Close

October 23, 2012

Press Note Guj Dt:23.10.2012 Cross Country Pipeline Projects GSPC

Click here to view / download press note.

વિરોધપક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિધાનસભા, ગાંધીનગર

અખબારી યાદી                                    તા. ૨૩-૧૦-ર૦૧ર

  • હજાર કરોડ રૂપિયા કે.જી. બેસીન, ઈજીપ્ત અને બીજી જગ્યાએ ગેસના ખોદાણ માટેના બરબાદ કર્યા પછી હવે G.S.P.L. દ્વારા ક્રોસ કન્ટ્રી પાઈપલાઈનમાં પણ મોટો ભ્રષ્ટાચાર.
  • મોદી સરકાર એવી શરત રાખીને ટેન્ડરો બહાર પાડવા માંગે છે કે જેથી કરોડો રૂપિયાની ગેસની પાઈપલાઈનનું કામ કચ્છમાં લાભ લઈ રહેલી એક પાઈપ મેન્યુફેકરીંગ કંપનીને કામ મળે.
  • આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળ્યું છે કે, કરોડ રૂપિયાની ગેસ પાઈપલાઈનના કોન્ટ્રાક્ટનું કામ પોતાના માનીતાને અપાવીને ભાજપની સરકાર ૫૦૦ કરોડ રૂપિયાનું ચૂંટણી ભંડોળ એકત્રિત કરવા માંગે છે.
  • G.S.P.C., G.S.P.L., ઉર્જા વિભાગ અને નાણા વિભાગ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય દ્વારા પાઈપલાઈનના કામમાં ભ્રષ્ટાચાર માટેનું ષડયંત્ર.
  • ગુજરાતના મુખ્યમંત્રી ગુજરાતની જનતાને જણાવે કે, શા માટે G.S.P.C.ના કામોમાં પારદર્શકતા નથી ?
  • સ્પર્ધાત્મક ભાવો થાય અને અનેક કંપની ટેન્ડરમાં ભાગ લે તેવી જોગવાઈના બદલે માત્ર ચોક્કસ કંપની ટેન્ડરમાં ભાગ લઈ શકે તેવી શરત શા માટે ?
  • વર્ષ પહેલાં કહ્યું હતું કે, ૨૦ TCF ઓઈલ અને ગેસ મળી ગયો છે. મારા ગુજરાતીઓ ચકલી ખોલશે અને પેટ્રોલ તથા ઓઈલ મેળવશે, પરંતુ આજે તેમાંનું કશું નથી.
  • પીપાવાવ ખાતેના હજાર કરોડના LNG ટર્મિનલના પ્રોજેક્ટને મુખ્યમંત્રીશ્રીના માનીતાના લાભાર્થે પીપાવાવથી કચ્છ ફેરવવામાં આવ્યો છે.

ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (G.S.P.C.) ૮ હજારકરોડરૂપિયા કે.જી. બેસીન, ઈજીપ્ત અને અન્યજગ્યાએ ગેસ અને ઓઈલનાસંશોધનનાનામે ઉડાવી ચૂક્યા બાદ હવે ક્રોસ કન્ટ્રી પાઈપલાઈનના નામે પણ એક મોટોભ્રષ્ટાચારકરવાઆગળ વધી રહેલ છે. કચ્છમાં મોટા ફાયદાઓ લઈ ચૂકેલી પાઈપ મેન્યુફેકચરીંગકંપનીનેફાયદોથાય તે માટે એકષડયંત્રરચાઈ રહ્યું છે. ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનની ગ્રુપ કંપની G.S.P.L.ને ક્રોસ કન્ટ્રી ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટનુંકામમળેલું છે. મહેસાણા-ભટીન્ડા ૧,૬૧૧ કિ.મી., ભટીન્ડા-શ્રીનગર ૭૪૦ કિ.મી. અને માલાવરમ્-ભોપાલ-ભિલવારા-વિજાપુર ૧,૭૩૮ કિ.મી.ની પાઈપલાઈન નાંખવાની છે. G.S.P.L. કંપની ૫૨%હિસ્સોધરાવે છે, જ્યારે તેનીભાગીદારકંપનીઓ તરીકે I.O.C.L., B.P.C.L. અને H.P.C.L.નોઅનુક્રમે૨૬%, ૧૧% અને ૧૧% હિસ્સો છે. પાઈપલાઈનના ઉપરોક્તદર્શાવેલત્રણ પ્રોજેક્ટોનીકિંમત૧૩ હજાર કરોડ રૂપિયાની છે. આ પાઈપલાઈન પ્રોજેક્ટનું કામ G.S.P.L. કંપનીદ્વારાકરવાનું છે, તેમાંપ્રવર્તમાનમુખ્યમંત્રીશ્રીના ઈશારાથી જેટેન્ડરોબહારપડવાના છે તેમાં એવીશરતમૂકવાની પેરવી ચાલી રહી છે કે જેથી કચ્છમાં આવેલી એક કંપની કે જેણેઅગાઉપણ મોટા ફાયદાઓ મુખ્યમંત્રીશ્રીની મહેરબાનીથી મેળવ્યા છે તેને જ કાર્ટેલ કરીને કામ મળી જાય.આધારભુત વર્તુળોમાંથીજાણવા મળ્યા મુજબ, મુખ્યમંત્રીશ્રીને ત્યાંથી જસૂચનાઆપવામાં આવી છે કે, ટેન્ડરની કન્ડીશન એવી રીતે ગોઠવવાની કે જેથીસ્પર્ધાત્મકરીતે બીજી કોઈ કંપનીઓ આ ટેન્ડર પ્રક્રિયામાં ભાગ જ ન લઈ શકે અને કચ્છમાં આવેલી મુખ્યમંત્રીશ્રીની એક માનીતી કંપની પોતાના એક-બે મળતિયાઓનું કાર્ટેલ કરીને મનફાવે તેવા ભાવથી કરોડો રૂપિયાનું કામ મેળવી લે. અંતરંગ વર્તુળોમાંથી મળેલીમાહિતીમુજબ, આ કંપનીએ પ્રવર્તમાન મુખ્યમંત્રીશ્રી અને ભારતીયજનતાપક્ષને ૫૦૦ કરોડ રૂપિયા ઈલેકશનનુંફંડઆપવાનીખાતરીઆપી છે. આ આખા ષડયંત્રમાં G.S.P.L., G.S.P.C., ઉર્જાવિભાગઅને નાણા વિભાગ ઉપરાંત મુખ્યમંત્રી કાર્યાલયની સીધી સંડોવણી અને દોરીસંચાર છે. કચ્છની આ કંપનીએ મુખ્યમંત્રીશ્રીના આશીર્વાદથી જ અગાઉ પાણીની પાઈપલાઈનનું કામ પણ મેળવી લીધું હતું.

ઉર્જાવિભાગઅને તેના હસ્તકનું G.S.P.C. એભ્રષ્ટાચારમાટેનું સૌથીમોટુંપ્લેટફોર્મગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ છેલ્લા ૧૦વર્ષમાં બનાવી દીધું છે. ૨૦૦૫ની સાલમાં ગુજરાતના મુખ્યમંત્રીએ મોટીજાહેરાતકરી હતી કે, મને ૨૦ TCF ઓઈલ અને ગેસ કે.જી. બેસીનમાં મળી ગયેલો છે.મારોગુજરાતી ભાઈ બે વર્ષમાં હવેચકલીખોલશે અને પેટ્રોલ તથા ઓઈલપ્રાપ્તકરી શકશે. આ વાતનેઆજે ૭ વર્ષ થયા, પરંતુ હજી સુધી એક સ્ટાન્ડર્ડ ક્યુબીક ફીટ પણ ગેસ કે.જી. બેસીનમાં મળ્યા હોવાનો કોઈ જપુરાવોપ્રાપ્ત થયેલ નથી.

G.S.P.Cદ્વારાપીપાવાવ ખાતેનાપાવરપ્લાન્ટને મુખ્યમંત્રીશ્રીના માનીતી સ્વાન એનર્જીને મફતના ભાવેહિસ્સોઆપી દેવાનો અને કાર્બન ક્રેડીટના ૭૦% આપી દેવાનોભ્રષ્ટાચારપણ કરવામાં આવ્યો હતો. વિરોધપક્ષના નેતાએ ગુજરાતની આ પ્રોપર્ટી બચાવવા માટેનામદાર હાઈકોર્ટ સમક્ષજાહેરહિતનીઅરજીકરવી પડી હતી અને જ્યારે જાહેર હિતની અરજીના કેટલાક મુદ્દાઓનોજવાબસરકારઆપી શકે તેમ ન હતી ત્યારે સ્વાન એનર્જી પાસેથી સામેથીખસીજવા માટેનોકાગળઆપવો પડયો હતો અને પાવર પ્લાન્ટનીટેન્ડરવગરનીપ્રક્રિયાથી મફતના ભાવે સ્વાન એનર્જીનેફાયદોઆપવાની આખીયોજનાપડી ભાંગી હતી. પીપાવાવ ખાતેLNGટર્મિનલ સ્થાપવાની વાતો થઈ હતી અને તેમાંઆગળકાર્યવાહીપણ થઈ હતી. પાવર પ્લાન્ટ પીપાવાવ ખાતે જ્યારેસંપૂર્ણઉભો થવા આવ્યો છે ત્યારે ગેસ માટેની LNG ટર્મિનલ એ પીપાવાવ સ્થાપવાને બદલે મુખ્યમંત્રીશ્રીના માનીતા ઉદ્યોગપતિના લાભાર્થે કચ્છમાં લઈજવાની પ્રક્રિયા પણ ભ્રષ્ટાચારનો જ એકભાગછે. હકીકતમાં કચ્છ એ ધરતીકંપથી અસરગ્રસ્તભૂમિછે અને તેજગ્યાએ LNG ટર્મિનલ એ કચ્છનીસલામતીમાટે પણ વ્યાજબી નથી. તેમ છતાં, મુખ્યમંત્રીશ્રીએ આનિર્ણયપોતાના એક માનીતાના લાભાર્થે જ કરેલો છે.

ભ્રષ્ટાચારમુક્તવહીવટની વાતો કરનારા મુખ્યમંત્રીએ ક્યારેય પોતાના ભ્રષ્ટ વહીવટમાંપારદર્શકતાદર્શાવી નથી. G.S.P.C.ના અને ઉર્જા વિભાગનાઅનેકભ્રષ્ટ વહીવટમાં R.T.I.નીચેજ્યારે પણમાંગણીકરવામાં આવી છે ત્યારે તેનીમાહિતીઆપવામાં આવતી નથી. આ વિભાગનીસામેકરેલી અનેક R.T.I.ની અપીલો એકમિશનપાસેલાંબા સમયથી પેન્ડીંગ છે અને કોઈ જ માહિતી R.T.I.ના કાયદા નીચે પણ એટલા માટે આપવામાં આવતી નથી,કારણકે, મુખ્યમંત્રીશ્રીદ્વારાથયેલો ભ્રષ્ટાચાર ઉજાગર થઈ જાય.

———————————————————————————————————