Close

November 5, 2015

Press Note Guj Dt. 05/11/2015 on Customs Act.

Click here to view/download press note.

Click here to view/download copy of Circular Customs Act.

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

 

અખબારી યાદી                                                                                                             તા. ૦૫.૧૧.ર૦૧પ

 

  • મોટા દાણચોરોને મોદી સરકારની બમ્પર દીવાળી ગિફ્ટ.
  • મોટા દાણચોરો સામે ક્રિમીનલ કેસ (ફોજદારી ગુન્હો) નહીં.
  • મોદી સરકારે તા. ૨૩/૧૦/૨૦૧૫ના પરિપત્રથી દાણચોરો સામે ગુન્હાહિત કાર્યવાહી ન થાય તેવી જોગવાઈ કરી.
  • દાણચોરને જેલમાં રહેવું ન પડે અને ડીફોલ્ટ બેઇલ મળે તેવી જોગવાઈ
  • સુપ્રીમકોર્ટે કહ્યું છે કે ક્રિમીનલ કેસ અને ડીપાર્ટમેન્ટલ ઇન્કવાયરી એક સાથે થાય છતાં મોદી સરકાર દાણચોરોની મદદે.
  • કોંગ્રસની UPA સરકારે દાણચોરો ને કડક શિક્ષા માટે નોનબેઈલેબલ કાયદો બનાવ્યો હતો.
  • મોટા દાણચોરોને દિવાળી સમયે મોદી સરકારના અચ્છે દીન.
  • ચોકીદાર બનીશ તેમ કહીને સતા મળ્યા પછી દાણચોરોના હિતના ચોકીદાર બન્યા.

મોટા દાણચોરોને મોદી સરકારની દિવાળીના સમયે બમ્પર ગિફ્ટ. કસ્ટમ એક્ટના કાયદાની કલમ ૧૩૫ મુજબ મોટી રકમની દાણચોરી કરતા કોઈ દાણચોર પકડાય તો તુરત જ તેમની સામે ક્રિમીનલ કેસ (ફોજદારી ગુન્હો) દાખલ કરવાની અને ડીપાર્ટમેન્ટલ કાર્યવાહી કરવાની જોગવાઈ છે. કાયદાની જોગવાઈ છતાં મોદી સરકારે તાજેતરમાં તા. ૨૩/૧૦/૨૦૧૫ ના રોજ સરક્યુલર નં. ૨૭/૨૦૧૫ કસ્ટમ્સ બહાર પાડીને સોના જેવી કીમતી ધાતુઓ, પ્રતિબંધિત માલસામાન કે જે કલમ ૧૧ અને ૧૨૩ નીચે છે તે તથા વિદેશી નાણું જેની કિંમત ૨૦ લાખ કે તેનથી વધારે હોય તેવા દાણચોરીના કિસ્સામાં પકડાયેલા મોટા દાણચોરોની સામે ક્રિમીનલ કેસ (ફોજદારી ગુન્હો) તુરત જ દાખલ ન કરવા પરિપત્ર કર્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે પ્રેસ અને મીડિયાને મોદી સરકારના તા. ૨૩/૧૦/૨૦૧૫ના પરિપત્રની નકલો આપીને જણાવ્યું હતુ કે દેશના અર્થતંત્રને પાયમાલ કરી નાખનાર મોટા દાણચોરોને ફોજદારી ગુન્હામાંથી છટકી જવા દેવા માટે કસ્ટમ એક્ટની જોગવાઈ થી વિરુદ્ધ પરિપત્ર દાણચોરો માટે અચ્છે દિન સમાન છે. પરિપત્રમાં એવી પણ જોગવાઈ કરી છે કે પહેલા ડીપાર્ટમેન્ટલ ઇન્કવાયરી કરવી અને તે ઇન્કવાયરી માટે છ (૬) મહિનાનો સમય આપ્યો છે. આ એક એવું કાવત્રું છે કે દાણચોર જેલમાં જ ન રહે. હવે જો પ્રોસીકયુશન દાખલ થવામાં  60 દિવસથી વધારે સમય લાગે તો ગુનેગારને ડીફોલ્ટ બેઇલ મળી જાય. આમ પરિપત્ર થી એવી જોગવાઈ કરી છે કે કસ્ટમના અધિકરીઓ દાણચોરો સામે પાંગળા બની જાય.

સુપ્રિમકોર્ટે પણ રાધે શ્યામ કેજરીવાલના કેસમાં [૨૦૧૧ (૨૬૬) ELT ૨૯૪ (S.C)] સ્પષ્ટ જણાવ્યું છે ડીપાર્ટમેન્ટલ કાર્યવાહી અને ફોજદારી કેસ એક સાથે જ થઈ શકે છે. ફોજદારી કેસ દાખલ કરવા માટે ડીપાર્ટમેન્ટલ કામગીરી પહેલા પૂર્ણ થવી જરૂરી નથી. ડીપાર્ટમેન્ટલ કાર્યવાહી અને ફોજદારી ગુન્હો બન્ને એક બીજાથી સ્વતંત્ર છે. આમ છતાં મોદી સરકારે સુપ્રીમકોર્ટના ચુકાદાની વિરૂદ્ધ જઈને એવા પરિપત્ર કર્યા છે કે જેથી દાણચોરો બેફામ દાણચોરી કરી શકે.

કોંગ્રેસની UPA સરકારે કસ્ટમ એક્ટની જોગવાઈમાં કાયદાથી સુધારો કરીને દાણચોરીના ગુન્હાને બિન જામીનપાત્ર (નોન બેઈલેબલ) બનાવેલ હતો. જયારે ભાજપની સરકાર દાણચોરોને ખુલ્લુ મેદાન આપે છે.

——————————————————————————–

272015_1 272015_2 272015_3 272015_4 272015_5272015_6