Close

March 3, 2013

Press Note Dt : 03/03/2013

Click here to view / download press note.

Click here to view Documents for Increased Electricity by Government of Gujarat.

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

 ગાંધીનગર

અખબારી યાદી                                                                           તા.૦૩-૦૩-૨૦૧૩

 

       ગુજરાતના મુખ્યમંત્રીએ ભાજપની કાર્યકારણી બેઠકમાં આપેલું ભાષણ I (આઈ),   Me (મી) ઓર મૈ અને  જુઠાણાથી ભરપુર હતું. ગુજરાતમાં બાર વર્ષમાં એક વખત પણ વિજળીના ભાવ વધારેલ નથી તેમ કહેનાર મુખ્યમંત્રીને કોંગ્રેસેના વરિષ્ઠ નેતાશ્રી શકિતસિંહ ગોહિલે સરકારના દસ્તાવેજ રજુ કરીને જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા બાર વર્ષમાં તા. ૧૦.૧૦.૨૦૦૦, તા. ૨૭.૦૭.૨૦૦૪, તા. ૦૧.૦૪.૨૦૦૬, તા. ૦૧.૦૨.૨૦૦૯,તા. ૦૧.૦૪.૨૦૧૦ અને છેલ્લે તા. ૦૧.૦૬.૨૦૧૨ ના વિજળીના ભાવ વધારવામાં આવેલ છે. ગુજરાતમાં ઘર વપરાશની વીજળીમાં પ્રથમ ૨૦ યુનિટ માટે માત્ર ૬૮ પૈસા ભાવ હતો. જેમાં વારંવાર વધારો કરીને આજે આ ભાવ વધારીને ગ્રામ્ય વિસ્તારમાં પ્રથમ ૫૦ યુનિટનો ભાવ ૨૫૫ પૈસા અને શહેરોમાં પ્રથમ ૫૦ યુનિટનો ભાવ ૨૯૫ પૈસા કરી દેવા આવેલ છે. ૫૦ યુનિટ પછીનો ગ્રામ્ય વિસ્તારમાં ૨૯૫ પૈસા અને શહેરોમાં ૩૩૫ પૈસા કરી દેવામાં આવેલ છે. આજ રીતે કોમર્શિયલ અને ખેડૂતોને મળતી વિજળી પણ વારંવાર મોઘી કરવામાં આવી છે. સરકારે જ જાહેર કર્લ ટેરીફના આધારભૂત દસ્તાવેજ  શ્રી  શક્તિસિંહએ તેમની વેબસાઈટ પર મુકીને સત્યને પ્રકાશિત કરેલ છે.

       શ્રી બાજપાઈજીનો પોતાના પ્રવચનમાં ઉલેખ કરનાર ગુજરાતના મુખ્યમંત્રી ૨૦૦૨ની એ ઘટના માટે કેમ ચુપ છે? કે જયારે એ જ બાજપાઈએ જ કહ્યું હતું કે     “ ગુજરાતના મુખ્યમંત્રી તમે તમારો રાજધર્મ નીભાવો” બાજપાઈજી એ કહ્યું હતું કે ગુજરાતની ઘટનાઓ પછી હું શું મોઢું લઇને વિદેશમાં જઇશ. ભાજપના અને એન.ડી.એના જ નેતાઓ એ કહ્યું હતું કે એન.ડી.એ.ની બાજપાઈ સરકાર હારી ગઈ તેના માટે ગુજરાતની ઘટના જવાબદાર હતી.

       ગુજરાતનો વિકાસ ગુજરાતની જનતાની મહેનત અને આવડતના કારણે છે. વર્ષો  પહેલા પણ ગુજરાત વિકાસમાં અગ્રેસર હતું. ગુજરાતીઓની મહેનત થી થયેલા ગુજરાતના વિકાસ માટે ગુજરાતીઓ ની પ્રશંશા મુખ્યમંત્રી કરતા નથી. બધાને સાથે લઈને ચાલીશ તેમ કહેનાર ગુજરાતના મુખ્યમંત્રીએ ગુજરાતના ભાજપના નેતાઓને તો અપમાનિત કરેલ છે. ગુજરાતમાં ભાજપના ચાર પૂર્વ મુખ્યમંત્રીઓ છે પરંતુ આ ચાર માંથી એક પણને ગુજરાતના મુખ્યમંત્રીએ રાખેલ નથી.

       ગુજરાતમાં જો વહીવટ સ્વચ્છ હોયતો લોકાયુક્ત કેમ નવ વર્ષથી નથી? હાઈકોર્ટ અને સુપ્રિમકોર્ટના આદેશ છતાં લોકાયુક્ત નહી? ઉપાધ્યક્ષનું પદ વિધાનસભામાં બાર વર્ષથી ખાલી કેમ? કેગના રીપોર્ટમાં ગુજરાત સરકારના કરોડોનો ભ્રષ્ટાચાર કેમ? ગુજરાતના ખેડૂતોને વીજજોડાણ વર્ષોથી કેમ નહીં? નર્મદાનું પાણી દરિયામાં જાય છે તો કેનાલ કેમ નહીં? પૂરતા પગારના બદલે ગુજરાતમાં ફિક્સ પગાર કેમ? ગૌચરની જમીન માનીતા ઉદ્યોગપતિઓ ને કેમ?

————————————————————————————–

power

 

 

power 001