Close

February 26, 2013

Press Note Guj Dt:26/02/2013 on Rail Budget

Click here to view / download press note.

શ્રી શક્તિસિંહ ગોહિલ નું કાર્યાલય

 ગાંધીનગર

અખબારી યાદી                                                                                            તા. ૨૬-૦૨-ર૦૧૩

         ગુજરાત કોંગેસના વરિષ્ઠ આગેવાન શ્રી શક્તિસિંહ ગોહિલે કેન્દ્ર સરકાર દ્વ્રારા રજુ થયેલા  રેલ્વે બજેટનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે મંદીના વાતાવરણમાં પણ દેશને અને ગુજરાત  ને પ્રગતિશીલ અને વિકાસલક્ષી રેલ્વે બજેટ રેલ્વે મંત્રીશ્રી પવનકુમાર બંસલે આપ્યું છે. ગુજરાતમાં અનેક નવી ટ્રેનો, ગેજ કન્વર્ઝન, ઇલેક્ટ્રિફીકેશન  સર્વેની જાહેરાતો રેલ્વે બજેટમાં કરવામાં આવી છે. ભાવનગર થી પાલીતાણા જૈન  યાત્રાળું  ઓની માંગણી હતી તે મુજબ ભાવનગર – પાલીતાણા પેસેન્જર ટ્રેનની ડેઇલી જાહેરાત કરવામાં આવી છે. ભાવનગર – સુરેન્દ્રનગર પેસેન્જર ટ્રેન  ડેઇલીની પણ જાહેરાત બજેટમાં કરવામાં આવી છે. રેલ્વે લાઈનનાં ડબલીંગ માટેની ગુજરાતની માંગણીઓને આ બજેટમાં સંતોષવાનો રેલ્વે મંત્રીશ્રીએ ખુબજ સારો પ્રયત્ન કર્યો છે. પાલનપુર – સામખીયાલી  થ્રુ એ  પીપીપી ડબલીંગ  લાઈન કરવાની જાહેરાત રેલ્વે બજેટમાં કરવામાં આવી છે. વટવા – અમદાવાદ વચ્ચેના ટ્રાફિકને ન્યાય મળી શકે તે રીતે વટવા – અમદવાદ વચ્ચે થર્ડ (ત્રીજી લાઈન) બનાવવાની જાહેરાત પણ કરવામાં આવી છે. ગુજરાતના અને દેશના અનેક રેલ્વે સ્ટેશનોના ઇલેક્ટ્રિફીકેશની જહેરાત કરવામાં આવી છે તેમાં ગુજરાતના  પાલનપુર, અમદાવાદ, કલોલ, ગાંધીનગર, ખોડીયાર વગેરે અનેક ગુજરાતના સ્ટેશનોને ઇલેક્ટ્રિફીકેશનનો લાભ પ્રવતમાન રેલ્વે બજેટમાં આપવાની જાહેરાત કરવામાં આવી છે. ભૂતકાળમાં ગુજરાતને ક્યારે નવી લાઈનોના સર્વે માટે જાહેરાત ન થઈ હોય તેટલી જાહેરાતો ગુજરાતમાં નવી લાઈનના સર્વેની તેમજ ગેજ કન્વર્ઝનની તાજેતરના રેલ્વે બજેટમાં કરવામાં આવી છે. આણંદ – બોરસદ, કપડવંજ થી ટીંબા, મોડાસા – મેધરજ – બંસવારા, રાજપીપળા – કેવડીયા કોલોની એ નવી રેલ્વે લાઈનના સર્વેની જાહેરાત ગુજરાતના માટે રેલ્વે બજેટમાં કરવામાં આવી છે. અમદાવાદ થી બહુચરાજી તેમજ ભાદરણ થી બોચાસણ – પેટલાદ – નડીયાદ , ગઢડા થી જસદણ , સુરેન્દ્રનગર થી ધ્રાંગધ્રા લાઈન ગેજ કન્વર્ઝન માટેની જોગવાઈ રેલ્વે બજેટમાં કરવામાં આવી છે. એજ રીતે કંડલા – પાલનપુર અને રાજકોટ – વેરાવળ લાઈન ને ડબલીંગ કરવાની જાહેરાત પણ રેલ્વે બજેટમાં કરવામાં આવી છે. ગુજરાત માટે અનેક નવી  ટ્રેનોની જાહેરતો થઈ છે તેમાની મહત્વની નવી ટ્રેનોમાં (૧) અમદાવાદ – જોધપુર એક્સપ્રેસ વાયા સમદડી અને ભીલડી, (૨) બાન્દ્રા ટર્મિનલ થી હિસાર એક્સપ્રેસ વાયા અમદાવાદ ,પાલનપુર મારવાડ, જોધપુર, ડેગાના  (૩) બાન્દ્રા ટર્મિનલ થી હરિદ્રાર એક્સપ્રેસ વાયા વલસાડ (૪) ગાંધીધામ થી વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ વાયા અમદાવાદ,વર્ધા,વિજયવાડા એ મહત્વની છે. નવી પેસેન્જર ટ્રેનમાં (૧) નડીયાદ – મોડાસા પેસેન્જર ટ્રેન  (૨) સુરેન્દ્રનગર – ધ્રાંગધ્રા પેસેન્જર ટ્રેન ડેઈલી , (૩) સોમનાથ – રાજકોટ પેસેન્જર ટ્રેન ડેઈલી એ નવી પેસેન્જર ટ્રેનોની જાહેરાત બજેટમાં કરવામાં આવી છે. આજ રીત સોમનાથ થી દ્વ્રારકા ટ્રેન ને ઓખા સુધી લંબાવવામાં આવી છે. પોરબંદર – વેરાવળ ટ્રેન ને સોમનાથ સુધી લંબાવવામાં આવી છે. મોરબી – વાંકાનેર મેમુ  ટ્રેન ને રાજકોટ સુધી  લંબાવવામાં આવી છે.

       રેલ્વે બજેટની ટીકા કરનારા ભારતીય પક્ષના નેતાઓને જવાબ આપતા શ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતુકે જયારે દેશમાં ભાજપની આવેવાનીવાળી એનડીએ ની સરકાર હતી અને ગુજરાતમાંથી ચુંટાયેલા અડવાણીજી નાયબ વડાપ્રધાન હતા ત્યારે ગુજરાતની રેલ્વે બજેટમાં સતત ઉપેક્ષા થઈ હતી. અડવાણીજીના મતક્ષેત્ર  ગાંધીનગર ને રેલ્વે સ્ટેશન પણ તેઓ આપી શક્યા ન હતા. ગાંધીનગર ને રેલ્વે સ્ટેશન યુપીએ ની સરકાર આવ્યા બાદ મળ્યું છે. ગુજરાત માંથી રેલ્વેની પાટાની લંબાઈ ઘટાડવાનું પાપ પણ જયારે કેન્દ્ર માં ભાજપની આગેવાની વાળી એન.ડી.એ ની સરકાર હતી ત્યારે જ   થયું થતું. ભાવનગરના લોકોશેડ (રેલ્વેના ડબ્બા રીપેર કરવાની વર્કશોપ) ને પણ ભાવનગર માંથી લઈ જવાનો નિર્ણય ભાજપની આગેવાની વાળી એન.ડી.એ ની સરકારે કર્યો હોત પરંતુ તે બાદ યુ.પી.એ.ની સરકાર આવવાથી ભાવનગરના રેલ્વે વર્કશોપને ભાવનગરમાં રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો અને કરોડો રૂપિયા ફાળવીને આજે અધતન વર્કશોપ કેન્દ્રની યુ.પી.એ સરકારે કરી આપેલ છે. 

————————————————————————————————–