Close

July 2, 2014

Press Note Guj Dt:02/07/2014

Click here to view/download press note.

 ગુજરાત વિધાનસભામાં ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની જમીન સંપાદન થાય અને તેમાં ઓછુ વળતર મળેલ હોય ત્‍યારે કોર્ટમાં રેફરન્‍સ કરનારે જમીનની કિંમતના તફાવતના ૧૦% રકમ કોર્ટ ફી તરીકે ભરવી પડે તેવા ગુજરાત સરકારના કાયદાની વિરુધ્‍ધ બોલતાં અબડાસા મત વિસ્‍તારના માન. ધારાસભ્‍યશ્રી શક્‍તિસિંહ ગોહિલે જણાવ્‍યું હતું કે, ખેડૂતોને અન્‍યાયકર્તા આ જોગવાઇ છે. નામદાર સુપ્રિમ કોર્ટે કિંમત ઉપર કોર્ટ ફી ન જ લેવા અને એકદમ નોમીનલ કે ટોકન કોર્ટ ફી લેવા જણાવ્‍યું છે. આમ છતાં ગરીબ ખેડૂતો કે જેમની જમીન સરકારે સંપાદન કરી છે અને બળજબરીથી થયેલ સંપાદનની વળતરની રકમ મેળવવા માટે ખેડૂતોને કોર્ટ ફીની રકમ પોતાની કિંમતની માંગણી મુજબ ભરવી પડે તે અન્‍યાયકર્તા છે. શ્રી ગોહિલે જણાવ્‍યું છે કે, દેશના માત્ર બે રાજ્‍યો આ પ્રકારની કોર્ટ ફી લેતા હતા અને જેના સામે સુપ્રિમ કોર્ટે આવી કોર્ટ ફી ન લેવા જણાવ્‍યા પછી પણ ખેડૂતો પાસેથી ૧૦ ટકા કોર્ટ ફી લેવી તે સરકારની ખેડૂત વિરોધી નીતિનું પ્રમાણ છે.

 શ્રી ગોહિલે વિધાનસભામાં સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટના વિવિધ ચુકાદાઓ તેમજ ગુજરાત સરકારે જ તેમના એડવોકેટ મારફત હાઇકોર્ટમાં આપેલી ખાત્રીના જરૂરી દસ્‍તાવેજો વાંચીને જણાવ્‍યું હતું કે, આ સરકાર ખેડૂતોનું અહિત કરી રહી છે.

————————————————————————————————————————————————————-

ટ્રાન્‍સક્રીપ્‍ટની નકલ મેળવવા તેમજ જોવા માટે અહીં ક્લિક કરો