચ્યું, પરંતુ કચ્છની જનતાને નર્મદાનું પાણી મળતું નથી.
  • હજારો શિક્ષકોની જગ્યાઓની ભરતી ગુજરાતની સરકારે નહીં કરીને શિક્ષિત યુવાનો અને શિક્ષણ જગતને કર્યો છે ધોર અન્યાય.
  • કચ્છના કારીગરો, પશુપાલકો કે ખેડૂતોની પ્રવર્તમાન સરકારે સહેજ પણ ચિંતા કરી નથી.
  • ગુજરાતના મુખ્યમંત્રી ઈચ્છે છે કે ગુજરાતમાં આતંકવાદી આવવા જોઈએ. પોતે સલામત રહે અને થોડા ગુજરાતીઓ આતંકવાદી હુમલામાં મરે તો મુખ્યમંત્રીની વોટબેંક મજબુત બને.
  • ગુજરાતનો દરિયાકાંઠો મુખ્યમંત્રીના માનીતાઓએ ખૂબ પ્રદૂષિત કર્યો છે માટે ગુજરાતના માછીમારોને પાકિસ્તાનની સરહદમાં જવું પડે છે.
  • માંડવી અને ગાંધીધામ ખાતે હજારોની સંખ્યામાં ઉપસ્થિત કોંગ્રેસ કાર્યકર્તાઓને વિરોધપક્ષના નેતાનું સંબોધન.

કચ્છ જિલ્લાનામાંડવી અને ગાંધીધામવિધાનસભામતવિસ્તારોમાં હજારોની સંખ્યામાં ઉમટેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનોની સભાને સંબોધતાં વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રીએ કચ્છને શાંઘાઈ બનાવી દેવાની વાત કરીને કચ્છનુંઅપમાનકરેલ છે. ચીનના શાંઘાઈમાં માનવઆંક સૌથીનીચો છે અનેગરીબઅને શ્રીમંત વચ્ચેખૂબમોટીખાઈછે. જે શહેરમાં માનવ અધિકારોનું હનન થતું હોય અને માનવઆંક ન જળવાતો હોય તે શહેરનીસાથેકચ્છની સરખામણી ક્યારેય ન થઈ શકે. કચ્છનુંખમીરઅને કચ્છની માનવતાની મહેંક એ કચ્છનીસંસ્કૃતિછે. કચ્છના લોકોની ભાતીગળ સંસ્કૃતિના કારણે જ હંમેશા કહેવાય છે કે, “કચ્છડો તો બારેમાસ.” કચ્છને શાંઘાઈ બનાવવાની વાતો કરવાને બદલે કચ્છને કચ્છ જ રહેવા દઈને જે કચ્છના હિસ્સાનુંમળવાપાત્રછે તે સરકારેઆપવુંજોઈએ. છેલ્લા ૧૨ વર્ષના શાસનમાં કચ્છને સૌથી મોટોઅન્યાયકરવામાં આવ્યો છે અને કચ્છની મહામૂલીકુદરતીસંપતિઓને મુખ્યમંત્રીશ્રીના માનીતાઓ માટે લૂંટાવી દેવામાં આવી છે.

નર્મદા યોજનાના નીર કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને પહોંચે તે સૌથી મોટી પ્રાથમિકતા હતી. ભૂતકાળમાં સુપ્રિમ કોર્ટમાં પણ સરકારે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકોની હાડમારીને વ્યવસ્થિત રીતે રજૂ કરી ત્યારે જ સુપ્રિમ કોર્ટમાંથી નર્મદા યોજનાનો વિરોધ કરતા લોકોની પીટીશનને રદ્દ કરવામાં આવી હતી. આજે નર્મદા યોજના ૧૨૧ મીટરની ઊંચાઈએ પહોંચી છે અને હવે એક ઈંચ પણ ઊંચાઈ વધાર્યા વગર ગુજરાતના હિસ્સાનું ૯ એકર મિલિયન ફુટ પાણી તેમજ તેનાથી પણ વધારેનું પાણી ઉપલબ્ધ થયું છે. નર્મદા યોજનાની ઉપર મધ્યપ્રદેશમાં આવેલા પાંચ ડેમોમાંથી વીજળી પેદા થાય છે અને તેથી ફરજિયાત રીતે એ પાંચ ડેમોએ છોડેલું પાણી પણ નર્મદા બંધમાં આવે છે. આ નર્મદા યોજનાનું પાણી કચ્છના લોકો સુધી પહોંચવું જોઈએ તેના બદલે દરિયામાં વહી જાય છે, જે પ્રવર્તમાન સરકારની ગુનાહિત બેદરકારીને કારણે છે. નર્મદા યોજનાની હાલ જે કેનાલ બનાવી છે તે કચ્છને ભયંકર અન્યાયકર્તા છે. કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ કાચબાની ઢાલ જેવી છે અને માટે મધ્યમાંથી કેનાલ કાઢી હોત તો ગ્રેવીટીથી કચ્છના તમામ વિસ્તારમાં પાણી પહોંચાડી શકાય. પરંતુ પ્રવર્તમાન સરકારે માનીતા ઉઘોગપતિઓના લાભાર્થે નર્મદા યોજનાની કેનાલ કચ્છમાં દરિયાના કાંઠા પર માત્ર થોડા જ કિ.મી.ની બનાવી છે અને તેથી મહદ્‍ કચ્છ એ નર્મદાના નીરનો લાભ મેળવી શકેલ નથી. કોંગ્રેસની સરકાર ગુજરાતમાં આવશે તો નર્મદાનું પાણી કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને અગ્રીમતાથી આપવામાં આવશે.

શિક્ષણનું સ્તર જાળવવાની જવાબદારી એ સરકારની છે. કમનસીબે ગુજરાતની પ્રવર્તમાન સરકારે શિક્ષણ ક્ષેત્રની સંપૂર્ણ અવગણના કરી છે. ગુજરાત રાજ્યમાં હજારોની સંખ્યામાં શિક્ષકોની જગ્યાઓ ખાલી છે અને આ જગ્યાઓ ભરવાની જવાબદારી એ ગુજરાત સરકારની હતી. એ સ્વયંસ્પષ્ટ હતું કે, ડિસેમ્બર મહિનામાં સામાન્ય ચૂંટણીઓ આવશે અને આચારસંહિતાનો અમલ પણ આવશે અને એટલા જ માટે શિક્ષકોની તેમજ અન્ય સરકારી નોકરીઓમાં ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરી દેવાની જવાબદારી સરકારની હતી, પરંતુ માત્ર પોતાની પ્રસિદ્ધિ અને મુઠ્ઠીભર માનીતાઓને જ માલામાલ કરવામાં મસ્ત રહેલા ગુજરાતના મુખ્યમંત્રીએ શિક્ષકોની કે સરકારી અન્ય ખાલી જગ્યાઓની ભરતી કરેલ નથી. હાલમાં, ટેટની પરીક્ષા પાસ કરેલા તેમજ પી.ટી.સી., બી.એડ., સી.પી.એડ., સંગીત શિક્ષકો વગેરે અનેક શૈક્ષણિક રીતે સંપૂર્ણ સક્ષમ ગણાતાં યુવાનો બેરોજગાર બનીને ટળવળે છે. આ ભરતી સમયસર ગુજરાતની સરકારે નહીં કરીને યુવાનોને પણ અન્યાય કર્યો છે અને શિક્ષણ જગતને પણ ખૂબ મોટું નુકસાન કરેલ છે. હાલમાં પણ આ જગ્યાઓ આચારસંહિતા દરમ્યાન પણ ભરી શકાય તે માટે સરકારે પ્રયત્નો કર્યા નથી. નિયમિત ભરતીની પ્રક્રિયા વ્યાજબી રીતે પરિપૂર્ણ કરવા સરકાર માંગતી હોય તો આચારસંહિતા દરમ્યાન પણ ચૂંટણી કમિશનની મંજૂરી માટે દરખાસ્ત મોકલશે
તો કોંગ્રેસ પક્ષ તેમાં સહયોગ આપશે અને શિક્ષકોની ભરતી તાત્કાલિક થાય તેમ કોંગ્રેસ પક્ષ ઈચ્છી રહ્યો છે.

કચ્છના કારીગરો, પશુપાલકો કે ખેડૂતોની છેલ્લા ૧૨ વર્ષમાં ગુજરાતની પ્રવર્તમાન ભાજપની સરકારે સહેજ પણ ચિંતા કરી નથી. પશુપાલન, હસ્તકારીગરી અને ખેતી ઉપર મહદ્‍અંશે કચ્છનો આધાર હતો અને ધરતીકંપ પછી કુદરત મહેરબાન થઈ છે. માત્ર છેલ્લા વર્ષને બાદ કરતાં કચ્છમાં સતત ખૂબ સારા વરસાદ થયા છે, પરંતુ કુદરતની કૃપાનો લાભ કચ્છના ખેડૂતો, પશુપાલકો કે કચ્છના કારીગરોને મળી શક્યો નથી. કારણ કે, સરકારે જ કચ્છની સંપત્તિને પોતાના મુઠ્ઠીભર માનીતા ઉઘોગપતિઓને પધરાવી દીધી છે. કચ્છનું ગૌચર માનીતા ઉઘોગપતિઓને દેવાઈ ગયું છે. પશુપાલકો માટેનો ઉત્તમ વિસ્તાર કચ્છના બન્નીનો વિસ્તાર છે અને તે વિસ્તારમાં પણ કચ્છના પશુપાલકો માટે આ સરકારે મોટા ઉઘોગપતિઓની તરફેણમાં અનેક મુશ્કેલીઓ ઊભી કરી છે. કોઈપણ ગુજરાતી ક્યારેય પોતાના પશુને વેચતો ન હતો, કારણ કે, ગૌચરમાં મફતમાં ચરાવીને એ ઢોરને નિભાવી શકાતું હતું. પોતાના આંગણે જ પશુ જીવે ત્યાં સુધી રહે અને તેની સારવાર આમ ગુજરાતી કરતો હતો, પરંતુ પ્રવર્તમાન સરકારે ૩,૩૩,૦૦૦ હેક્ટર ગૌચરની જમીનો માનીતા ઉઘોગપતિઓને આપી દેવાના કારણે પશુને ખીલા પર ઘરે બેસીને ખવડાવવું હોય તો ૬૦થી ૬૫ રૂપિયાનો ખર્ચ એ ગુજરાતીને લાગતો હોય છે અને પરિણામે દિલ પર પથ્થર રાખીને પશુને વેચવાની પશુપાલકો કે ખેડૂતોને ફરજ પડે છે અને તેથી પશુઓ કતલખાને જાય છે. આમ, કતલખાને જતા પશુઓનું પાપ એ ગુજરાતના મુખ્યમંત્રીના કારણે જ ગુજરાતમાં થઈ રહ્યું છે.

સમગ્ર દેશમાં સૌથી મોટો દરિયાકિનારો એ ગુજરાત રાજ્ય પાસે છે. ૧,૬૬૦ કિ.મી. લાંબો દરિયાકાંઠો ધરાવતા આપણા ગુજરાતના માછીમારો માટે દુનિયાની ઉત્તમ માછલીઓ મળી શકતી હતી અને ક્યારેય પણ આપણા માછીમારોએ પાકિસ્તાનની સરહદમાં જવું પડતું ન હતું. ઊલટાનું, પાકિસ્તાનના માછીમારો સારી માછલીઓ મેળવવા ગુજરાતના દરિયાકાંઠે આવતા હતા અને આપણા કોસ્ટલ સિક્યુરીટી દ્વારા તેમને પકડીને જેલમાં મૂકાતા હતા. પ્રવર્તમાન મુખ્યમંત્રીએ પોતાના માનીતાઓને દરિયાકાંઠો પ્રદૂષિત કરવા માટે પૂરેપૂરી છૂટ આપી દીધી છે અને પરિણામે ગુજરાતનો દરિયાકાંઠો એટલો પ્રદૂષિત થયો છે કે, ગુજરાતના માછીમારોને ગુજરાતની સરહદમાં માછલીઓ મળતી જ નથી અને હવે નાછૂટકે તેમણે પાકિસ્તાનની સરહદમાં જવું પડે છે અને તેઓ પાકિસ્તાનમાં કેદ થાય છે. ગુજરાતી માછીમાર પાકિસ્તાનની કેદમાં કેદ થાય છે તેનું કારણ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીની માનીતા ઉઘોગપતિઓ માટેની પ્રદૂષણ કરવા દેવાની નીતિ જવાબદાર છે.

કચ્છ એ સરહદ પર આવેલું છે અને ત્યારે સરહદોની સુરક્ષા કરવાની જવાબદારી કેન્દ્ર અને રાજ્ય બંનેની સંયુક્ત છે. કમનસીબે, ગુજરાતની સરકારે પોતાના હિસ્સામાં આવતી સરહદોની સુરક્ષાની બાબતમાં સંપૂર્ણ ઉદાસીનતા રાખી છે. ગુજરાતની સરહદ ઉપર આવેલી મરીન પોલીસ ચોકીઓ ખુલ્લી મૂકી દેવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા જે અઘતન બોટ માટેની ખૂબ મોટી રકમ અપાય છે, તે બોટ ખરીદાઈ ગઈ છે, પરંતુ મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય દ્વારા આ બોટને ચલાવનારા સ્ટાફની નિમણુંક કરવાની ફાઈલ મહિનાઓથી રોકી રાખવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી ઈચ્છે છે કે, સરહદો ઉપર સલામતી ન રહેવી જોઈએ અને તેથી બાજુમાં જ આવેલા પાકિસ્તાનમાંથી કોઈ આતંકવાદી ગુજરાતમાં આવે અને કોઈક આતંકવાદી ઘટના બને તો જ તેમની વોટબેંક મજબુત બને. ગુજરાતના મુખ્યમંત્રી પોતાની આજુબાજુ જડબેસલાક પોલીસ બંદોબસ્ત રાખે છે અને બાકીના ગુજરાતીઓની સલામતીની સહેજ પણ ચિંતા કરતા નથી. કામના નામે કે રામના નામે કે હવે જૂઠ્ઠાણાંને નામે પણ મત મળે તેમ નથી ત્યારે ગુજરાતમાં કોઈક આતંકવાદી આવી જાય અને આતંકવાદી ઘટના બની જાય તો ફરી આતંકવાદના નામે ભાષણો કરીને મતો મેળવવાની ગુજરાતના મુખ્યમંત્રીની પેરવી ચાલી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂતકાળમાં પણ જ્યારે ચૂંટણી નજીક આવી ત્યારે સામેથી આતંકવાદીઓને ચેલેન્જ કરીને આમંત્રણો આપીને ગુજરાતમાં બોલાવતા હતા. ગુજરાતની અક્ષરધામની ઘટના હોય કે સિવિલ હોસ્પિટલ ખાતેની ઘટના હોય કે અન્ય આતંકવાદી ઘટના હોય એ હંમેશા ચૂંટણીના સમયે જ બની છે અને તેના બાદ જ મુખ્યમંત્રીએ આતંકવાદના નામે ભાષણો કરીને મતોની રાજનીતિ કરી છે. પોતાના બંગલાને લોખંડી કિલ્લેબંધી રાખવાની અને બંગલાની સામે જ આવેલા અક્ષરધામને આતંકવાદીઓના હવાલે કરવાની યોજના એ આ વાતનો સૌથી મોટો પુરાવો છે. ચૂંટણી પહેલાં ગુજરાતમાં આતંકવાદી આવે તેવી મુખ્યમંત્રીની ઈચ્છા હોય તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

ગુજરાતમાં ઘરનું ઘર આપવાની કોંગ્રેસની યોજના એ સંપૂર્ણ કવાયત પછી ચોક્કસ ગૃહિણીને ઘરનું ઘર આપી શકાય તે મુજબ કોંગ્રેસ પક્ષે તૈયાર કરેલી યોજના છે. ગુજરાતના મુખ્યમંત્રીએ ગુજરાતની કોઈ ગૃહિણીને ઘરનું ઘર આપવાનો પ્રયત્ન કર્યો નથી, જ્યારે કોંગ્રેસને આ યોજનાનો ખૂબ મોટો સહયોગ મળ્યો ત્યારે સરકારી ખર્ચે ગુજરાતના મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે, પોતાની સરકારે લાખો ઘર ગુજરાતીઓને બનાવીને આપ્યા છે, પરંતુ તે જ સમયે કચ્છ લડાયક મંચે આર.ટી.આઈ.માં મેળવેલ માહિતી આપીને એ વાતનો પર્દાફાશ કર્યો હતો કે, ગુજરાતના મુખ્યમંત્રીએ આપેલ જાહેરાત એ સદંતર જૂઠ્ઠાણું છે, ગુજરાતની સરકારે ગુજરાતમાં કોઈને પાકા ઘરના ઘર આપ્યા નથી. કોંગ્રેસ પક્ષની સરકાર ગુજરાતમાં સત્તામાં આવશે તો પૂરા ગેસના ૧૨ બોટલ સબસીડીના ધોરણે સસ્તા આપવામાં આવશે.

————————————————————————————————–