Close

May 1, 2016

Press Note Guj Dt: 01/05/2016 Modi’s Education Degrees

Click here to view/download press note.

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

અખબારીયાદી                                                              તા. ૦૧.૦૫.૨૦૧૬

  જેન્યુઈન (સાચું) શું છે? ફેઇક (ખોટું) શું છે? તે સમજાઈ નહિ તેના માટે ભાજપ વાયબ્રન્ટ છે.

 શ્રી નરેન્દ્ર મોદીની ડીગ્રીની માહિતી મેળવવા ૭૦ જેટલી આર.ટી.આઈ ગુજરાત યુનિવર્સીટી અને સી.એમના કાર્યાલય માં કરવામાં આવી હતી. આ તમામ આર.ટી.આઈ. ના મંજુર કરવામાં આવી હતી અને માહિતી આપી ન હતી. ચીફ ઇન્ફર્મેશન કમિશ્નર (સી.આઈ.સી.) એ જાહેર કર્યુ કે યુનિવર્સીટીએ પ્રશ્નોત્તરીના જવાબ આપવા જોઈએ. સી.આઈ.સી. ના આ નિવેદન પછી તુરત જ ગુજરાત યુનિવર્સીટીએ જાહેર કરી દીધું કે મોદીએ ગુજરાત યુનિવર્સીટી માંથી એમ.એ. કર્યુ છે. હકીકતમાં એમ.એ.ના એડમીશન વખતે બી.એ.ની ડીગ્રી, માર્કશીટ તથા માયગ્રેશન સર્ટીફીકેટ આપવું જ જોઈએ, આમ છતાં ગુજરાત યુનિવર્સીટીએ મોદીના ગ્રેજ્યુએશનની કોઈ પણ વિગત આપવા તૈયાર નથી. સવાલ એમ.એના માર્કશીટ અને છુપાવવાતી હકીકત અંગે ખુબ શંકાઓ પેદા કરે છે.

શ્રી મોદીએ એમ.એન. કોલેજ વીસનગરમાં પ્રી-સાયંસમાં એડમીશન લીધું હતું અને પછી કોલેજ છોડી દીધી હતી. કોંગ્રેસ ના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે એમ.એન કોલેજ વિસનગરના સ્ટુડંટ રજીસ્ટરની કોપી પ્રેસ અને મીડિયા ને આપીને સવાલ ઉઠાવ્યો હતો કે, સ્ટુડંટ રજીસ્ટરમાં શ્રી મોદીની જન્મ તારીખ ૨૯.૦૮.૧૯૪૯ છે જયારે દેશની જનતા ને શ્રી મોદીએ પોતાની જન્મ તારીખ ૧૭.૦૯.૧૯૫૦ જણાવી છે. આવી ખોટી જન્મ તારીખો શા માટે?

કોંગ્રેસ પક્ષે માંગણી કરી છે કે શ્રી મોદીની ચુંટણી કમીશન પાસેની એફિડેવિટમાં દર્શાવેલી તમામ વિગતોની ચુંટણી પંચે ન્યાયિક તપાસ કરાવવી જોઈએ અને ખોટી માહિતી માટે પગલા ભરવા જોઈએ.

કોંગ્રેસ પક્ષે શ્રી મોદી પાસેથી નીચે મુજબના સવાલો ના જવાબ માંગ્યા છે:

૧. શ્રી મોદીએ ગ્રેજ્યુએશન (બી.એ.) ક્યાં થી કર્યુ? તેમના સહાધ્યાયીઓ કોણ હતા?

૨. એમ.એ.ની ડીગ્રી અંગેની તથા બી.એ.ની ડીગ્રી અંગેની આર.ટી.આઈ શા માટે ના મંજુર કરવા  આવી?

૩. શું બી.એની ડીગ્રી દિલ્હી ખાતે આંટી નેશનલ સ્મૃતિ ઈરાની ઘડી રહ્યા છે?

૪.અગાઉની એફિડેવિટમાં લગ્ન સાથી અંગે શા માટે માહિતી છુપાવી?

૫. શ્રી મોદીની પ્રથમ પાસપોર્ટમાં, પાન કાર્ડમાં તથા ડ્રાયવીંગ લાયસન્સમાં જન્મ તારીખ    શું છે?

(જનરલ રજીસ્ટર ઓફ સ્ટુડન્ટસની નકલ એન્ક્ષરમાં શામેલ છે. )

modi Education———————————————————–