Close

August 29, 2012

Press Note Guj Dt: 29/08/2012 on Four & Six Laning of Bhavnagar – Veraval (NH-8E)

Click here to view / download press note.

Letter from NHAI

વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

અખબારી યાદી                                                                                                        તા.૨૯-૮-ર૦૧ર

  • ભાવનગરથી વેરાવળના ર૬૦ કી.મી. રસ્‍તાને ૪ & ૬ માર્ગીય બનાવવા કેન્‍દ્ર સરકારે ૩પ૯૦.૩૩ કરોડનો પ્રોજેક્ટ મંજૂર કર્યો.
  • ભાવનગર અને સમગ્ર સૌરાષ્‍ટ્રના દરિયાકાંઠા વિસ્‍તારના વિકાસ માટે મહત્‍વપૂર્ણ નિર્ણય.
  • પ્રિ-ક્વોલીફિકેશનના ટેન્‍ડર મંગાવતી કેન્‍દ્ર સરકાર.

ભાવનગરનાવિકાસમાટે અત્‍યંત જરૂરીભાવનગર વેરાવળ નેશનલ હાઈવે નં.૮-ઈ ૪ માર્ગીય તથા ૬ માર્ગીય બને તે જરૂરી છે. કોંગ્રેસપક્ષ તરફથી આ માટે સતતપ્રયત્‍નો થતાં હતાં. કેન્‍દ્રમાંની કોંગ્રેસની આગેવાનીવાળી યુ.પી.એ. સરકારે ભાવનગર અને સમગ્રસૌરાષ્‍ટ્રના દરિયાકાંઠા વિસ્‍તારના વિકાસમાં મહત્‍વપૂર્ણ બની શકે તેવા ભાવનગર વેરાવળ સેકશન એન.એચ.૮-ઈના  કિ.મી. ૩.ર૦૦થી કિ.મી. ર૬૩.૦૦૦ને મંજૂરી આપી દીધી છે અને આ રસ્‍તા માટેના પ્રિ-ક્વોલીફિકેશન માટેના ટેન્‍ડર માંગવામાં આવ્‍યા છે. ભાવનગરથી વેરાવળ સુધીના રપ૯.૯૮૦ કિ.મી. લાંબા રસ્‍તાને ચારમાર્ગીય તથા ૬ માર્ગીય બનાવવા માટેના સમગ્ર પ્રોજેક્ટની કિંમત ૩પ૯૦,૩૩ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે ભાવનગરના વિકાસ માટે આ મહત્‍વપૂર્ણ રસ્‍તાને મંજૂર કરાવવામાં મદદરૂપ થનાર રાષ્‍ટ્રીય નેતા માન. શ્રી એહમદભાઈ પટેલ, માન.વડાપ્રધાન ડો. મનમોહનસિંઘ, શ્રીમતી સોનિયા ગાંધીજી, માન. મંત્રીશ્રી સી. પી. જોષી અને માન. મંત્રીશ્રી, તુષારભાઈ ચૌધરીનો આભારમાનેલ છે. ભારત સરકાર દ્વારા સમગ્ર પ્રોજેક્ટ માટે
પ્રિ-ક્વોલીફિકેશનના જે ટેન્‍ડરો બહાર પાડવામાં આવ્‍યા છે તેની નકલ પ્રેસ અને મિડિયાને ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે આપી હતી.

——————————————————————————————-


 અંગત મદદનીશ