Close

October 21, 2015

Press Note Guj DT:21/10/2015 Election of Local Bodies

Click here to view/download press note.

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

અખબારી યાદી                                                                                      તા. ૨૧.૧૦.૨૦૧૫

ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારના મારફતે કરાયેલ બન્ને વટહુકમો તથા રાજ્ય ચૂંટણી પંચનો સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુલતવી રાખતો નિર્ણય રદબાતલ જાહેર કર્યો છે. અને રાજ્ય ચૂંટણી પંચને સહેજ પણ વિલંબ વગર ચૂંટણીઓ કરવા આદેશ આપેલ છે. ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠ એક્ટીંગ ચીફ જસ્ટિસ શ્રી જયંતભાઈ પટેલ તથા જસ્ટિસ એન.વી. અંજારિયા એ ઐતિહાસિક ચુકાદો આપેલ છે જે રાજ્ય સરકારના માટે એક લપડાક સમાન છે. કોંગ્રેસ પક્ષે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતુ કે, બંધારણની સ્પષ્ટ જોગાઈઓથી વિરુદ્ધ વટહુકમો અને કર્તવ્યો ગુજરાત સરકાર દ્રારા કરવામાં આવે અને ન્યાય માટે લોકોએ હાઈકોર્ટમાં જવું પડે તે કમનસીબ ઘટના છે.

ગુજરાત હાઈકોર્ટે પોતાની સમક્ષની પીટીશન સાંભળતી વખતે ચૂંટણી પંચની ઓરીજનલ ફાઈલ પોતાના કબજામાં લીધી હતી અને તે ફાઈલમાંના કેટલાક નોટીંગ પર થી નિરીક્ષણ કરતા નોંધેલ હતું કે જે મીટીંગમાં ચીફ સેક્રેટરી ખુદ હાજર હતા અને તે જ દિવસે વટહુકમ થાય છે છતાં મીટીંગની મીનીટ્સમાં વટહુકમનો ઉલ્લેખ સુધ્ધા નથી. એ જ દિવસે લેટરપેડ પર નહીં પરંતુ સાદા કાગળ પર વકીલનો અભિપ્રાય માંગવામાં આવે છે. આ કાગળમાં આજે જ કે તાત્કાલિક અભિપ્રાય આપવા કોઈ શબ્દ ન હોવા છતાં એજ દિવસે અભિપ્રાય મળી જાય છે. અને એજ દિવસે ચૂંટણી મુલતવી રાખવાનો નિર્ણય લેવાય છે પરંતુ તેમાં વકીલના અભિપ્રાયનો ઉલ્લેખ જ નથી.

વહીવટદાર મુકવા માટેની જોગવાઈ કરતા વટહુકમને રદ કરતા હાઈકોર્ટે નોંધ્યુ છે કે, બંધારણમાં ચુંટાયેલ વ્યક્તિઓની જગ્યાએ વહીવટદારની સત્તા આપતા કાયદા કરવાની સત્તા રાજ્યના પાસે નથી. ગુજરાત પંચાયત અધિનિયમનની કલમ ૧૫ અને કલમ ૨૫૭ માં વટહુકમથી કરાયેલ સુધારા બંધારણની જોગવાઈ થી વિરુદ્ધ છે.

હાઈકોર્ટે નોંધ્યુ છે કે, ચૂંટણી પંચને વહેલી ચૂંટણી કરીને બંધારણીય જોગવાઈનું પાલન કરવા સુનવણી દરમ્યાન સૂચન કરવામાં આવ્યું હતું પરંતુ ચૂંટણી પંચનું વલણ નકારાત્મક હતું.

ચુંટણી યોજી જ ન શકાય તેવી અશક્ય પરિસ્થિતિ નથી. ઈશ્વર સર્જિત સંજોગો કે જે માનવના હાથ બહારના હોય તેવા સંજોગો નથી. માનવ સર્જિત સંજોગો થી ચૂંટણી મોકુફ ન રાખી શકાય. સામાન્ય ઘટનાઓના કારણે ચૂંટણી મોકુફ રખાય તો લોકશાહીનો હાર્દ અને બંધારણીય જોગવાઈનું પાલન ન થાય.

ગુજરાતમાં ૩૧ જીલ્લા પંચાયતો અને ૨૩૦ તાલુકા પંચાયતોની ચૂંટણી ઓક્ટોબર મહિનાના અંતમાં અથવા નવેમ્બર મહિનાના શરૂઆતમાં કરી લેવાની થતી હતી. પરંતુ ગુજરામાં જનતાનો વિશ્વાસ ગુમાવી ચુકેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર પંચાયતોની ચૂંટણીઓમાં હારી જશે તેવો ડર લાગવાથી બંધારણની જોગવાઈ વિરુદ્ધ ૧૪ સપ્ટેમ્બર, ૨૦૧૫ તેમજ ૩ ઓક્ટોબર, ૨૦૧૫ ના રોજ વટહકમોથી સરકારે કાયદો બદલાવ્યો હતો.    ૩ ઓકટોબર, ૨૦૧૫ના રોજ ચૂંટણી કમિશ્નરે તમામ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ મુલતવી રાખવાનો અને ત્રણ માસમાં પુન: સમીક્ષા કરવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયની વિરુદ્ધ પીટીશન દાખલ કરવાની ફરજ પડી હતી.

નામદાર હાઈકોર્ટેએ પીટીશનનો નિકાલ કરીને તાત્કાલિક ચૂંટણી યોજવાનો નિર્ણય આપ્યા બાદ ઈલેકશન કમિશ્નરને સુપ્રિમ કોર્ટમાં જવું છે માટે હાઈકોર્ટે પોતાનો હુકમ સ્ટે કરે તેવી માંગણી કરી હતી જેનો વિરોધ કર્તા અરજદારના વકીલ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે હાઈકોર્ટ પોતાનો હુકમ સ્ટે કરે તો બંધારણની જોગવાઈનું પાલન થશે નહી. આમ પણ ઘણું મોડું થયેલ છે. માટે સ્ટે ન આપવો જોઈએ હાઈકોર્ટે આખરે ચૂંટણી કમિશ્નરની હાઈકોર્ટના હુકમને સ્ટે કરવાની માંગણી નકારી હતી.

હાઈકોર્ટ સમક્ષ વીરેન્દ્રસિંહ વાધેલા અને જગદીશ ભટ્ટ દ્રારા પીટીશન કરવમાં આવી હતી અને અરજદારના પક્ષે હાઈકોર્ટના વકીલ શક્તિસિંહ ગોહિલે દલીલો કરી હતી.

———————————————————————————————————–