Close

March 17, 2011

Press Note Guj Dt:17/03/2011 on Ori Vaccine (Kutch)

Click here to view / download press note.

વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

અખબારીયાદી                                                                             તા.૧૭-૩-ર૦૧૧

  • કચ્‍છના આદીપુર ખાતેના બાળકોના મૃત્‍યુ માટે સરકારની બેદરકારી જવાબદાર.
  • WHO તથા રાષ્‍ટ્રીય માર્ગદર્શક રેખાઓનો સંપૂર્ણ ભંગ થવાથી નિર્દોષ બાળકોએ
    જીવ ગુમાવ્‍યા.
  • AEFI સેન્‍ટર, જરુરી દવાઓ, તથા ટ્રેનિંગ નહીં અપાયેલ હોવાથી કચ્‍છના આદીપુરના કુમળા બાળકોના જીવ ગયાં.
  • ગુજરાતમાં વેકસીનેશનની ટકાવારી વધવાને બદલે ઘટી રહી છે.

કચ્‍છમાં નિર્દોષ બાળકોના મૃત્‍યુ પછી સત્‍ય હકીકત છૂપાવવા માટે ગુજરાતના આરોગ્‍યમંત્રીશ્રી વેકસીનમાં બન્‍યું છે તેવા બધા મિથ્યા સવાલો કરીને સત્‍ય છૂપાવી રહ્યાં છે. હકીકત એ છે કે, Meseals (ઓરી)ના વેકસીનમાં વિપરીત રીએકશન આવવાની શક્યતાઓ ઘણી હોય છે અને આ વિપરીત રીએકશન મેડિકલ સાયન્‍સમાં .Anaphylytic કહેવામાં આવે છે. આજ કારણોસર ભારત સરકારની રાષ્‍ટ્રીય ગાઇડલાઇન તથા WHO ની ગાઇડ લાઇન સ્‍પષ્‍ટ રીતે આપવામાં આવી છે કે, આ વેકસીનની શરુઆત કરતાં પહેલાં AEAI (Adverse Effects After Immunization) ટ્રેનિંગ આપવી જોઇએ. તેમજ કોઇ રીએકશન આવે તો તેને તાત્‍કાલિક બચાવી શકાય તે માટે AEFI સેન્‍ટર ઉભા કરવા જોઇએ. આ સેન્‍ટર પર Adrenalin તેમજ બીજી દવાઓ મૃત્‍યુ ન થાય તે માટે રાખવી જોઇએ. ગુજરાત સરકારની ગુન્‍હાઇત બેદરકારી હતી અને રાષ્‍ટ્રીય ગાઇડ લાઇન તથા WHO ની ગાઇડ લાઇનની સંપૂર્ણ અનદેખી કરીને કચ્‍છના આદીપુર ખાતે વેકસીન આપવામાં આવેલા જેનાથી નિર્દોષ બાળકોના મૃત્‍યુ થયાં છે.

રાષ્‍ટ્રીય ફેમિલી હેલ્‍થ સર્વેએ NFHS-III માં સ્‍પષ્‍ટ દર્શાવ્‍યું છે કે, NFHS-II કરતાં ગુજરાતમાં આ વેકસીન NFHS-III ૭ ટકા જેટલું ઘટી ગયું છે. જે બતાવે છે કે, વિકાસના નામે બણગા ફૂંકનારી ભાજપની સરકારે કચ્‍છના બાળકો માટે કેટલી લાપરવાહી દાખવી છે.

———————————————————————————————–