Close

July 10, 2016

Press Note Guj Dt: 10/07/2016

Click here to view/download press note.

 શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

 

અખબારીયાદી                                                                                  તા.૧૦/૦૭/૨૦૧૬

          કેન્દ્રમાં નાણામંત્રીશ્રી અરુણ જેટલીજીએ નાણામંત્રી તરીકે દેશની પ્રજાની તિજોરીના નાણાનું નુકશાન ન થાય તેની ચિંતા કરવી જોઈએ તેના બદલે કમનસીબે ૪૫,૦૦૦ કરોડના મોદી સરકારના ટેલીફોન કૌભાંડમાં નાણામંત્રીશ્રીએ ગોટાળા કરનારી ટેલીફોન કંપનીઓની વકીલાત કરી છે. ૧૯૯૯ થી પ્રાઈવેટ ટેલિફોન કંપનીઓ તેમના એકાઉન્ટ CAG ને કે સરકારને ઓડીટ કરવા દેતા ન હતા. કેન્દ્રમાં કોંગ્રેસની સરકારે (UPA) સુપ્રિમ કોર્ટમાં ટ્રાંસફર પીટીશન કરીને ટેલીફોન કંપનીઓ દેશની જુદી જુદી અદાલતોમાં સ્ટે મેળવીને બેઠી હતી તે તમામ મેટરો સુપ્રિમ કોર્ટમાં લાવીને સરકારની તરફેણમાં એપ્રિલ ૨૦૧૪માં ફાઈનલ નિર્ણય કરાવ્યો. કોંગ્રેસ સરકારના કારણે પ્રાઈવેટ ટેલીફોન કંપનીઓ કે જે ભાજપની કેન્દ્રમાં સરકાર હતી ત્યારથી  એટલેકે, ૧૯૯૯ થી ગોટાળા કરતી હતી તેના એકાઉન્ટ CAG ઓડીટ કરી શકે તે માટે રસ્તો ખુલ્લો કર્યો. ત્યાર બાદ CAGએ પોતાની રીતે જે ચાર વર્ષનું ઓડીટ કર્યું તેના કારણે પ્રાઇવેટ ટેલીફોન કંપનીઓ એ ૧૨૦૦૦ કરોડ સરકારને દેવાના થાય. CAG એ તટસ્થ અને બંધારણીય ઓડીટ એજન્સી છે તેના ઓડીટ પછી એમ્પેનલ્ડ ઓડીટર મારફત ઓડીટ કરાવવાનો માન. મંત્રીશ્રી રવિશંકર પ્રસાદનો નિર્ણય ભ્રષ્ટ્રાચાર માટેનો જ સ્પષ્ટ દેખાય છે. CAG ના ઓડીટ પછીનું બીજુ ઓડીટ શા માટે? ૧૯૯૯ થી ૨૦૧૬ સુધીનું કનકરન્ટ ઓડીટ CAG મારફત શા માટે મોદી સરકાર નથી કરાવતી? આ પાયાના સવાલોનો જવાબ આપવાના બદલે શ્રી જેટલી અને શ્રી રવિશંકર પ્રસાદ પ્રાઈવેટ ટેલિફોન  કંપનીઓની વકીલાત કરી રહ્યા છે. જે દર્શાવે છે કે કુલ ૪૫૦૦૦ કરોડના ભ્રષ્ટ્રાચારમાં આખી મોદી સરકાર સામેલ છે. ૨૦૦૬ થી ૨૦૧૦ નો કોંગ્રેસનો કાર્યકાળ કહીને જનતાને ગુમરાહ કરનાર મંત્રીઓ ૧૯૯૯ થી ૨૦૧૬ સુધીમાં ભાજપની કેન્દ્રમાં સરકાર હતી ત્યારના સમયના હિસાબો CAG પાસે તપાસ કરાવે તો તેમાં પણ કરોડોના ગોટાળા નીકળશે.  જે ટેલીફોન કંપનીઓ ભાજપના શાસનમાં CAGનું ઓડીટ કરવા દેતી ન હતી તેના માટે કેન્દ્રની ભાજપની જે તે વખતની સરકારે કોઈ પ્રયત્ન જ કર્યા ન હતા. કોંગ્રેસની કેન્દ્રની સરકારના કારણે CAGનું ઓડીટ કરવાનો રસ્તો ખુલ્લો થયા પછી યેનકેન પ્રકારે પ્રાઇવેટ ઓડીટરો નું ઓડીટ એ માત્ર પ્રાઈવેટ કંપનીઓના ભ્રષ્ટ્રાચારનું ભાગીદારી માટે જ છે.

———————————————————————————————–