46091
пин ап
пинап
Close

January 29, 2015

Press Note Guj Dt: 29/01/2015 – Swine Flu

Click here to view/download Press Note.

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

 

અખબારી યાદી                                              તા.૨૯.૦૧.૨૦૧૫

       

        સમગ્ર ગુજરાતમાં સ્વાઈન ફલૂની સૌથી વધારે અસર કચ્છ જીલ્લામાં છે. સરકારી આંકડાઓ મુજબ ૯૦ જેટલા સ્વાઈન ફ્લૂના અસરગ્રસ્ત કેસો કચ્છમાં નોંધાયા છે. આ પૈકી સ્વાઈન ફ્લૂના કારણે ૬ વ્યક્તિઓના મૃત્યુ થયા છે. ખરેખર પરીસ્થિતિ આ સરકારી આંકડાઓ કરતા પણ અત્યંત ગંભીર છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને ધારાસભ્ય  શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે સ્વાઈન ફ્લૂની સૌથી વધુ અસર કચ્છમાં થવાનું મુખ્ય કારણ એ પણ છે કે, કચ્છ જીલ્લાના મોટા ભાગના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં ડોકટરો જ નથી. સ્વાઈન ફલૂના દર્દીને નિદાન કરી આપવા અને સારવાર આપવા માટે ડોક્ટરો જ નહી હોવાના કારણે કચ્છના લોકો મહામારીનો ભોગ બની રહ્યા છે. તાત્કાલિક અસરથી કચ્છ જીલ્લના અંદર ડોકટરોની ખાલી  જગ્યાઓ પૂરી દેવી જોઈએ તેવી માંગણી શક્તિસિંહ ગોહિલે કરી છે. કચ્છ જીલ્લામાં સ્વાઈન ફલૂની ગંભીર અસર છે ત્યારે આ રોગચાળાને ફેલાવતો અટકાવવા તથા તંત્ર દ્વ્રારા યોગ્ય કાર્યવાહી થાય તે માટે શક્તિસિંહ ગોહિલે ભુજ તેમજ નખત્રાણા ખાતે કાર્યકર્તાઓ તેમજ સ્થાનિક અધિકારીઓ સાથે આજે ચર્ચા કરી હતી.   

—————————————————————————————

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

2

2

пинап
пинко