Close

July 20, 2016

પ્રેસ નોટ ૨૦/૦૭/૨૦૧૬

Click here to view/download press note

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

અખબારી યાદી                                                           તા. ૨૦/૦૭/૨૦૧૬

તા. ૧૧/૦૭/૨૦૧૬ ના રોજ દલિત યુવાનો ઉપર ઉના તાલુકમાં અત્યાચાર થયો અને તેના નવ દિવસ સુધી આ દલિતોના પરિવારોની મુલાકાત લેવાનો સમય ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને ન મળ્યો. જેવી કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીજીની મુલાકાત દલિત પરિવારો સાથેની નક્કિ થઈ કે તુરંત જ ગુજરાતના મુખ્યમંત્રીને દલિત પરિવારોની મુલાકાત લેવાનું સુજ્યું. કેન્દ્રની કોંગ્રેસની સરકારે દલિતો પર અત્યાચાર થાય ત્યારે સ્પેશિયલ કોર્ટ અને સ્પેશિયલ પી.પી. માટેની કાયદામાં જોગવાઈ કરી હતી. આ કાયદાની અમલીકરણમાં કચાશ ભાજપની સરકારે રાખી છે. ગુજરાતમાં દલિતો પર થતા અત્યાચાર સામે કાનુની કાર્યવાહીમાં સદંતર બેદરકારી ભાજપની સરકારે રાખી છે. દલિતો ઉપર થતા અત્યાચારોના કેસોની સમીક્ષા માટેની રાજય કક્ષાની કમિટીમાં મુખ્યમંત્રી અધ્યક્ષ હોય છે અને વિરોધપક્ષના નેતા સહિત થોડા ધારાસભ્યશ્રીઓ સભ્ય હોય છે. આ કમિટીની મીટીંગ દર ૩ મહીને મળવી જ જોઈએ પરંતુ ૨૦૦૭ થઈ ૨૦૧૨ સુધીના પાંચ વર્ષના હાલના વડાપ્રધાનશ્રીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં માત્ર એક જ મીટીંગ મળી હતી જે દર્શાવે છે કે ભાજપની દલિતો પ્રત્યે કેવી નીતિ છે. વડાપ્રધાનશ્રીનું ટ્વીટર સતત ટ્વીટ કરતું રહે છે પરંતુ ગુજરાતના દલિતો પર થયેલ અત્યાચાર માટે સંવેદના સુધ્ધા વડાપ્રધાનશ્રીએ વ્યક્ત કરી નથી.

ઉના તાલુકાના સમઢીયાળા ગામના દલિત યુવાનો પર થયેલો અત્યાચાર એ આઘાતજનક છે અને તમામ ગુજરાતીઓ માટે શરમજનક ઘટના છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે રાજ્યમાં આ અતિ ગંભીર અને દુઃખદ બનેલી ઘટનાના સમયે શાંતિ અને એખલાસ જાળવી રાખવા તથા વિરોધ ગાંધી ચિંધ્યા રાહે જ દર્શાવવા અનુરોધ કર્યો છે. રાજ્યના દલિત યુવાનો એ ઝેર પીવાનું અંતિમ પગલું ભર્યું તે દર્શાવે છે કે દલિતો પરના અત્યાચારની પીડાની પરાકાષ્ઠા છે. શ્રી ગોહિલે રાજ્યના દલિત યુવાનોને ખાસ અનુરોધ કર્યો છે કે આત્મવિલોપન જેવા અંતિમ પગલાં ભરવાનું કોઈ વિચારે નહી. આ પીડા માત્ર દલિતો નહી પરંતુ સભ્ય સમાજના સૌ નાગરીકોની છે.

——————————————————————————————————