Close

August 15, 2013

Press Note Guj Dt:15.08.2013 Modi Gives Public Display of Insensitivity.

Click here to view / download press note.

 

પૂર્વ વિરોધપક્ષના નેતાશ્રીનું કાર્યાલય

 ગાંધીનગર

અખબારી યાદી                                                      તા. ૧૫.૦૮.૨૦૧૩

             પોતાના ભાષણો અને પોતાના જ સ્વાર્થની ચિંતા કરતા ગુજરાતના મુખ્યમંત્રીની અસંવેદનશિલતાની એક ઝલક આજે કચ્છમાં જોવા મળી. ગુજરાતના મુખ્યમંત્રી ૧૫ ઓગસ્ટના ધ્વજવંદન કાર્યક્રમમાં ભાષણ આપતા હતાં ત્યારે બાજુમાં ઉભેલા રાજ્યના પોલીસ ખાતાના સર્વોચ્ચ વડા D.G.P શ્રી અમિતાભ પાઠક ચક્કર ખાઈને પડી ગયા હતા. પોતાના રાજ્યના પોલીસ દળના વડા ચક્કર ખાઈને પડે છે તેમને ૬ જેટલા માણસો મદદ કરવા દોડે છે અને સ્થળ પર ઉપસ્થિત તમામ લોકો ડધાઈ ગયા અને ચિંતિત બની ગયા હતા પરંતુ પોતાના જ સંકુચિત સ્વાર્થનું રાજકારણ કરતા ગુજરાતના નિષ્ઠુર મુખ્યમંત્રી એ બે વખત જમીન પર પડેલા DGP શ્રી સામે જોયું પરંતુ પોતાના પ્રવચનને જ અવિરત ચાલુ રાખ્યું હતું. આ સમગ્ર ઘટનાની વિડીઓને યુટ્યુબ (લીંક http://youtu.be/KXDs4vcLt7A) ઉપર મુકીને કોંગ્રસના વરિષ્ઠ નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કોઈ પણ માણસ પ્રવચન કરતો હોય અને કોઈ  સામાન્ય માણસ સાથે પણ આવી ઘટના બની હોય તો પ્રવચન કરનાર માણસ પોતાનું પ્રવચન અટકાવે અને તકલીફમાં આવેલ માણસની ખબર પૂછે. પરંતુ ગુજરાતના મુખ્યમંત્રીએ તો તેમના રાજયના ડીજીપી માટે પણ સંવેદના બતાવી નહી. વડાપ્રધાન બનવા બેબાકળા બનેલા મુખ્યમંત્રી પહેલા પોતાની અંદર થોડી માનવતા જગાવે.

————————————————————————————–