Author: Shaktisinh Gohil
-
Press Note Dt: 16/03/2017 PAC 6th Report on Home Department
Click here to view/downlod PAC_6th_Report
શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય
રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા
અખબારી યાદી તા. ૧૬.૦૩.૨૦૧૭
આ સાથે વિધાનસભમાં રજુ થયેલ જાહેર હિસાબ સમિતિના છઠ્ઠા અહેવાલ (સન ૨૦૦૮-૦૯ ના વર્ષના સી.એ.જી.ના ઓડિટ અહેવાલ (મુલ્કી) પરનો ગૃહ વિભાગને સંબંધિત અહેવાલ) ની નકલ તેમજ મુખ્ય મુદ્દાઓ આ સાથે સામેલ છે.
- ગુજરાતમાં આતંકવાદ સામે લડવા અને કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્રની અનેક ક્ષતિઓ સામે જાહેર હિસાબ સમિતિની લાલ આંખ.
- વિધાનસભામાં ગૃહ વિભાગ ઉપર જાહેર હિસાબ સમિતિનો અહેવાલ રજુ થયો.
- પાકિસ્તાન જેવા દુશ્મન દેશની સરહદે ગુજરાત રાજ્ય હોવા છતા ATS (આતંકવાદ વિરોધી દળ) માં પુષ્કળ જગ્યાઓ ખાલી.
- ગુજરાતમાં ખુબ મોટા પ્રમાણમાં દારૂગોળાની અછત.
- ગુન્હા રોકવા તથા ગુનેગારોને પકડવા માટે જરૂરી વાયરલેસમાં ખુબ મોટા પ્રમાણમાં જગ્યાઓ ખાલી.
- આતંકવાદ સામે લડવા ATS ના દળને કોઈ ખાસ તાલીમ જ નથી અપાઈ.
- પોલીસ સ્ટેશનોમાં અપૂરતા વાહનો.
- કચ્છ અને બનાસકાંઠા સરહદી જીલ્લા હોવા છતાં જરૂરીયાત કરતા ખુબ ઓછા વાહનો.
- કચ્છ અને બનાસકાંઠા જીલ્લામાં પોલીસને પૂરતા વાહનો ફાળવવા સમિતિનું સૂચન.
- લાખો રૂપિયાના મશીનો ખરીદાયા પછી નકામાં સાબિત થયા.
- ગુજરાતમાં દારૂગોળાની ૨૬% થી ૧૦૦% સુધીની અછત.
- જવાબદારો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા સમિતિની ભલામણ.
- ગૃહ વિભાગમાં નાણાંકિય અશિસ્ત સામે સમિતિની નારાજગી.
-
Press Note Guj. Dt: 15.03.2017 ભચાઉ થી ભુજ વચ્ચેનો રસ્તો પૂર્ણ કરવા બાબત.
શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય
રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા
અખબારી યાદી તા. ૧૬.૩.૨૦૧૭
બાંધકામ વિભાગની માંગણીઓ પરની ચર્ચામાં અબડાસાના ધારાસભ્યશ્રી શ્રી શક્તિસિંહજી ગોહિલે ભચાઉ થી ભુજ વચ્ચેનો રસ્તો લાંબા સમયથી પૂર્ણ થતો નથી તેની રજૂઆત કરી હતી અને માંગણી કરી હતી કે જો એજન્સી કામ પૂરું ન કરતી હોય તો તેના ખર્ચે અને જોખમે તાત્કાલિક ભચાઉ-ભુજ નો રસ્તો પૂરો કરવો જોઈએ. બાંધકામ મંત્રીશ્રીએ રજુઆતના સંદર્ભમાં કામ એજન્સી શરુ ન કરે તો તેના ખર્ચે અને જોખમે સરકાર કરશે તેવી ખાત્રી આપી હતી.
નખત્રાણા તાલુકાના વજીરાવાંઢ જેવા વાંઢો અને નાના ગામો જેવા બાર માસી સારા રસ્તા વગરના કચ્છમાં ગામો છે તેને સારા રસ્તા આપવા પણ શક્તિસિંહ ગોહિલએ માંગણી કરી હતી.
—————————————————————————————-
Click Here to view / download the Press Note.
-
Press Note Guj. Dt: 10.03.2017 ગુજરાત રાજ્યમાં ચાલતા ભ્રષ્ટાચાર, ગેરવહીવટ, અનિયમિતતા, પ્રદુષણ તથા જુઠાણાઓનો PAC ના અહેવાલમાં પર્દાફાશ.
- જાહેર હિસાબ સમિતિનો પાંચમો અહેવાલ ગુજરાત વિધાનસભામાં રજુ થયો.
- રાજ્યમાં ચાલતા ભ્રષ્ટાચાર, ગેરવહીવટ, અનિયમિતતા, પ્રદુષણ તથા જુઠાણાઓનો PAC ના અહેવાલમાં પર્દાફાશ.
- શૌચાલયના કામો થયા વગર જ પૂર્ણતાના પ્રમાણ પત્રો આપી દેવાયા.
- સિમેન્ટની ખરીદીમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલ છે તેના સામે શિક્ષાત્મક પગલા લેવાની PAC ની ભલામણ.
- ભૌતિક સિધ્ધિ વગર લક્ષ્યાંક સિધ્ધ થયેલા ખોટા આંકડા દર્શાવાયા.
- RTE ના કાયદનો યોગ્ય અમલ કરવાના બદલે શિક્ષણનું વ્યાપારીકરણ થાય તેવા સરકારના પરિપત્ર સામે PAC ની લાલ આંખ.
- સેલ્ફ હેલ્પ ગ્રુપો એન સરકારી ડેરીના સભ્યો માટે સસ્તા ધિરાણની જોગવાઈ ન થઈ
- NGO ના નામે લોન લઈ લીધી અને વસુલાત સરકારે ન કરી.
- ગરીબ માણસ માટે મફત પ્લોટ ફાળવવા લેન્ડ કમિટી જ સમયસર મળતી નથી.
- આવાસ બન્યા ના આંકડા સદંતર ખોટા,
- પ્રદૂષણ નિયંત્રણ માટે કામગીરીમાં સંપૂર્ણ નિષ્ફળ.
- આરોગ્યને નુકશાન કારક કચરાનો યોગ્ય નિકાલ જ નથી.
- બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ ન કરે તેની સામે શિક્ષાત્મક પગલાની સમિતિની ભલામણ,
- અમદાવાદના પિરાણા ડમ્પિંગ સાઈટ પર કચરાના ઊંચા ઢગ ખડકાય છે જે નિયમથી વિરુધ્ધ છે. આ ડમ્પિંગ બંધ થવા આદેશ.
- સાબરમતી નદીમાં દુષિત પાણી છોડવામાં આવે છે તે ઉદ્યોગો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા ભલામણ.
- સરકારની નબળી કામગીરીના કારણે સમયસર કામ પૂર્ણ ન થતા કેન્દ્ર સરકારમાંથી મળતા નાણા કપાયા છે.
- હાથથી મેલુ ઉપાડવા સરકાર માત્ર અહેવાલ મંગાવે તે પુરતું નથી. તપાસ કરીને ચોક્કસ કાર્યવાહી કરવા ભલામણ.
- ગંભીર ગેરરીતિના કિસ્સામાં ઘણો વિલંબ થયેલ છે. તાત્કાલિક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે.
- RTE ના કાયદામાં બાળકોની સંખ્યા દીઠ શિક્ષકો ફાળવવાની જોગવાઈ કરવામાં આવેલ છે. ખાસ કરીને આદિવાસી વિસ્તાર અને કચ્છ જેવા વિસ્તારોમાં શિક્ષકોની ખુબ મોટા પાયે ઘટ છે. આ ઘટ વાસ્તવિક રીતે નિવારી શકાય તે માટે અલાયદી વિચારણા કરવાની જરૂર જણાય છે. આદિવાસી વિસ્તારની શાળામાં જે તે વિસ્તારની જ વ્યક્તિઓને શિક્ષક તરીકે નિમણુંક આપવામાં આવે અને આ નિમણુંકને નોન ટ્રાન્સફરેબલ કરવી કે જેથી શિક્ષકોની ઘટ પૂરી શકાય. વધુમાં કેટલાક આદિવાસી વિસ્તારોમાં સ્થાનિક આદિવાસી ભાષા બોલવામાં આવે છે તે જ રીતે કચ્છમાં કચ્છી ભાષા બોલવામાં આવે છે તેવા વિસ્તારોમાં તે ભાષાના જાણકાર હોય અને તે ભાષામાં બોલી શકતા હોય તેવા સ્પર્ધકોની ૧૦ ટકા જેટલી ટકાવારીમાં અગ્રીમતા આપવાથી સ્થાનિક શિક્ષકો મળી શકે અને તે ભાષાનું સંવર્ધન થશે.
- RTE ના કાયદામાં શાળામાં પ્રવેશ આપવા સંબંધમાં સ્પષ્ટ જોગવાઈ છે કે જેટલી અરજીઓ આવી હોય તેનો જાહેરમાં અને અરજદારની હાજરીમાં ડ્રો કરવો. આ જોગવાઈથી વિપરીત શિક્ષણ વિભાગે પરિપત્ર કર્યો છે કે અરજીઓનો ડ્રો કરવો અથવા તો વહેલા તે પહેલાના ધોરણે શૈક્ષણિક સંસ્થા એડમિશન આપી શકશે. સમિતિએ નોંધ્યું હતું કે વહેલા તે પહેલાનું ધોરણ સંસ્થાને મનગમતાને એડમિશન આપવા માટેનો દરવાજો ખોલી આપે છે. આથી સમિતિ ભલામણ કરે છે કે RTE કાયદાની જોગવાઈને ચુસ્તપણે વળગી રહીને ડ્રો દ્રારા જ એડમિશન આપવામાં આવે.
- RTE ના કાયદા નીચે જે બાળકોને પ્રવેશ આપવામાં આવે છે તે બાળકોને અન્ય બાળકોથી અલગ બેસાડવા કે અલગ વર્ગખંડ ઉભો કરવો તે કાયદાના મુખ્ય હાર્દથી વિરુધ્ધ છે.
————————————————————————————————-
-
Press Note Guj. Dt: 03.03.2017 બજેટ પરની સામાન્ય ચર્ચા.
શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય
રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા
અખબારી યાદી તા. ૦૩.૦૩.૨૦૧૭
વિધાનસભમાં બજેટ પરની સામાન્ય ચર્ચામાં ભાગ લેતા શ્રી શક્તિસિંહજી ગોહિલ જે બોલ્યા હતા તેની ટ્રાન્સસ્ક્રીપ્ટ તથા મુખ્ય મુદ્દાઓ
- ગુજરાત સરકારના બજેટમાં વાતો કરેલ છે પરંતુ નાણાંની ફાળવણી કરી નથી.
- સરકાર દર વર્ષે પુરાંતવાળા બજેટની વાત કરે છે જે જૂઠ્ઠાણું છે. દર વર્ષે વર્ષના અંતે મોટી ખાધ રહે છે.
- સરકાર બોલીને ફરી જાય છે, જે ખતરનાક છે. કચ્છી કહેવત છે કે, “ચોર કમજો, ચટો કમજો,
પ ગાલાવેલો કૈં ન કમજો.” - એક લાખ નવ હજારને નોકરી આપી તે સરકારનું સૌથી મોટું જૂઠ્ઠાણું છે.
- રાજકોટ, કચ્છ, મોરબી અને અન્ય જિલ્લાના દસ્તાવેજી પુરાવા જણાવે છે કે, જે ફેકટરીઓમાં વર્ષોથી નોકરી કરતા હતા તેમને બસોમાં બેસાડીને લાવી તેમના ખાલી ફોર્મ ભરાવેલ છે.
- મજૂરી કામે જતા લોકોના અંગુઠા મરાવીને નવી નોકરી આપ્યાના ફોર્મ ભરાવેલ છે, જેના દસ્તાવેજી પુરાવા વિધાનસભામાં રજૂ થયા.
- મજૂરો પૂરા પાડતા કોન્ટ્રાક્ટરોને ત્યાંથી છૂટક પૂરા પડાતા મજૂરોના પણ ફોર્મ ભરીને નવી નોકરીના ફોર્મ ભરાવ્યા છે.
- જે ફેકટરીમાં મહિનાઓથી નોકરી કરતા હતા તેમને નવી નોકરી આપી છે તેવા ફોર્મ ભરાવ્યાના દસ્તાવેજી પુરાવા વિધાનસભામાં રજૂ કરીને કઈ કઈ તારીખથી રાજકોટમાં નોકરીમાં હતા તેનું સેંકડોનું લિસ્ટ દર્શાવાયું.
- બેરોજગાર યુવાનોનો આક્રોશ છે ત્યારે નોકરી આપવાના બદલે મેગા ફેરનું સરકાર નાટક
કરે છે. - નર્મદાના દરવાજાનું કામ કરવાની મંજૂરી જૂન ૨૦૧૪માં મળ્યા બાદ પોણા ત્રણ વર્ષ કામમાં થયા, તે ગુનાહિત બેદરકારી છે.
- દરવાજા બંધ કરવાની મંજૂરી કેન્દ્રની ભાજપ સરકાર તાત્કાલિક આપે.
- આર્થિક પછાતને અનામત ૨૦૧૮માં કોંગ્રેસ સરકાર આપશે અને SC, ST તથા OBCની અનામતને ક્યાંય ઠેસ ન પહોંચે તે રીતે આપશે.
- આનંદીબેને ૧૦% અનામત આપી હતી, તેને ભાજપના પ્રદેશ અધ્યક્ષ ગેરબંધારણીય ગણે છે, તે ભાજપની આંતરિક લડાઈનું પ્રમાણ છે.
- સાયન્ટીફીક સર્વે સાથે કોંગ્રેસ અનામત આપશે.
- કચ્છ જિલ્લામાં પીવાના પાણીના સ્થાનિક સોર્સ નથી અને પાણીની અત્યંત મુશ્કેલી છે.
- નખત્રાણાની કોલેજ પાટીદાર સમાજ ચલાવે છે તેને ભાજપના નેતાઓએ ગ્રાન્ટેડ કરવાની ખાતરી આપી હતી, તો તેનો અમલ કરે.
- સરકાર ગામડાઓની વિરોધી છે. ૨૦૧૩-૧૪માં રૂ. ૯૨૪ કરોડ અને ૨૦૧૪-૧૫માં રૂ. ૧,૨૦૦ કરોડ કાપી નાંખ્યા છે.
- સરકાર SC, ST, OBC તથા ગરીબોની વિરોધી છે. માટે ૨૦૧૩-૧૪માં રૂ. ચાર હજાર કરોડ અને ૨૦૧૪-૧૫માં સામાજિક સેવાના વાપર્યા નથી.
- આ વર્ષના બજેટમાં કચ્છને સૌથી વધારે અન્યાય કર્યો છે. સરહદી વિસ્તારના વિકાસ માટે રૂ. ૨૨૩ કરોડ અગાઉના વર્ષે ફળવાયા હતા તે ઘટીને આ વર્ષે માત્ર રૂ. ૫૦ કરોડ જ ફાળવ્યા છે.















































































