Close

March 18, 2011

Press Note Guj Dt:18/03/2011 Home & Education Department

Click here to view / download press note.

વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

અખબારીયાદી                                                                     તા.૧૮-૩-ર૦૧૧

 

  • ગુજરાતમાં શિક્ષણ અને રક્ષણસાવ ખાડે ગયું છે.
  • મુખ્‍યમંત્રીશ્રી એક સલામત અને આખું ગુજરાત અસલામત.
  • રાજ્યના પોલીસ દળને બદઇરાદાથી નબળું પાડવામાં આવી રહ્યું છે.
  • મુખ્‍યમંત્રીશ્રી ઇચ્‍છે છે કે, અસલી કે નકલી આતંકવાદીઓ ગુજરાતમાં આવવા જોઇએ. પોતે સલામત રહે અને ગુજરાતીઓ ભલે મરે પણ તોજ આતંકવાદના નામે તેમનું રાજકારણ ચાલે.
  • ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીને આત્‍મા જેવું નથી એટલે આત્‍માનો અવાજ તેમને ન સંભળાય.
  • કેન્‍દ્ર સરકારે પોલીસ દળને આધુનીકરણ માટે આપેલાં લાખો રુપિ‍યા ગુજરાતનાં હિતમાં વપરાયાં જ નહીં.
  • કાયદો અને વ્‍યવસ્‍થાની સ્થિતિ કથળી છે અને અપરાધોનો આંકડો આસમાને.
  • પોલીસને રજા પગાર કે પ્રમોશન આપવામાં ભાજપની ગુજરાત સરકાર નિષ્‍ફળ.
  • મુખ્‍યમંત્રીશ્રી એવા ડરપોક શિકારી છે કે, બીજાના ખભે બંદૂક ફોડે છે.
  • ગુજરાતની એન્‍જીનીયરીંગ અને પોલીટેકનીક કોલેજોમાં ૭પ ટકા અને ૬૯ ટકા જગ્‍યાઓ ખાલી.

         ગુજરાત વિધાનસભામાં આજે ગૃહ અને શિક્ષણ વિભાગની માંગણીઓ ઉપર બોલતાં વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં રક્ષણ અને શિક્ષણ સદંતર કથળી ગયું છે. રાજયમાં પોલીસદળમાં અસંખ્‍ય જગ્‍યાઓ ખાલી છે. તેમજ કેન્‍દ્ર સરકાર તરફથી રાજયના પોલીસ સ્‍ટેશનોના આધુનિકરણ માટે આવતાં નાણાં પણ રાજ્ય સરકાર વાપરતી નથી. કેન્‍દ્ર સરકાર દ્વારા પોલીસ આધુનિકરણ માટે સન-ર૦૦૮-૦૯માં ૬૦૬ લાખ, કેન્‍દ્ર સરકારે આપેલાં હતાં. તે પણ રાજ્ય સરકાર જે વાપરી શકી નથી. સન-ર૦૦૯-૧૦માં ૪૧ર લાખ રુપિ‍યા કેન્‍દ્રના વપરાયા વગર પરત ગયાં. સન-ર૦૧૦-૧૧માં કેન્‍દ્ર સરકારે ૪૦૧૮ લાખ રુપિ‍યા રાજ્યને  આપ્‍યા પછી જાન્‍યુઆરી-ર૦૧૧ સુધીમાં માત્ર ૬૭૧ લાખ ગુજરાતની સરકાર વાપરી શકી છે.

         રાજ્યમાં મુખ્‍યમંત્રીશ્રી પોતાની આજુબાજુ લોખંડી કિલ્‍લો રાખે છે પરંતુ સમગ્ર ગુજરાતને સુરક્ષા વિહોણો બનાવીને બેઠા છે.રાજ્યમાં એક સલામત અને આખુ ગુજરાત અસલામતજેવી પરિસ્થિતિ છે.

        ગુજરાતમાં પોલીસ અધિકારીઓ માટે તથા પોલીસ સ્‍ટેશનો માટે કેન્‍દ્ર સરકારે ગુજરાત સરકારને આપેલાં ૩૩.૭૮ કરોડ રુપિ‍યા પણ વપરાયા વગરના પડી રહયાં હતાં.

         પોલીસ દળમાં ઓછી ભરતી કરીને તેમજ ઓછી સુવિધાઓ આપીને રાજ્યનાં પોલીસ દળને નબળું પાડવામાં આવી રહ્યું છે. મુખ્‍યમંત્રીશ્રીની આજુબાજુ સેંકડો જવાનો તહેનાત હોય છે. પરંતુ આમ ગુજરાતી માટે સુરક્ષાની વ્‍યવસ્‍થા નથી. રાજ્યમાં દિન-પ્રતિદિન ખૂન, ધાડ, લૂંટ અને બળાત્‍કારના ગુન્‍હાઓ વધી રહ્યાં છે. રાજ્યનાં મુખ્‍યમંત્રીશ્રી બદઇરાદાથી ગૃહ વિભાગને નબળો રાખે છે અને ઇચ્‍છે છે કે, પાકિસ્‍તાનની સરહદે આવેલાં  ગુજરાત રાજ્યમાં આતંકવાદીઓ આસાનીથી આવવા જોઇએ. પોતે પોતાની આજુબાજુ લોખંડી કિલ્‍લો રાખી સલામત રહે પરંતુ આમ ગુજરાતી આતંકવાદીના હવાલે થાય તોજ આતંકવાદના નામે મુખ્‍યમંત્રીશ્રીનું રાજકારણ ચાલે. જો અસલી આતંકવાદી ન આવે તો નકલી આતંકવાદીને લાવીને ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીએ આતંકવાદના નામે મતોનું રાજકારણ કરેલું છે. ગુજરાતમાં સુપ્રિમ કોર્ટે કહ્યું છે છતાં સ્‍ટેટ સિકયુરીટી કમિશન, પોલીસ  એસ્‍ટાબ્‍લીસમેન્‍ટ બોર્ડ અને પોલીસ કમ્‍પ્‍લેઇન ઓથોરીટી કાર્યરત નથી.

         ગુજરાતમાં કુમળાં બાળકોને જુવેનાઇલ જસ્‍ટીશ કાયદા મુજબ કાળજીથી રાખવામાં આવતાં નથી. આ બાળકોને રીઢા ગુનેગારોથી દૂર રાખતાં નથી. જુવેનાઇલ હોમ્‍સમાં બાથરુમ, સંડાસ કે રહેવાની કોઇ સગવડ નથી. જુવેનાઇલ જસ્‍ટીસ બોર્ડમાં ૬પ૩૧ કિસ્‍સાઓ ચાર માસથી પેન્‍ડીંગ છે.

         ગાંધીજીના મંદિરની વાત કરનારાના રાજયમાં દારુની રેલમછેલ છે માત્ર રાજકોટ જિલ્‍લામાં છેલ્‍લાં વર્ષમાં ૧૯,૩૭૮ દારુના કેસો નોંધાયા અને પાંચ કરોડ રુપિ‍યાનો દારુ પકડાયો છે. સન-ર૦૧૦માં માત્ર અમદાવાદમાં ૮ર ખૂન,૮૦૬, લૂંટ, પર બળાત્‍કાર,ર૦૭ અપહરણ અને પ૪૧પ ચોરીઓના ગુનાઓ નોંધાયેલ છે.આખા રાજ્યમાં આંકડો ખૂબ મોટો થયો છે.

         ગૃહ વિભાગની માંગણી છતાં ગેરહાજર રહેનારા મુખ્‍યમંત્રીશ્રીની ટીકા કરતાં વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે  જણાવ્‍યું હતું કે, ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીને આત્‍મા જેવું કશું જ નથી અને તેથી તેઓ આત્‍માના અવાજની જેમ વર્તે તેમ કહી શકાય તેમ નથી. રાજ્ય કક્ષાના ગૃહમંત્રીશ્રી પ્રફુલ્‍લભાઇ પટેલ અને અધિકારીઓને ચેતવણી આપતાં જણાવ્‍યું હતું કે, મુખ્‍યમંત્રીશ્રી એવા ડરપોક શિકારી છે કે, સામી છાતીએ કાંઇ કરવાની હિંમત નથી કોઇકના ખભે બંદૂક ફોડે છે અને જ્યારે મુશ્‍કેલી આવે ત્‍યારે જેણે ખભો આપ્‍યો હોય તેને હોમી દઇને પોતાની જાતને બચાવે છે.

        ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી સામે જે તે સમયે ભાજપના વડાપ્રધાન પાસે ફરિયાદ કરનારને મુખ્‍ય કાવત્રાખોર પોલીસે બનાવી દીધો હતો પરંતુ નામદાર કો્ર્ટે આ વ્‍યક્તિને નિર્દોષ છોડેલ છે. આપણા દેશના કાયદાના સિધ્‍ધાંતો મુજબ ૯૯ ગુનેગારો ભલે છૂટ્યા પરંતુ એક નિર્દોષને સજા ન થવી જોઇએ. જ્યારે ગુજરાતમાં તો ૯૯ નિર્દોષને જેલ પાછળ ધકેલવામાં આવેલ છે.

        દેશમાં આમ જનતાનું કલ્‍યાણ થાય તેવું રાઇટ એજ્યુકેશન આશીર્વાદરુપ કાયદો આવ્‍યો છે. પરંતુ તેના નિયમો ગુજરાતની સરકાર બનાવતી નથી અને તેથી રાજ્યના વિદ્યાર્થીઓને અન્‍યાય થઇ રહ્યો છે. શિક્ષણના નામે ગુજરાતને પછાત બનાવવાનું કામ ગુજરાતની સરકાર કરે છે. જનરલ એજ્યુકેશનમાં મહારાષ્‍ટ્ર ર૧૮ર સંસ્‍થાઓ સાથે પ્રથમ નંબરે છે જયારે ગુજરાત માત્ર પ૯૩ સંસ્‍થાઓ સાથે નવમાં ક્રમે છે. પોલીટેકનીકમાં તામિલનાડુ-ર૬૧, કર્ણાટક-૧૮૬, મધ્‍યપ્રદેશમાં ૧૭૮ કોલેજો છે જ્યારે  ગુજરાત સાતમા ક્રમે માત્ર ૬૦ પોલીટેકની કોલેજો ધરાવે છે. પ્રાયમરી બેઝીક સ્‍કૂલોમાં ઉત્તર પ્રદેશમાં ૧,ર૭,ર૪૭ શાળાઓ છે અને તે પ્રથમ ક્રમે છે. જ્યારે ગુજરાત દેશમાં ૧૩માં ક્રમે છે. માત્ર ૧૭૪૪૩ શાળાઓ ધરાવે છે.

         રાજ્યની પોલીટેકનીક કે એન્‍જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થિઓને દેશમાંથી કે બહારથી કોઇ નામાંકિત કંપનીએ કેમ્‍પસ ઇન્‍ટરવ્‍યું સામેથી નોકરી આપતી નથી. કારણ કે, ગુજરાતની એન્‍જીનીયરીંગ કોલેજોમાં અસંખ્‍યા જગ્‍યાઓ ખાલી છે. જેમ કે, પ્રિન્‍સીપાલની-૭પ ટકા, પ્રોફેસરની-૯૦ ટકા, આસી.પ્રોફેસરોની-૭૧ ટકા, લેકચરરની ૭૩ ટકા આમ કુલ-૭પ ટકા જગ્‍યાઓ ખાલી છે.તેમજ  પોલીટેકનીક કોલેજોમાં પ્રિન્‍સીપાલની-૮૪ ટકા, હેડ ઓફ ડીપાર્ટમેન્‍ટ-૬૩ ટકા, લેકચરરની ૬૯ ટકા આમ કુલ-૬૯ ટકા જગ્‍યાઓ ખાલી છે.

        ગ્રાન્‍ટેડ અધ્‍યાપન મંદિરમાં કામ કરતાં શિક્ષકોને મહીનાઓ સુધી પગાર મળતો નથી. કારણ કે, આ સરકાર સમયસર ગ્રાન્‍ટ આપતી નથી.મધ્‍યાહન ભોજનના કર્મચારીઓને વધારે સુવિધાઓ અને સારો પગાર આપવાના બદલે એન.જી.ઓ.ને હવાલે કરવાનું કાવત્રુ ચાલે છે.

        ફોરેન્‍સીક સાયન્‍સ લેબોરેટરીમાં લાયક વ્‍યક્તિને પ્રમોશન આપવાના બદલે મળતીયાઓને એકસટેન્‍શન આપવાનું પાપ ગુજરાતની સરકાર કરે છે. ફોરેન્‍સીક સાયન્‍સ લેબોરેટરીમાં ૭૩,૭,૪૬૦ જેટલાં ફીંગરપ્રીન્‍ટના કેસો પેન્‍ડીંગ છે. ફોરેન્‍સીક સાયન્‍સ લેબોરેટરીમાં સાચુ કામ કરવાના બદલે ખોટું કામ કરાવવાનું પાપ ભાજપની ગુજરાત સરકાર કરે છે.

        રાજ્ય માટે ખડે પગે ફરજ બજાવતાં પોલીસ દળના જવાનોને છેલ્‍લાં કેટલાંય મ‍હીનાઓથી રજા પગાર મળેલો નથી. ડી.વાય.એસ.પી. તથા પી.આઇ.ને પ્રમોશન માટે વલખાં મારવા પડે છે.

        માનવ અધિકાર પંચને સ્‍વાયત બનાવવું જોઇએ અને તેને પૂરતી સુવિધાઓ આપવી જોઇએ.

 ————————————————————————————————–