Close

May 30, 2013

Press Note Guj Dt:30/05/2013 on Krishi (Crop Insurance)

Click here to view / download press note.

Encl :     Press Note Document.

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય,

 ગાંધીનગર

અખબારી યાદી.                                                                                              તા. ૩૦.૦૫.૨૦૧૩

 

  • ગુજરાતની ભાજપની સરકારની ગુનાહિત બેદરકારીના કારણે ગુજરાતના ખેડૂતોને પાક વીમો હજુ સુધી મળી શક્યો નથી.
  • ગુજરાત સરકારની ગંભીર ભૂલના કારણે જે ખેડૂતોએ વીમો ઉતરાવેલ છે તેમના પાકના વીમાની જમીનનું કુલ ક્ષેત્રફળ એ સરકારે બતાવેલા કુલ વાવેતરના આંકડાઓ કરતા વધી જાય છે.
  • ગુજરાત સરકારની આ ગંભીર ભૂલના કારણે વીમા કંપની એ એગ્રીકલ્ચર ફાઈનાન્સ કોર્પોરેશન લિમીટેડ (AFC) ને વીમાના કલેઈમની અને પાક વાવેતર થયાની પરીસ્થિતિના ચકાસણી માટે રાખવાની ફરજ પડી છે અને પરિણામે વીમો ચુકવવામાં વિલંબ થઈ રહ્યો છે.
  • ગુજરાતમાં ખરીફ ૨૦૧૨ ના પાક વીમા માટે કેન્દ્ર સરકારે વીમા કંપની AIC ને રૂપિયા ૭૦૦ કરોડ એડવાન્સમાં ચૂકવી આપેલા છે.
  • ગુજરાતના ખેડૂતોના ૧૧ જાતના જુદા જુદા પાકના વીમા માટેના કલેઈમની રકમ ૩૧૦૭ કરોડ રૂપિયા આકરવામાં આવેલી છે.
  • કેન્દ્ર સરકાર માંથી પ્રાપ્ત થયેલા આધારભૂત દસ્તાવેજને પ્રેસ અને મીડિયા સમક્ષ  રજુ કરાતા ગુજરાતની ભાજપની સરકારનું એક વધુ જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો.
  • ગુજરાતના મુખ્યમંત્રી અને મંત્રી મંડળના સભ્યો સતત જુઠ્ઠાણાઓ ફેકતા હોય છે અને પરિણામે જુઠ્ઠાણા ફેંકુ ફેક્ટરી જેવી પરીસ્થિતિ ગુજરાત સરકારની પેદા થઈ છે.

 

       ગુજરાતની ભાજપની સરકારની ગુનાહિત બેદરકારીના કારણે ગુજરાતના ખેડૂતોને પાક વીમો હજુ સુધી મળી શક્યો નથી. આ અંગેનો આધારભૂત લેખિત દસ્તાવેજ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે પ્રેસ અને મિડિયા સમક્ષ રજુ કરીને જણાવ્યું હતું કે ખેડૂતોની સદંતર ઉપેક્ષા અને અવગણના કરતી ભાજપની સરકાર તરફથી ગુજરાતના ખડૂતોને સૌથી મોટો અન્યાય થયો છે. ગુજરાત સરકારની એ જવાબદારી છેકે ગુજરાતમાં ક્યાં? કેટલું? કયા? પાકનું વાવેતર થયું છે તેના સાચા આંકડા મેળવીને આપવાના હોય છે. કમનસીબે ગુજરાત સરકારના તખલખી નિર્ણયોના કારણે મોટાભાગના ગામોમાં પાણી પત્રક તૈયાર જ થયા નથી. ભૂતકાળમાં હંમેશા સ્થળ નિરીક્ષણ કરીને ક્યાં ખેડૂતનું શું વાવેતર છે તેનું પાણી પત્રક તૈયાર કરવામાં આવતું હતું અને તેથી ગુજરાત સરકાર પાસે વાસ્તવિક અને સાચા પાક ના વાવેતરના આંકડા ઉપલબ્ધ રહેતા હતાં. ચાલુ વર્ષે ગુજરાત સરકારની ગુનાહિત બેદરકારીના કારણે સદંતર જુઠ્ઠા આંકડા વાવેતર અંગેના સરકારે વીમાની અમલીકરણ એજન્સી એગ્રીકલ્ચર ઇન્શ્યોરન્સ કંપની ઓફ ઇન્ડિયા લિમીટેડ (AIC) ને મોકલ્યા હતાં.  આ ગંભીર ભૂલના કારણે જે ખેડૂતોએ વીમો ઉતરાવેલ છે તેમના પાકના વીમાની જમીનનું કુલ ક્ષેત્રફળ એ સરકારે બતાવેલા કુલ વાવેતરના આંકડાઓ કરતા વધી જાય છે. આમ સરકારે દર્શાવેલું કુલ વાવેતર કરતા ખેડૂતોએ ઉતરાવેલા પાકના વીમાનું વાવેતરનું ક્ષેત્રફળ વધારે થતું હોય તો સ્વભાવિક રીતે જ વીમા કંપની વાધો ઉઠાવે. આમ ગુજરાતમાં ખેડૂતોને મળવા પાત્ર વીમાની રકમ અટવાઈ પડી છે. ગુજરાતના ખેડૂતોના ૧૧ જાતના જુદા જુદા પાકના વીમા માટેના કલેઈમની રકમ ૩૧૦૭ કરોડ રૂપિયા આકરવામાં આવેલી છે. જેમાનો મોટો કલેઈમ એ મગફળીનો છે. અને તેની રકમ ૩૦૪૮ કરોડ રૂપિયાની આંકવામાં આવી છે. ઇન્શ્યોરન્સ કંપની દ્વ્રારા ખેડૂતોના પાક વીમાની આ રકમ માટેનું ક્ષેત્રફળ એ ગુજરાત સરકારે કુલ વાવેતરના જે ક્ષેત્રફળ દર્શાવેલા છે તેનાથી વધારે થઈ જાય છે. ગુજરાત સરકારની આ ગંભીર ભૂલના કારણે વીમા કંપની એ એગ્રીકલ્ચર ફાઈનાન્સ કોર્પોરેશન લિમીટેડ (AFC) ને વીમાના કલેઈમની અને પાક વાવેતર થયાની પરીસ્થિતિના ચકાસણી માટે રાખવાની ફરજ પડી છે અને પરિણામે વીમો ચુકવવામાં વિલંબ થઈ રહ્યો છે. ગુજરાતમાં હાલ દુષ્કાળની પરીસ્થિતિ છે અને જો ગુજરાતની ભાજપની સરકારે આ પ્રકારની પાક વાવેતર દર્શાવવાની બાબતમાં ગંભીર ભૂલ ન કરી હોત તો અત્યાર સુધીમાં ખેડૂતોને પાક વીમાની રકમ મળી ગઈ હોત. અછતનું વર્ષ પૂર્ણ થયા પછી વિલંબથી પાક વીમાની રકમ ખેડૂતોને મળેતો ખરા અર્થમાં અછતના વર્ષમાં વીમાની રકમ ઉપયોગી ન થઈ શકે.

       ગુજરાતના મુખ્યમંત્રી અને મંત્રી મંડળના સભ્યો સતત જુઠ્ઠાણાઓ ફેકતા હોય છે અને પરિણામે જુઠ્ઠાણા ફેંકુ ફેક્ટરી જેવી પરીસ્થિતિ ગુજરાત સરકારની પેદા થઈ છે. થોડા સમય પહેલા ગુજરાત સરકારના ભાજપના એક મંત્રીશ્રીએ નિવેદન કર્યું હતું કે ખેડૂતોને પાક વીમાની રકમ એટલા માટે નથી મળતી કે કેન્દ્ર સરકારે પોતાના હિસ્સાના રૂપિયા વીમા કંપની પાસે જમા કરાવ્યા નથી. આજે કેન્દ્ર સરકાર માંથી પ્રાપ્ત થયેલા આધારભૂત દસ્તાવેજને પ્રેસ અને મીડિયા સમક્ષ  રજુ કરાતા ગુજરાતની ભાજપની સરકારનું એક વધુ જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો હતો. કેન્દ્ર સરકાર માંથી પ્રાપ્ત થયેલા આધારભૂત દસ્તાવેજમાં સ્પષ્ટ લખાયું છે કે ગુજરાતમાં ખરીફ ૨૦૧૨ ના પાક વીમા માટે કેન્દ્ર સરકારે વીમા કંપની AIC ને રૂપિયા ૭૦૦ કરોડ એડવાન્સમાં ચૂકવી આપેલા છે અને જરૂર પડેતો વધારે રકમ પણ માંગવા માટે સ્પષ્ટ રીતે કેન્દ્ર સરકારે લખી આપેલું છે. આમ કેન્દ્ર સરકારે એડવાન્સમાં પોતાના હિસ્સે આવતી પાક વીમાની રકમ વીમા કંપનીને જમા કરી આપી હોવા છતાં ગુજરાતના ખેડૂતોને પાક વીમાની રકમ હજુ સુધી મળી શકી નથી અને તેના પાપની ભાગીદાર ગુજરાતની ભાજપની સરકાર જ છે.

       કેન્દ્ર સરકારે આ બધીજ પરીસ્થિતિમાં પણ ખેડૂતોને તાત્કાલિક મદદરૂપ બનવા માટે એગ્રીકલ્ચર ઇન્શ્યોરન્સ કંપની ઓફ ઇન્ડિયા લિમીટેડ (AIC) ને ગુજરાત સરકારની જ ભૂલના કારણે ખેડૂતો દુઃખી ન થાય તે માટે તાત્કાલિક વીમાની રકમના કલેઈમ સેટલ કરવા અને વિસંગતતાઓ દુર કરવા માટે જણાવ્યું છે.

 

——————————————————————————————————————

નોંધ : –  ગુજરાત સરકારની બેદરકારીના કારણે પાક વીમો ચુકવવામાં વિલંબ થયો છે તે હકીકત દર્શાવતા કેન્દ્ર સરકારના પત્ર ની નકલ https://shaktisinhgohil.com ઉપર ક્લિક કરવાથી પ્રાપ્ત થઈ શકશે.

——————————————————————————————————————

 Press Note 30.05.2013 Letter from Ministry of Agriculture & Food